મેડિકલ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનો સમન્વય અનેક નવજાતોના જીવ બચાવશે
દાયકાઓ પહેલા નવજાત શિશુઓ કમળા સહિતના રોગચાળાના કારણે મોતને ભેટતા હોય તેવા અનેક કિસ્સા જોવા મળતા હતા. પરંતુ ત્યારબાદ મેડિકલ ક્ષેત્રે થયેલા આવીસ્કારોએ આ મોતનું પ્રમાણ ઘટાડી દીધું છે. હવે મેડિકલ ક્ષેત્ર સાથે ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સના સમન્વયે કમળાના નિદાન-સારવારમાં અનેક આવિસ્કારો થયા છે. પરિણામે શિશુઓના મોતની સંખ્યા એકદમ ઓછી થઈ ગઈ છે. આવી સ્થિતિ હવે બાળકોમાં કમળાની તપાસ માટે મોબાઈલ એપ આવી જતા નિદાનની પ્રક્રિયા વધુ સરળ બની ચૂકી હોવાનું ફલીત થાય છે.
૨૧મી સદીના વિશ્વમાં માનવ સમાજની સેવા સુરક્ષા અને વિકાસ માટે વધતા જતાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ “એ આઇએ હવે તબીબો ની ભૂમિકા પણ અદા કરવા માટે સક્ષમ બન્યા છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ હાથ ધરેલા આવિષ્કાર માં નવજાત બાળકોની કમળાની તપાસ માટે સ્માર્ટફોનની એક એપ્લીકેશન બનાવવામાં આવી છે ,આ એપ્લિકેશનથી નવજાત બાળકોની કમળાની તપાસ સાવ ઘરગથ્થુ, સરળતાથી અને સસ્તામાં કમળાની તપાસ કરવાનો રસ્તો આસાન બની ગયો હોવાનું વૈજ્ઞાનિકો એ સોમવારે જાહેર કર્યું હતું.
વિશ્વમાં કમળાના કારણે બાળકોના મૃત્યુની સમસ્યા ખૂબજ ગંભીર રીતે માનવ સમાજ માટે પડકારરૂપ બની રહી છે ,દક્ષિણ એશિયા અને સહારા અને આફ્રિકાના દેશોમાં ચોથા ભાગના બાળ મૃત્યુ કમળાના કારણે થતા હોવાનું લન્ડન કોલેજ યુનિવર્સિટી ના અભ્યાસમાં સંશોધકોએ તારણ મેળવ્યું હતું આ એપ્લિકેશન ગરીબ દેશોના પ્રદેશોમાં બાળ આરોગ્યની જાળવણી અને મૃત્યુ દર ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી થશે.
યુસી એલના મેડિકલ ફિઝિક્સ બાયોમેડિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રવક્તા ટ્રેઈન એ આઅંગે જણાવ્યું હતું કે અમારી સ્માર્ટફોન આધારિત આ પદ્ધતિ ગંભીર પરિસ્થિતિ ના નિદાન મા દર્દીઓની ઓળખ મેળવવામાં અને કોઈ દુર્લક્ષતા નહીં રહે અમે માનીએ છીએ કે આ પદ્ધતિ એક મોબાઇલ એપ્લિકેશન તરીકે નિર્માણ કરીને કમળાથી થતાં મૃત્યુનો વિશ્વવ્યાપી સમસ્યાનો ઉકેલ લાવી શકાશે.