તમિલનાડુ-કેરળમાં પાંચ વર્ષના બાળકોમાં અલગ જ પ્રકારના વાઇરલ તાવના લક્ષણો દેખાઈ રહ્યા છે. ઝડપથી ફેલાઇ રહેલા આ વાઇરલને ‘ટોમેટો ફ્લૂ’ નામ આપવામાં આવ્યું છે. ડોક્ટરે આ ઘાતક બીમારીથી બચાવ માટે બાળકોને યોગ્ય માત્રામાં સાફ પાણી પીવાની સલાહ આપી છે.

કેરળમાં કોરોના સાથે હવે ‘ટોમેટો ફ્લૂ’નો નવો ખતરો ઊભો થયો છે. અત્યારસુધીમાં 80થી વધુ બાળકો એની ઝપેટમાં આવી ગયાં છે. નાનાં બાળકો આનો વધુ શિકાર બની રહ્યાં છે. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો એને રોકવા માટે પગલાં લેવામાં નહીં આવે તો એનું સંક્રમણ ફેલાઈ શકે છે. ટોમેટો ફ્લૂને લઈને તબીબોમાં હજુ પણ અસમંજસ પ્રવર્તી રહી છે કે વાઇરલ તાવ, ચિકનગુનિયા કે ડેન્ગ્યુની આડઅસર તો નથી. આ રોગ માત્ર કેરળના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો છે.

Screenshot 11 8

ચેપગ્રસ્ત બાળકોમાં ભારે તાવ, શરીરમાં દુખાવો, ઝાડા-ઊલટી જેવાં લક્ષણો 

કેરળનાં પડોશી રાજ્યોમાંથી આવતા લોકોની તપાસ માટે કોઈમ્બતોરમાં મેડિકલ ટીમો તહેનાત કરવામાં આવી છે. કેરળ આવતા લોકોનું તામિલનાડુ-કેરળ સરહદ પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં તપાસ અને સારવાર માટે 24 સભ્યની ટીમ બનાવવામાં આવી છે. એ રાજ્યની આંગણવાડીઓમાં જશે અને પાંચ વર્ષથી નીચેનાં બાળકોની તપાસ કરશે.

ખરેખર ટોમેટો ફ્લૂ એક પ્રકારનો તાવ છે. કેરળમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં જોવા મળ્યો છે. સંક્રમિત બાળકોના શરીર પર લાલ ચકામાં અને ફોલ્લીઓ થઈ જાય છે. શરીર પર ચકામાંનો રંગ લાલ હોય છે, તેથી એને ટોમેટો ફ્લૂ કહેવામાં આવે છે. એનાં મુખ્ય લક્ષણો લાલ ચકામાં અને ફોલ્લીઓ છે, જેને કારણે દર્દીને સ્કિન ઈન્ફેક્શન અને અપચો પણ થઈ શકે છે. ચેપગ્રસ્ત બાળકોમાં ભારે તાવ, શરીરમાં દુખાવો, સાંધામાં સોજો, થાક, પેટમાં દુખાવો, ઊલટી, ઝાડા, હાથ, ઘૂંટણનો રંગ બદલાવો, ઉધરસ, છીંક અને વહેતું નાક જેવાં લક્ષણો જોવા મળે છે.

Screenshot 10 6સંક્રમિત બાળકોના શરીર પર લાલ ચકમાં અને ફોલ્લીઓ 

જો કોઈ બાળક ટોમેટો ફ્લૂના કોઈપણ લક્ષણો દર્શાવે છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો. આ સાથે ધ્યાનમાં રાખો કે ચેપગ્રસ્ત બાળકને ફોલ્લીઓ થાય છે અને એને ખંજવાળશો નહીં. આ સાથે સાફ-સફાઈ અને સ્વચ્છતા જાળવો. આ સાથે ડોક્ટરો સમયાંતરે પ્રવાહી લેતા રહેવાની અને યોગ્ય આરામ કરવાની સલાહ આપે છે.

સામાન્ય રીતે ડોક્ટર્સે ટોમેટો ફ્લૂથી સંક્રમિત બાળકોને પર્યાપ્ત માત્રામાં સ્વચ્છ પાણી આપવાની સલાહ આપી છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, શરીરમાં જોવા મળતા લાલ ચકામા અને છાલા સ્વચ્છ પાણીથી નિયમિત રીતે સાફ કરવાથી રાહત મળી શકે છે. સાથે જ તેને નખથી ખંજવાળવાની કોશિશ ના કરો. ઉલ્લેખનીય છે કે, આ સંક્રમણ ફેલાવાના કારણો વિશે હજુ કોઇ માહિતી નથી મળી. તેના પ્રભાવો વિશે પણ વધુ માહિતી નથી. હાલ ડોક્ટર્સે ટોમેટો ફ્લૂના દર્દીઓથી યોગ્ય માત્રામાં અંતર જાળવવાની સલાહ આપી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.