કોવિડ ઓપીડીમાં કોપોરેશનના આરોગ્ય અધિકારીઓ અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ બેસશે: આરોગ્ય સચિવ જયંતિ રવિની સૂચનાથી નવી ત્રણ કેસ બારી પણ શરૂ કરાઇ: સુક્ષા માટે વધારાના પાંચ નિવૃત આર્મીમેન મુકાયા
સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના ક્ધટોલ કરવા માટે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિ અને અમદાવાદના ૧૦ તબીબની ટીમને રાજકોટ દોડીવાયા છે. દરરોજ મ્યુનિસિપલ કોપોરેશન તંત્ર, કલેકટર તંત્ર, સિવિલ હોસ્પિટલ તંત્ર અને જીલ્લા આરોગ્ય તંત્ર વાહકો સાથે બેઠક યોજી તાકીદે પગલા લેવડાવી રહ્યા છે. ‘અનલોક-૪’માં છુટછાટો જાહેર થતા કોરોના સંક્રમણ વધશે તેવા ભયથી હોસ્પિટલમાં બેટ, વેન્ટીલેટર, તબીબોની સુવિધા વધારી દેવાઇ છે.
હાલ સિવિલના કોવિડના એન્ટ્રી ગેઇટ સામે જ વિશાળ ડોમ ઉભો કરીને ત્યા જ નવી ઓપીડી આજથી ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં નવા દર્દીઓનું પરિક્ષણ કરાશે અને જો પોઝેટિવ આવ્યો તો પ્રાથમિક લક્ષણો જણાશે તો સીધા સમરસ હોસિપટલમાં મોકલવામાં આવશે.
છેલ્લા પાંચ દીવસથી આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ કોવિડની વારવાર મુલાકાત લઇ જરૂરી સૂચનો આપવાની ખુટતી સુવિધાઓની પણ નોંધ પણ લીધી છે. ઓપીડી એક જ હોઇ અને કેસ બારી પણ એક જ હોઇ વધારાની ઓપીડી કોવિડ સેન્ટરના મુખ્ય એન્ટી ગેઇટ બહાર વિશાળ ખાલી જગ્યામાં ચાલુ થઇ શકે કે કેમ? તેની માહીતી મેળવી હતી અને રાતોરાત ડોમ ઉભો કરી દેવામાં આવ્યો છે. બપોર બાદ નવી ઓપીડી પણ અહી જ શરૂ થશે.કોવિડમાં પહેલા એક જ કેસ બારી હતી તેની સંખ્યા પણ વધારીને ૩ કરી દેવામાં આવી છે. કોવિડ કેમ્પસમાં ઉભી કરાયેલી ઓપીડીમાં મ્યુનિસપલ કોપોરેશનના આરોગ્ય અધિકારીઓ તેમજ સિવિલના તબિબો અને લેબોરેટરી ટેકનિશિયન તથા આસીસ્ટન્ટ સહિતની ટીમ બેસશે. આ ટીમ નવા શંકાસ્પદ દર્દીઓની ચકાસણી કરી જરૂર જણાય તો ટેસ્ટ કરશે અને જો પોઝીટીવ આવે અને સાવ સામાન્ય લક્ષણ હોય કે લક્ષણો જ ન હોય તો ડાયરેયક સમરસ હોસિપટલમાં જ તે દર્દીને મોકલવામાં આવશે. એ પછી જરૂર જણાવે સિવિલના વોર્ડ માં તબદિલ કરાયા છે તેમાં દાખલ કરાશે. આ ઉપરાંત દર્દીઓની સુવિધા માટે બે નવી અને છ બહારથી મળી વધારાની એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. કોવિડ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થ્ા પણ સઘન બનાવવામાં આવી છે. સિકયુરીટીની ટીમ, પોલીસની ટીમ ઉપરાંત વધારાના પાંચ નિવૃત આર્મી મને પણ અહી ફરજ પર મુકવામાં આવ્યા છે. તબીબી અધિક્ષક ડો. પંકજ બુચ, એડી. સુપ્રીડન્ટ ડો. મુકેશ પટેલ, આર.એમ.ઓ. ડો. મહેન્દ્ર.સી. ચાવડાના અને તમામ ટીમો આરોગ્ય સચિવ જયંતી રવીના અને કલેકટરની દેખરેખ હેઠળ દર્દીઓને વધુને વધુ સુવિધા મળે અને દર્દીઓ વધુ સાજા થાય તે માટે સતન પ્રયત્નશીલ છે
તબીબોની ખેંચ દૂર કરવા જિલ્લામાંથી ૩૦ તબીબ બોલાવાયા
રાજકોટ સિવિલ હોસ્પિટલની કોવિડ કેર સેન્ટરમાં ૭૫૦ જેટલા દર્દીઓ અને અન્ય હોસ્પિટલમાં ૩૦૦ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સિવિલમાં જેટલા દર્દીઓ છે. તેની સામે તબિબિ સ્ટાફની ખેચ ઉભી થાય તે સ્વભાવિક છે. આ સંજોગોમાં આરોગ્ય સચિવ ડો. જયતિ રવિ સમક્ષ સિવિલ હોસ્પિટલના સતાધીશોને રજૂઆત કરતા તાકીદે અન્ય જીલ્લાઓમાંથી ૩૦ તબીબોને કોવિડ સેન્ટરમાં મુકવા આદેશ કર્યો છે. જે ઓર્ડરમાં ચાર ચીફ ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર પણ સામેલ છે. બહારથી તબિબોને બોલાવામાં આવ્યા છે તે મોટા ભાગે દશિણ ગુજરાતના છે. તથા કોરોના પણ ઘણો ક્ધટ્રોલમાં છે.