જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના પહાડી રાજયનાં કાલથી ચાર દિવસ ભારે બરફ વર્ષાની સંભાવના: ગુજરાતમાં 30 કે 31મીથી કાતીલ ઠંડીનો દોર: સોમ-મંગળ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી
ઝાંકળ વર્ષાના કારણે સૌરાષ્ટ્રવાસીઓને છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીમાં થોડી રાહત મળી છે આજે આકાશમાંથી ધુમ્મસનું આવરણ હપ્તાની સાથે જ લધુતમ તાપમાનનો પારો થોડો પટકાયો હતો દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર તળે આવતીકાલથી સતત ચાર દિવસ સુધી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહીત દેશના ઉતરાય પહાડી રાજયમાં જોરદાર બરફ વર્ષા પડવાની સંભાવના રહેલી છે.
જેની અસર તળે આગાહી 30મી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયનાં કાતીલ ઠંડીનો નવો રાઉન્ડ આવશે સતત પાંચ દિવસ સુધી હાજી ગગડાવતી ઠંડી પડશે. મોટાભાગના શહેરોમાં લધુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચી જાય તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. દરમિયાન આગામી સોમવાર અને મંગળવારે ઉતર ગુજરાતમાં કમૌસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર આવતીકાલથી 30મી ડીસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર તળે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ સહીતના ઉતર ભારતના પહાળી રાજયોમાં અમુક સ્થળે મઘ્ય તો અમુક સ્થળે અતિ ભારે બરફ વર્ષા પડવાની સંભાવના રહેલી છે. જેની અસર 30મી થી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં વર્તાયા લાગશે અને કાતીલ ઠંડીનો નવો રાઉન્ડ શરુ થશે. 30 ડીસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી રાજયમાં હાડા ગગડાવતી ઠંડીનો નવો રાઉન્ડ આવશે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં લધુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચી જશે જો ઉતર ભારતના રાજયમાં બરફ વર્ષા ચાર દિવસ બાદ પણ યથાવત રહેશે તો સૌરાષ્ટ્રમાં ઠંડીનો બીજો રાઉન્ડ લંબાઇ શકે તેમ છે.
દરમિયાન બે દિવસ જોરદાર ઝાંકળ વર્ષા બાદ આજથી ઝાંકળનું આવરણ હપ્તાની સાથે સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વઘ્યું છે. આજે રાજકોટમાં લધુતમ તાપમાનનો પારો એક ડીગ્રી સુધી નીચો પટકાયો હતો. આજે રાજકોટનું લધુતમ તાપમાન 16.6 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા અને પવનની સરેરાશ ઝડપ 6 કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. આજે સવારે થોડી ધુમ્મસ જોવા મળી હતી. આજે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરીમાં તાપમાનનો પારો નીચો આપતા ઠંડીનું જોર વઘ્યું છે.
દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે આગામી સોમવાર અને મંગળવારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસ કાંઠામાં કમૌસમી વરસાદની આગાહી આપવામાં આવી છે ભર શિયાળે ત્રીજીવાર કમૌસમી વરસાદના કારણે ખેડુતોની માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે.