પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટ સૌરાષ્ટ્ર અને કચ્છની કદરદાન અને ધર્મપ્રેમી જનતાની સેવા કાજે નવા નવા કદમો ઉઠાવી રહ્યુ છે તેમા આધુનિક મેડિકલ સાયન્સના યુગમાં અત્યંત જરૂરી એવો રાહત દરે ફીઝીયોથેરાપી વિભાગનો શુભારંભ કરીને નવુ સોપાન સર કરવા તરફ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ પ્રયાસોની સફળતા પ્રાપ્ત કરવા માટે રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીની ફીઝીયોથેરાપી ફેકલ્ટી અને હોસ્પિટલ તંત્ર દ્વારા એમ.ઓ.યુ. કરવામા આવેલ છે.
આજના ઝડપી અને તનાવ પુર્ણ યુગમાં વૃધ્ધોની સાથે યુવાધન પણ ઓર્થોપેડીક બીમારી જેવી કે સાંધાના દુ:ખાવા, ફ્રેક્ચર, પેરાલીસીસ, કંપવા કે ચેતાતંત્રના સહન ન થઇ શકે તેવા રોગોના શિકાર બની રહ્યા છે. આવા સંજોગોમાં પંચનાથ હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગમાં અત્યાર સુધીમાં 4993થી વધુ દર્દીઓને સચોટ નિદાન અને સારવાર આપવામા આવી છે અને જરૂર જણાય ત્યાં તબીબો દ્વારા ફીઝીયોથેરાપી સારવાર પણ આપવામાં આવેલ છે અને અનેક દર્દીઓએ દુ:ખાવામા રાહતની લાગણી અનુભવેલ છે. તદ્દઉપરાંત હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જરી વિભાગ દ્વારા 133 જેટલી સંવેદનશીલ કે અતિ સંવેદનશીલ સર્જરી સફળતાપૂર્વક કરવામા આવી છે. જેમાં હાડકામા થયેલા નાના કે મોટા ફ્રેક્ચર જરૂર પડે ત્યાં પ્લેટ બેસાડવી, ગોળો ફિટ કરવો, પગના ગોઠણની ઢાંકણી બદલાવવી જેવી સર્જરીનો સમાવેશ થાય છે
હોસ્પિટલમાં ઓર્થોપેડીક સર્જન તરીકે સેવા આપી રહેલા ડો. કેલ્વીન વૈષ્નાણી કે જેઓએ એમ.બી.બી.એસ.- ડી.એન.બી.-ઓર્થોપેડીકની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે તેઓ સોમવાર થી શનિવાર સુધી સવારે 9 થી 10 તેમજ સાંજે 4 થી 6 દરમ્યાન નિયમિત રીતે મળી શકશે.આ ફીઝીયોથેરાપી વિભાગમાં થનાર સારવારમા ઓર્થોપેડીક (હાડકા) ન્યુરોલોજીકલ (મગજ) કાર્ડિયો પોલમોનરી (હ્રદય) સંબંધી કેસો તેમજ બેક (કમર) નેક (ગરદન) સોલ્ડર (ખંભા) ની (ગોઠણ) ના દુ:ખાવાઓ તેમજ સ્ટ્રોક પારક્ધિસન (કંપવા) તેમજ તબીબો દ્વારા સૂચવાયેલી ફીઝીયોથેરાપી સારવાર કરવામા આવે છે આ તમામ પ્રકારની સારવાર પંચનાથ મંદિરના પરિસરમાં આવેલ હોસ્પિટલના જુના બીલ્ડીંગમાં પ્રથમ માળે કરવામાં આવે છે.
દર્દી વ્હીલ ચેરમાં બેસી શકે તેવી લીફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. કલીનીકનો સમય દરરોજ સવારે 9 થી 1 બપોરે 4 થી 7 સુધીનો રહે છે.આ વિભાગના ઇન્ચાર્જ તરીકે ડો. પ્રાપ્તિ બક્ષીની નિમણુંક કરવામા આવી છે કે જેઓએ ફીઝીયોથેરાપીસ્ટની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે. તદ્દઉપરાંત ડો. રાહુલ છતલાણી કે જેઓ ફીઝીયોથેરાપીસ્ટની માસ્તર ડીગ્રી મેળવી ચૂક્યા છે અને વાસ્તવમાં તેઓ મારવાડી યુનિવર્સિટીમા આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. તેમના અનુભવનો સારો એવો લાભ દર્દીઓને મળી શકશે.
સૌરાષ્ટ્ર અને કચ્છની જનતા ને તબીબી ક્ષેત્રે નજીવા દરે તમામ પ્રકારના નિદાન અને સારવાર મળી શકે તેવા સતત પ્રયાસો જારી રાખનાર પંચનાથ સાર્વજનીક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખ દેવાંગભાઇ માંકડ, મંત્રી મયૂરભાઇ શાહ કોષાધ્યક્ષ, ડી વી મહેતા ટ્રસ્ટીઓ ડો. રવિરાજ ગુજરાતી, વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, અનિલભાઈ દેસાઈ, સંદીપભાઇ ડોડીયા, જેમીનભાઇ જોષી, નિરજભાઇ, નીતિનભાઈ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઈ લાલકીયા, મનુભાઇ પટેલ જેવા સેવાભાવી આગેવાનો હીરા પારખુ કરતા સ્વાસ્થય સંબંધી પારખુ મહાન હોય છે તે ઉક્તિને યથાર્થ ઠેરવવા માટે સાચા અર્થમાં જહેમત ઉઠાવી રહ્યા છે.
ફીઝીયોથેરાપી વિભાગની વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે ડો. રાહુલ છતલાણી (મો.નં.98798 78157) પંકજ ચગ (મોબાઇલ નં. 98795 70878) અથવા તો ડો. પ્રાપ્તિ બક્ષીનો હોસ્પિટલ પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની યાદીમાં જણાવેલ છે.