Abtak Media Google News

રાજકોટ શહેરનો ન્યારી 1 ડેમ ઓવરફ્લો

ન્યારી 1 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા

આજી 1, ન્યારી 1 અને ભાદર 1માં વરસાદના કારણે નવા નીરની આવક

રાજકોટમાં અવિરત મેઘમહેરને કારણે રાજકોટના શહેરીજનોને પાણી પુરતું પડતા જળાશયો આજી 1, ન્યારી 1 અને ભાદર 1માં નવા નીરની આવક થયી છે. ત્યારે ન્યારી 1 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા આવ્યા છે. ન્યારી 1 ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં વરસાદથી રાજકોટ શહેરનો ન્યારી 1 ડેમ ઓવરફ્લો થયો છે. ન્યારી ડેમના દરવાજા ખોલતા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. તો આ તકે મેયર પ્રદીપ ડવએ જણાવ્યું હતું કે શહેરને પીવાનું પાણી પૂરું પાડનારા ત્રણેય જળાશયોમાં નવા નીરની આવક થયી છે. આજી 1, ન્યારી 1 અને ભાદર 1માં વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે. આજી 1ની સપાટી 25 ફૂટ પર પહોંચી, ઓવરફ્લો થવાને આડે 4 ફૂટ બાકી છે. ન્યારી 1ની સપાટી 24 ફૂટ પર પહોંચી, ઓવરફ્લો થવાને આડે 1.10 ફૂટ બાકી છે. ભાદર 1ની સપાટી 26.80 ફૂટ પર પહોંચી, ઓવરફ્લો થવાને આડે 7.20 ફૂટ બાકી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.