ગુલાબી આંખે જો તેરી દેખી શરાબી યે દિલ હો ગયા…

હિંદી સિનેમાની શિકલ બદલાઇ ગઇ છે. સ્ટોરી મ્યુઝિક બધું જ રીમેક ને રીમિકસ થવા માંડયું છે. આને હિંદી સિનેમા અર્થાત બોલીવુડે નવું કલેવર (ફલેવર) ધારણ કર્યુ કહી શકાય. હવે દર ત્રીજી ફિલ્મ મહિલા સશકિતકરણની વાત લઇને આવે છે.

પરિવર્તન એ સૃષ્ટ્રિનો નિયમ છે. જુનું વિદાય લે અને તેના સ્થાને નવું આવે, અત્યારે સોનાક્ષી સિંહાની ફિલ્મ નૂર (આગામી શુક્રવારે રીલીઝ થશે) નું ગીત ગુલાબી આંખે જો તેરી દેખી શરાબી યે દિલ હો ગયા ધુન માચવી રહ્યું છે. ઓરીજીનલી ગીત મોહમ્મદ રફીએ ગાયું છે. પરંતુ તેનું રીમીકસ વર્ઝન સોનુ નિગમના અવાજમાં છે.

હમણાં હમણાં કિશોર કુમારના ગીતોના લગભગ એકાદ ડઝન રીમીકસ વર્ઝન બોલીવૂડ ફિલ્મોમાં આવી ગયા. બાય ધ વે જયારે પ્લે બેક સિંગર શાન (મુખરજી) સ્ટ્રગલ કરતો હતો ત્યારે તેણે કિશોર કુમારનું ગીત દિલ કયા કરે જબ કીસી સે કિસી કો પ્યાર હો જાયે નું રિમીકસ ગાયું હતું. આ વિડીયો આલ્બમ ત્યારે હીટ રહ્યો હતો. ત્યારબાદ ફરી આ જ ગીતનું રીમિકસ વર્ઝન તાજેતરમાં રીલીઝ થયેલી હૃતિક રોશન- યામી ગૌતમની ફિલ્બ કાબિલમાં ઝુબિન નૌટિયાલે ગાયું,

જો કે આ ગીતનું રીમિકસ વર્ઝન શાનના અવાજમાં વધુ જામે છે.

આ તો થઇ રીમીકસ ગીતોની વાત હવે ફિલ્મની વિશે જોઇએ. હજુ ગયા શુક્રવારે રીલીઝ થયેલી વિઘા બાલમની ફિલ્મ બેગમજાન બંગાળી ફિલ્મની રીમેક છે. મોટાભાગે દક્ષિણ ભારતની ફિલ્મોની જ રીમેક બને છે એવું નથી હોલીવુડ ફિલ્મો અને ગુજરાતી નાટકોને એડોપ્ટ કરીને પણ ફિલ્મ બની છે.

જેમાં આંખે (અમિતાભ બચ્ચન) ફિલ્મ ગુજરાતી નાટક આંધળો પાટો પરથી બની હતી. ફિલ્મ ઓહ માય ગોડ (પરેશ રાવલ, અક્ષય કુમાર) ગુજરાતી નાટક કૃષ્ણ વર્સીસ કનૈયા પરથી બની હતી.

આમીર ખાનની સુપર હીટ મૂવી ગજિની, અક્ષયકુમારની રાઉડી રાઠોડ, સલમાન ખાનની વોન્ટેડ, વિગેરે સાઉથની સફળ ફિલ્મોની રીમેક હતી. આટલું જ નહીં થ્રી ઇડિયટસ, ટુ સ્ટેટસ, વિગેરે ફિલ્મો ચેતન ભગતની નોવેલ પરથી બની છે. જોહન અબ્રાહમની ફિલ્મ રોકી હેન્ડસમ તો વળી એક કોરીયન ફિલ્મની રીમેક હતી. ચેતન ભગતની જ નોવેલ હાફ ગર્લ ફ્રેન્ડ પરથી પણ ફિલ્મ આવી રહી છે. જેમાં શ્રઘ્ધા કપુર અને અર્જુન કપુર લીડ રોલમાં છે.

વાહ, દિલીપ સા બ ફેસબુક પર: આનંદ કે આશ્ર્ચર્ય?!

યુસુફ ખાન ઉર્ફે દિલીપકુમાર ઉર્ફે દીલીપ સા બ ફેસબુક પર આવી ગયા આ ન્યુઝ આનંદ સાથે આશ્ર્ચર્ય જગાવે છે. કેમ કે, દિલીપકુમાર આમ તો સાજા નરવા છે પરંતુ તેઓ કોઇને ઓળખી ય શકતા નથી. તેઓ રોજીંદી અંગત ક્રિયાઓ પણ કોઇની સહાય વિના કરી શકતા નથી.પરંતુ હિંદી સિનેમાના આ સૌથી વયસ્ક અભિનેતા ફેસબુક પર આવી ગયા તે એક ટીમ તેમનું એફ.બી. એકાઉન્ટ અપડેટ રાખે છે. દિલીપકુમારની ફેસબુક એકાઉન્ટ પર તેમની વર્તમાન તબીયતને લગતી જાણકારી ઉપરાંત રજેરજની માહીતી જોવા વાંચવા મળી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.