રાજકોટ મહાનગરપાલિકામાં ગત 12મી સપ્ટેમ્બરના રોજ નવા મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. શહેરના વિકાસ માટે નવી ટીમમાં ભારે જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માત્ર 11 દિવસમાં જ વિકાસકામોને લગતા 33 કરોડ રૂપિયાના 10 ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવેલા પ્રોજેક્ટ ઝડપથી શરૂ થાય તે માટે સ્ટેન્ડિંગ કમિટીના નવનિયુક્ત ચેરમેન જયમીન ઠાકર દ્વારા સમિક્ષા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. શુભેચ્છા વર્ષા અને અભિનંદનના માહોલ વચ્ચે પણ શહેરના વિકાસકામો ન અટકે તે માટેના ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અલગ-અલગ વોર્ડમાં 10 વિકાસકામો માટે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવાયા: બજેટમાં જાહેર કરાયેલા પ્રોજેક્ટની પણ સમિક્ષા કરતા ચેરમેન

નવી ટિમ દ્વારા માત્ર 11 દિવસમાં 33 કરોડના વિકાસકામોના જે ટેન્ડર પ્રસિદ્ધ કરાયાં છે તેમાં વોર્ડ નં.2માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રેસકોર્સ રિંગ રોડથી હનુમાનમઢી ચોક સુધી પેવિંગ બ્લોક એસ્ટીમેટ 42.75 લાખ,  છોટુનગરમાં પેવિંગ બ્લોક માટે રિટેન્ડર એસ્ટીમેટ 23.89 લાખ, સૌરભ સોસાયટી અને નહેરૂનગરમાં પેવિંગ બ્લોક માટે રિટેન્ડર એસ્ટીમેટ 60 લાખ સહિતના ત્રણ ટેન્ડર પ્રસિધ્ધ કરાયા છે. તદ્દઉપરાંત,વોર્ડ નં.3માં રેલનગરમાં ટીપી સ્કિમ નં.19, 23 અને 24માં નવા રસ્તા બનાવવા એસ્ટીમેટ 4.32 કરોડ, વોર્ડ નં.3માં સુંદરમ સિટી રોડ માટે રિટેન્ડર એસ્ટીમેટ 90 લાખ સહિતના ટેન્ડર પ્રસિધ્ધ કરાયા છે. જ્યારે ખાસ કરીને ઇસ્ટ ઝોનના વોર્ડ નં.18 હેઠળના કોઠારીયા વિસ્તારમાં અવારનવાર રસ્તા પ્રશ્ર્ને આંદોલન, ચક્કાજામ, ઘેરાવ જેવા કાર્યક્રમો થયા બાદ ત્યાંની વિવિધ સોસાયટીઓમાં મેટલિંગ અને ડામરકામ માટેના ટેન્ડર પ્રસિધ્ધ કરાયા છે

જેમાં મુખ્યત્વે ઇશ્વર પાર્ક, જનાર્દન પાર્ક, રામ રણુંજા, ભોમેશ્વરી અને ગુલાબ નગર સહિતની સોસાયટીઓમાં 5.80 કરોડના એસ્ટીમેટ સાથે ડામર રસ્તાકામ માટે રિટેન્ડર માધવ રેસિડેન્સી મયુર પાર્ક, સુંદરમ પાર્કમાં ડામર રસ્તા કામ માટે 5.14 કરોડના એસ્ટીમેટ સાથે રિટેન્ડર કોઠારીયાની સોસાયટીઓમાં ફેઝ-3 હેઠળ 4.50 કરોડના એસ્ટીમેટ સાથે મેટલિંગ કામ માટે રિટેન્ડર, ટીપી સ્કિમ નં.12ના રસ્તાઓ જેમાં સાંઇબાબા સર્કલથી ગુલાબનગર સહિતના રસ્તાઓ ઉપર ડામરકામ માટે 3 કરોડના એસ્ટીમેટ સાથે રિટેન્ડર, કોઠારીયા મેઇન રોડ ઉપર 2.75 કરોડના ખર્ચે રી કાર્પેટ કરવા રિટેન્ડર, લાપાસરી રોડ ઉપર રિ કાર્પેટ કરવા 1.21 કરોડના એસ્ટીમેટ સાથે રિ ટેન્ડર, વોર્ડ નં.18માં ઋષિપ્રસાદ, પ્રમુખરાજ, જીવન કિરણ સહિતની સોસાયટીઓમાં ડામરકામ કરવા 1.09 કરોડના એસ્ટીમેટ સાથે રિ ટેન્ડર,નારાયણ નગર, માલધારી સોસાયટી, હરિદ્વાર-1, સોલ્વન્ટ વિસ્તાર સહિતના વિસ્તારોના રસ્તા ઉપર મેટલિંગ કરવા 90 લાખના એસ્ટીમેટ સાથે રિટેન્ડર,શુભમ પાર્ક, સીતારામ સોસાયટી, સોલ્વન્ટ વિસ્તારમાં 86 લાખના ખર્ચે મેટલિંગ કરવા રિટેન્ડર તેમજ અને જયરામ પાર્ક વિસ્તારમાં મેટલિંગ કરવા બાવન લાખના એસ્ટીમેટ સાથેનું ટેન્ડર  સહિતના 10 ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.