આ ફિલ્ડથી ચાલુ વર્ષ ઉત્પાદનનો પ્રથમ જથ્થો મળશે
ભારતના પૂર્વકિનારે આવેલા KG-D6 બ્લોક (કેજી-ડીડબલ્યુએન -૯૮/૩)ના D1/D3 ફિલ્ડથી આયોજિત રીતે ઉત્પાદન બંધ કરી દીધું છે એવી પુષ્ટિઆર આઈએલ-બીપી સંયુક્ત સાહસ દ્વારા આજે કરવામાં આવી છે.ઉ૧/ઉ૩ ફિલ્ડ દેશનું સૌપ્રથમ ડીપવોટર ગેસ ફિલ્ડ હતું જેમાંથી એપ્રિલ ૨૦૦૯માં ગેસનું ઉત્પાદન શરુ કરાયું હતું. વર્ષ ૨૦૧૫માં પ્રેશર અને પાણી આવી જવાના કારણોસર ઉત્પાદન બંધ કર્યું હોત પણ આરઆઈએલ-બીપી સંયુક્ત સાહસ દ્વારા D1/D3 ફિલ્ડથી ઉત્પાદનને આગળ વધારવા સફળતાપૂર્વક કામ કરવામાં આવ્યું છે. ઇનોવેશન અને નવા જ પ્રકારના ઉપાયો દ્વારા, ફિલ્ડનું આયુષ્ય લગભગ પાંચ વર્ષ, ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યું, જેના લીધે ફિલ્ડમાંથી મહત્તમ ઉત્પાદન પુન: પ્રાપ્ય થઇ શક્યું.
KG D6 બ્લોકમાં કુલ ૩ લાખ કરોડ કયૂબિકફીટને સમકક્ષ જથ્થો નીકળ્યો હતો, જેના લીધે એનર્જીની આયાતમાં ૩૦ અબજ ડોલરની બચત થઇ હતી. આ ક્ષેત્રોએ ઓપરેશન કામગીરીના સંદર્ભમાં પણ ઘણા વૈશ્વિક બેંચમાર્ક સ્થાપ્યા છે જેમાં ૯૯.૯%અપ ટાઇમ સહિત અને ૧૦૦% કોઈપણ ઘટના મુક્ત કામગીરી સામેલ છે. આ સંયુક્ત સાહસે ત્રણ પ્રોજેક્ટ – છ ક્લસ્ટર, સેટેલાઇટ ક્લસ્ટર અને MJ ફિલ્ડ્સમાં રહેલા રિઝર્વમાંથી ૩ ટ્રિલિયન કયૂબિકફીટને સમકક્ષ જથ્થાના ઉત્પાદન માટે ૫ અબજ ડોલર (રૂ.૩૫,૦૦૦ કરોડ)ના રોકાણનો વાયદો કર્યો છે. આ પ્રોજેક્ટ્સ હાલના ગેસ ઉત્પાદનની માળખાકીય સુવિધાઓનો ઉપયોગ કરશે.વધુમાં, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુસંગત વિસ્તારો માંથી થતી કોઈપણ શોધના વિકાસ કેન્દ્ર તરીકે કાર્ય કરી શકે છે. આ ફિલ્ડમાંથી ગેસનો પ્રથમ જથ્થો ૨૦૨૦ના મધ્યમાં અપેક્ષિત છે. આ ત્રણ ફિલ્ડમાંથી મહત્તમ ઉત્પાદન દરરોજ ૧ બીસીએફઇ(BCFe) સુધી પહોંચવાની અપેક્ષા છે, જે ભારતની માંગના આશરે ૧૫% જેટલું છે.