૧લી મે ગુજરાત સ્થાપના દિનની ઉજવણીનાં ભાગરૂપે પાંચ પ્રકલ્પોનો અમલ યુનિવર્સિટી સ્થિત ભવનો અને સંલગ્ન તમામ કોલેજોમાં કરવામાં આવશે: મેહુલ રૂપાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૧લી મે ૨૦૧૯નાં રોજ ગુજરાત સ્થાપનાં દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભવનો અને સંલગ્ન તમામ કોલેજોમાં નૂતન પાંચ પ્રકલ્પો કાર્યરત કરવામાં આવશે. આ પ્રકલ્પોનાં કોર્ડીનેટર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યો અને ડિન ડો.મેહુલભાઈ રૂપાણી કાર્યરત રહેશે.
આ પાંચ પ્રકલ્પોમાં સૌપ્રથમ ભવનો અને સંલગ્ન તમામ કોલેજોમાં કલાસ રૂમ ટીચીંગ વધે તેવા પ્રયત્નો હાથ ધરાશે. ત્યારબાદ મોરલ વેલ્યુઝ પર વ્યાખયાન અને સેમીનારનું આયોજન કરવામાં આવશે. વર્ષમાં બે સ્પોર્ટસ એકટીવીટીઝનું આયોજન કરવામાં આવશે. પ્લાસ્ટીક ફ્રી કેમ્પસ અને પાંચમું વ્યસનમુકિત પ્રોગ્રામ હાથ ધરવામાં આવશે.
આ પાંચ પ્રકલ્પો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં તમામ ભવનો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં કાર્યરત કરવામાં આવશે અને આ પ્રકલ્પોનાં કો-ઓર્ડીનેટર તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અને સાયન્સ ફેકલ્ટીનાં ડીન ડો.મેહુલભાઈ રૂપાણી કાર્યરત રહેનાર છે.
આ પ્રકલ્પોને સફળ બનાવવાં માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતીનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ ‚પાણી, ડો.ભાવિનભાઈ કોઠારી, ડો.નેહલભાઈ શુકલ, ડો.ગીરીશ ભીમાણી, ડો.ભરતભાઈ રામાનુજ, ડો.વિજયભાઈ પટેલ, ડો.વિમલભાઈ પરમાર, ડો.અનિરુઘ્ધસિંહ પઢીયાર, ડો.પ્રફુલ્લાબેન રાવલ, ડો.ધરમ કાંબલીયા, ડો.પ્રવિણસિંહ ચૌહાણ, ડો.ભરતભાઈ વેકરીયા અને ડો.હરદેવસિંહ જાડેજા કાર્યરત રહેનાર છે