ત્રણેય કોલેજ બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી રૂા.૫૨૮ કરોડ અને રાજ્ય સરકાર તરફથી રૂા.૩૯૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે

ગુજરાતમાં પ્રજાજનોને સારી આરોગ્ય સુવિધા મળે અને મેડિકલમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા વિર્દ્યાથીઓને વધુ તક મળે તે માટે નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લાઓમાં નવી મેડિકલ કોલેજ સ્પાશે. આ માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત આ ત્રણેય જિલ્લામાં મેડિકલ કોલેજ ચાલુ કરી શકાય તે માટે હયાત હોસ્પિટલનું અપગ્રેડેશન કરવા માટે રૂા.૩૨૫ કરોડનો ખર્ચ કરવામાં આવશે અને મેડિકલ કોલેજની સપના કરવામાં આવશે. આ ત્રણેય કોલેજ બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફી રૂા.૫૨૮ કરોડ અને રાજ્ય સરકાર તરફી રૂા.૩૯૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આમ કુલ મળી રૂા.૯૭૫ કરોડનો ખર્ચ કરી આ કોલેજોને વિકસાવવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રજાજનોને આરોગ્ય સવલતો વધે તેમજ ઘર આંગણે તબીબી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે અનેકવિધ પગલા  લીધા છે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા ૭૫ જિલ્લાઓ કે જ્યાં મેડિકલ કોલેજો ની તે માટે દરખાસ્તો મંગાવાઈ છે. તેમાં ગુજરાતના ૫ જિલ્લાઓની પસંદગી થઈ છે. તે પૈકી રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર ખાતે નવી મેડિકલ કોલેજ સપવા માટે કેન્દ્ર સરકારમાં દરખાસ્ત કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને અદ્યતન સારવાર ઘર આંગણે ઉપલબ્ધ થાય તે રાજ્ય સરકારની પ્રામિકતા રહી છે ત્યારે આ નવી કોલેજાના નિર્માણી નાગરિકોને વધુ સારી સવલતો પ્રાપ્ત થશે અને તબીબી શિક્ષકોની બેઠકો પણ વધશે.

કેન્દ્ર સરકારે રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજની એમબીબીએસની સીટોમાં વધારો કરવા અંગેની યોજના અમલમાં મુકી છે જેનો લાભ લઈ ગુજરાત સરકારે એમબીબીએસની બેઠકો વધારવા માટે નવી કોલેજના નિર્માણ માટે દરખાસ્તો નિર્ણય કર્યો છે. રાજ્યમાં નિર્માણ નાર આ કોલેજોમાં કોલેજ દીઠ રૂા.૩૨૫ કરોડ ખર્ચ થશે. જેમાં ભારત સરકારના ૬૦ ટકા લેખે રૂા.૧૯૫ કરોડ થતા રાજ્ય સરકારના ૪૦ ટકા લેખે રૂા.૧૩૫ કરોડ મળી કુલ ૩ કોલેજો રૂા.૯૭૫ કરોડના ખર્ચે ગુજરાતમાં સ્પાશે જેમાં હયાત હોસ્પિટલોની અપગ્રેડેશન કરીને ખુટતા સાધનો તથા મેડિકલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના ધારા ધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવી પ્રથમ તબકકે ૩૦૦ બેડ અને ૫૦૦ બેડની સુવિધાવાળી હોસ્પિટલનું નિર્માણ થશે. આ કોલેજોમાં પ્રમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ રાજ્યના ૩૩ જિલ્લાઓ પૈકી ૧૯ જિલ્લામાં ૨૯ મેડિકલ કોલેજ કાર્યરત છે. રાજ્યમાં આ ૫૦૦ બેઠકોનો વધારો થતાં હવે અંદાજીત ૬૦૦૦થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાજ્ય સરકાર એમઓયુ કરશે. નિતીન પટેલે વધુમાં ઉમેયું હતુ કે રાજયમાં નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે, નવસારી જિલ્લામાં નવસારી ખાતે તથા પોરબંદર જિલ્લાના પોરબંદર ખાતે કુલ ત્રણ નવી મેડિકલ કોલેજ માટે હૈયાત હોસ્પિટલના માળખા – વ્યવસ્થાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ સૈધાંતિક મંજુરી મળી. રાજય સરકારની બ્રાઉડ ફિલ્ડ નિતી અન્વયે કોઈ સંસ્થા આ ત્રણ જિલ્લાઓ પૈકી કોઈપણ જગ્યાએ મેડિકલ કોલેજ બનાવવાની મંજુરી માંગે તો તેને અગ્રિમતા આપવામાં આવશે. આ માટે રાજય સરકાર કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લેવા માટે એમઓયુ પણ કરશે. હવે ગુજરાત રાજયમાં તબીબી શિક્ષણ માટે વિદ્યાર્થીઓને વધુને વધુ તક પ્રાપ્ત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.