રાજયનાં નવા 842 કેસ નોંધાયા: શહેરી વિસ્તારોમાં સતત વધતુ સંક્રમણ: 598 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

તહેવારોની સિઝન શરુ થઇ રહી છે ત્યારે રાજયનાં કોરોનાની સંભવિત ચોથી લહેર જાણે શરુ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાના નવા કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે મૃત્યુ દર નહિવત છે અને દર્દીઓને હોસ્પિટલમાં પણ દાખલ કરવાની આવશ્યકતા ખુબ જ ઓછી રહે છે જે સૌથી મોટી રાહત છે. દરમિયાન કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હોય લોકોને બુસ્ટર ડોઝ આપવા માટે વેકિસનેશનની ઝુંબેશને વધુ વેગવાન બનાવવા રાજય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા 842 કેસ નોંધાયા હતા જેની સામે 598 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા હતા. કોરોનાથી રવિવારે એકપણ વ્યકિતનું મોત નિપજયું ન હતું. હાલ રાજયમાં 5714 એકિટવ કેસ છે જે પૈકી 8 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 5706 દર્દીઓની હાલત સ્થીર છે. અત્યાર સુધીમાં 10960 વ્યકિતઓના કોવિડથી મોત નિપજયા  છે. ગઇકાલે રવિવારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નવા 244 કેસ, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં નવા 68 કેસ, સુરત કોર્પોરેશનમાં 4ર કેસ, રાજકોટ કોર્પોરેશનમાં ર6 કેસ, ભાવનગર કોર્પોરેશનમાં ર4 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં રર કેસ, જામનગર કોર્પોરેશનમાં પ કેસ અને જુનાગઢ કોર્પોરેશનમાં નવો એક સહીત શહેરી વિસ્તારમાં નવા 433 કેસ નોંધાયા છે.

જયારે મહેસાણા જીલ્લામાં 106 કેસ, ગાંધીનગર જીલ્લામાં 39 કેસ, સુરત જીલ્લામાં 38 કેસ, કચ્છ જીલ્લામાં 33 કેસ, પાટણજીલ્લામાં ર9 કેસ, બનાસકાંઠા જીલ્લામાં ર3 કેસ, આણંદ  જીલ્લામાં 18 કેસ, અમરેલી જીલ્લામાં 17 કેસ, વડોદરા જીલ્લામાં 17 કેસ, પોરબંદર જીલ્લામાં 13 કેસ, નવસારી જીલ્લામાં 1ર કેસ, ખેડા અને રાજકોટ જીલ્લામાં 7 કેસ, અમદાવાદ જીલ્લામાં 6 કેસ, સુરેન્દ્રનગર જીલ્લામાં નવા 6 કેસ, વલસાડ જીલ્લામાં 6 કેસ, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં  પ કેસ, મોરબી જીલ્લામાં પ કેસ, તાણી જીલ્લામાં 3 કેસ, અરવલ્લી જીલ્લામાં બે કેસ, ભાવનગર જીલ્લામાં બે કેસ, ગીર સોમનાથ જીલ્લામાં ર કેસ, પંચ મહાલ જીલ્લામાં બે કેસ, જયારે મહિસાગર અને સાબરકાંઠા જીલ્લામાં નવા એક એક કેસ નોંધાયા છે.રાજયમાં તહેવારોની સિઝન શરુ થઇ રહી છે ત્યારે કોરોનાનો પ્રકોપ ફરી વધતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.