નવા પદાધિકારીઓ સંભાળશે તેનો કારભાર
ગુજરાતની ચાર મહાનગર પાલિકાના મેયર, ડેપ્યુટી મેયરની ટર્મ પૂરી થતાં નવા મેયર અને ડેપ્યુટી મેયર જાહેર કરવામાં આવ્યા છે. સૌપ્રથમ સુરત મહાનગર પાલિકાના પદાધિકારીઓ જાહેર કરવામાવ્યા હતા.
આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના નવા મહિલા મેયર(new meyor) તરીકે નયના પેઢડીયાની વરણી થઈ છે. નવા ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજાનું(ટીકુંભાઈ) નામ જાહેર કરાયું છે. આ ઉપરાંત સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ દંડક તરીકે મનીષ રાડીયા અને શાસક નેતા તરીકે લીલુબેન જાદવને જવાબદારી સોંપાઈ છે.
સુરત મહાનગર પાલિકાના નવા મેયર (new meyor) તરીકે દક્ષેશ માવાણીની નિમણુક કરવામાં આવી છે, અને ડે.મેયર તરીકે નરેશ પાટીલનું નામ જાહેર કરાયું છે. આ ઉપરાંત સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલનું નામ જાહેર થયું છે.
ભાવનગર મહાનગર પાલિકાના પહેલા નાગરિક તરીકે ભરત બારડની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજીભાઇને જવાબદારી સોપવામાં આવી છે. તેમજ શાસક પક્ષના નેતા તરીકે કિશોરભાઈની પસંદગી કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકા નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે વિનોદ ખીમસુરીયાની વરણી કરાઇ છે. ડેપ્યુટી મેયરના પદ પર ક્રિષ્ના સોઢાનું નામ જાહેર કરવામાં આવ્યું તેમજ શાસક પક્ષના નેતા માટે આશિષ જોષી અને દંડક માટે કેતન નાખવાનું નામ જાહેર કરાયું છે.
નવા નિમાયેલા પદાધિકારીઓને નવા કરભારની જવાબદારીઓ સોપવામાં આવશે. જૂના પદાધિકારીઓની જવાબદારી અને કાર્યભાર 11 સપ્ટેમ્બરથી પૂર્ણ થયો છે.