૧૦ ટ્રેનો નિર્ધારીત સમયથી વહેલી જયારે ૬ ટ્રેનો મોડી આવશે
૫રિવહનમાં ઓછી હલચલ ઉભી થાય તે હેતુથી રેલવેમાં ચોમાસાનું ટાઈમટેબલ લાગુ કરાયું
વરસાદનાં કારણે પરિવહનમાં ઓછી મુશ્કેલી ઉભી થાય તે હેતુથી રેલવેમાં ચોમાસાનું ટાઈમટેબલ લાગુ કરવામાં આવ્યું છે અને તેમાં ફેરફારો કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલી ૧૬ ટ્રેનોનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે જે આગામી ૧લી જુલાઈ એટલે કે સોમવારથી લાગુ પડશે. ૮ ટ્રેનો સમય કરતાં વહેલી અને ૪ ટ્રેનો નિયત સમયથી મોડી દોડાવવામાં આવશે અને મુસાફરોને આ ફેરફાર બાબતની નોંધ લેવા માટે પશ્ચિમ રેલવે દ્વારા તાકીદ કરવામાં આવી છે.સોમવારથી ઓખા-ગુવાહાટી એકસપ્રેસ બપોરે ૪:૩૭નાં બદલે ૪:૩૦ વાગ્યે રાજકોટ આવશે. ઓખા-અર્ણાકુલમ એકસપ્રેસ સવારે ૮:૨૫ની બદલે ૮:૧૯ વાગ્યે રાજકોટ આવશે. વેરાવળ-ત્રિવેણન્દ્રમ એકસપ્રેસ સવારે ૮:૨૫નાં બદલે ૮:૧૯ વાગ્યે રાજકોટ આવશે. ગાંધીધામ-કામખ્યા એકસપ્રેસ રાતે ૯:૦૫નાં બદલે ૮:૪૨ વાગ્યે સુરેન્દ્રનગર આવશે અને તે વાંકાનેર સ્ટેશન પર રાતે ૧૦:૧૭ને બદલે ૯:૪૯ વાગ્યે આવશે. મોરબી સ્ટેશન પર તે રાતે ૧૧:૧૧નાં બદલે ૧૦:૨૦ વાગ્યે આવશે. નાથદ્વારા-ઓખા એકસપ્રેસ સુરેન્દ્રનગર ખાતે ૧:૨૨ને બદલે ૧:૧૭ વાગ્યે આવશે. સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી એકસપ્રેસ સુરેન્દ્રનગર ખાતે ૧:૨૫નાં બદલે ૧:૧૪ વાગ્યે આવશે. પોરબંદર-કોચુવેલી એકસપ્રેસ સુરેન્દ્રનગર ખાતે ૧૨:૩૨ને બદલે ૧૨:૨૩ વાગ્યે આવશે. જામનગર-તિરૂનેલવેલી એકસપ્રેસ સુરેન્દ્રનગર સ્ટેશન પર ૧૨:૩૨ને બદલે ૧૨:૩૦ વાગ્યે આવશે.
મડગાંઓ-હાપા સૌરાષ્ટ્ર એકસપ્રેસ ખાતે ૮:૩૩ને બદલે ૮:૫૨ વાગ્યે આવશે. મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેઈલ હાપા સ્ટેશન ખાતે ૧૧:૨૯ને બદલે ૧૧:૪૬ વાગ્યે આવશે. આજ ટ્રેન જામનગર ખાતે ૧૧:૪૩ને બદલે ૧૨:૦૦ વાગ્યે આવશે. સોમનાથ-અમદાવાદ ઈન્ટરસીટી એકસપ્રેસ વાંકાનેર ખાતે ૧૧:૫૧ને બદલે ૧૧:૫૮ વાગ્યે આવશે. થાન સ્ટેશન પર તે ૧૨:૨૭ને બદલે ૧૨:૩૬ વાગ્યે આવશે.
રાજકોટ-પોરબંદર લોકલ ટ્રેનના રૂટમાં ફેરફાર
રાજકોટ-હાપા સેકશનમાં વિદ્યુતીકરણનાં કાર્યના કારણે ટ્રેન નં.૫૯૨૧૧ રાજકોટ-પોરબંદર લોકલ તેમજ ટ્રેન નં.૫૯૨૧૨ પોરબંદર-રાજકોટ લોકલ ૧૪ જુલાઈ સુધી હાપા જામનગરની બદલે વાંસજાળીયા, જેતલસરના રૂટ ઉપરી ચાલશે. આ ટ્રેનનો રૂટ ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, મોટી પાનેલી, જામજોધપુર અને પોરબંદરનો રહેશે.