ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ હેઠળના નવા નિયમોથી સોશિયલ મીડિયા જાયન્ટસ કંપનીઓ ટેકસ સ્ટ્રકચરના દાયરામાં આવશે
નોડલ ઓફીસર તરીકે ભારતીય વ્યકિતઓની નિમણુંકની જોગવાઈથી હવે, ભારતમાં કચેરીના સ્થાપના ફરજિયાત બનશે
સોશ્યલ મીડીયાના વાયરસ ‘વાયરસ’ ને નિયંત્રિત કરવા કેન્દ્ર સરકારે ગત અઠવાડિયે નવા નીતિ-નિયમો લાગુ કર્યા છે. ફેસબુક, ટવિટર, ઈન્સ્ટાગ્રામ અને યુટયુબ જેવી કંપનીઓએ નોડલ ઓફીસર, ફરિયાદ નિવારણ અધિકારીની નિમણુંક કરવી ગેરકાયદે ક્ધટેન્ટ, પોસ્ટ હટાવવી વગેરે જેવા મહત્વના નિયમો જારી કરાયા છે. આ નિયમોએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ માટે અકળામણ તો ઉભી કરી જ છે. આ સાથે કરમાળખામાં પણ ગૂંચ ઉભી કરે તો નવાઈ નહીં.
જયારે કોઈ પણ નવા નીતિ-નિયમો કે નિયંત્રણો જારી કરવામાં આવે ત્યારે કરમાળખાના પડકારો ઉભા થતા જ હોય છે. પછી ભલે એ કોઈ પણ ક્ષેત્ર સાથે સંબંધીત નિયમ હોય, આનું મોટુ કારણ જવાબદારી અને પાદર્શિતાનો અભાવ ગણી શકાય. ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટ 2021 હેઠળ લવાયેલા નવા નિયમો સોશ્યલ મીડીયા પ્લેટફોર્મને ટેકસ લાગૂ કરવાની પ્રક્રિયાને લઈ ગૂંચવણી ઉભી કરશે તેમ નિષ્ણાંતોનું સ્પષ્ટ પણે માનવું છે. ફેસબુક, ટવીટર, યુટયુબ અને ઈન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ તેમજ સીગ્નલ જેવા સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ કે જેઓ તમામ વિદેશી કંપનીઓ છે. આમાંથી ઘણા એવા પ્લેટફોર્મ, કે કંપની છે કે જેઓની ભારતમાં નોંધાયેલી કોઈ કચેરી નથી આનાથી અત્યાર સુધી એવું બનતું કે, ઓફીશ્યલી રેકર્ડ ભારતમાં ન નોંધાતા આવી કંપનીઓ ટેકસમાંથી છટકી શકતી પરંતુ હવે, નોડલ ઓફીસર મુખ્ય ફરિયાદ નિવારણ અધિકારીની નિમણુંક અને એ પણ ફરજીયાત ભારતીય વ્યકિત જ હોવા જોઈએ, આ નવા નિયમથી ભારતમાં રેકર્ડ પર આવશે અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ટેકસ સ્ટ્રકચર લાગુ થશે.
સોશ્યલ મીડિયા જાયન્ટસ કંપનીઓ પર કઈ રીતે આ પધ્ધતિ લાગુ કરવીએ હાલ મોટો ગૂંચવણ ભર્યો પ્રશ્ર્ન છે. નવાનિયમો મુજબ અધિકારીઓની નિમણુંક થશે તો તેની કાયમી કચેરી ભારતમાં સ્થપાશે. સરકાર સાથે સંપર્કમાં આવશે, અત્યાર સુધી સોશ્યલ મીડિયા જાયન્ટસ કંપનીઓ ભારતમાં કરપાત્ર હાજરી ધરાવતા ન હતા પરંતુ હવે, નવાનિયમો લાગુ થતા આ શકય બનશે.