આરટીઓ દ્વારા તાજેતરમાં જ જીજે-૦૩-એમસી વાહનની સિરીઝ લોન્ચ કરવામાં આવી છે. જેમાં મનપસંદ નંબર મેળવવા માટે લોકો મોટી રકમ ચૂકવી રહ્યા છે. તો એમસી સિરીઝમાં પણ હરાજીમાં ૧ નંબર રૂ.૧.૩૭ લાખમાં વેચાયો હતો. તો બીજી તરફ આર્ટીઓને આ સિરીઝમાં કુલ રૂ.૩૩ લાખની કમાણી થઈ હોવાનું સામે આવ્યું છે.

ટુ વ્હીલરમાં સૌથી વધુ મનપસંદ નંબર મેળવવા માટે અરજદારોનો ધસારો રહે છે. પરંતુ એક જ નંબરની સૌથી વધુ આવક ફોર વ્હીલની સીરીઝમાંથી જ આરટીઓને થાય છે. આ નવી સીરીઝના ઈ-ઓકશનમાં ૯૧૩ નંબર માટે બોલી લગાવવામાં આવી હતી. જેમાં આરટીઓ વિભાગને રૂ.૩૩ લાખની આવક થઈ છે. આરટીઓ દ્વારા જાહેર કરાયેલા ઈ-ઓક્શનના પરિણામમાં સૌથી વધુ રકમ ૦૦૦૧ નંબરની રૂ. ૧.૩૭ લાખ થઇ હતી. જયારે ૦૦૪૭ નંબરના રૂ.૧.૦૧ લાખની આવક થઇ છે. રાજકોટમાં જયારે ટુ વ્હીલર કે ફોર વ્હીલરની નવી સિરિઝ ખૂલે ત્યારે નંબરના શોખીનો પોતાના વાહનોમાં મનગમતા નંબર લેવા માટે મોટી રકમ ખર્ચતા પાછીપાની કરતા નથી.

તો અન્ય નંબરમાં ૦૦૦૨ નંબરના રૂ.૫૧,૫૦૦, ૦૦૦૫ના રૂ.૪૮,૦૦૦, ૦૦૦૭ નંબરના રૂ. ૮૬,૦૦૦, ૦૦૦૯ નંબરના રૂ. ૬૩,૦૦૦, ૦૦૧૧ નંબરના રૂ. ૩૦,૦૦૦, ૦૦૧૨ નંબરના રૂ. ૪૫,૦૦૦, ૦૦૨૧ નંબરના રૂ. ૪૬,૦૦૦, ૦૦૪૪ નંબરના રૂ. ૪૪,૦૦૦, ૦૦૫૫ નંબરના રૂ. ૬૦,૦૦૦, ૦૧૧૧ નંબરના ૩૯,૦૦૦, ૧૧૧૧ નંબરના ૬૦,૦૦૦ની આવક થઇ છે. રાજકોટ આરટીઓના ટુ વ્હીલર માટેની સિરીઝ જીજે-૦૩-એમસી સિરીઝની કુલ રૂ.૩૩ લાખની આવક થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.