ફ્રીમાં નિકળતા વાહન ચાલકોમાં ફફડાટ
રાજકોટ-પોરબંદર ધોરી માર્ગ પર આવેલ ડુમિયાણી ટોલ પ્લાઝા ઉપર નવું મેનેજમેન્ટ આવતા આવકમાં વધારો થતા સરકારને ફાયદો થશે. જ્યારે ફ્રી માં નિકળતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઉપલેટાના ડુમિયાણી ગામ પાસે આવેલ ટોલ પ્લાઝાના નવા મેનેજમેન્ટના આર.ટી.આઇ. એક્ટીવિસ્ટ મયુર સોલંકી તેમજ મેહુલ ચંદ્રવાડિયાએ જણાવેલ કે રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે ઉપર ધોરાજી-ઉપલેટા પાસે હુમિયાણી ટોલ પ્લાઝા ઉપર નવા મેનેજમેન્ટ આવતા છેલ્લા ઘણા સમય થયા કોમર્શિયલ અને નોન કોમર્શિયલ વાહનો ટોલ ભર્યા વગર જતા રહેતા હતા. આને કારણે વર્ષ સરકારી તીજોરીમાં કરોડો રૂપિયાનું નુકશાન જતું હતું. રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે ઘણો સુવિધાથી સજ્જ છે.
આગામી દિવસોમાં હજુ ઘણી સુવિધામાં વધારો થશે. આ સવલતો સરકાર દ્વારા આપણે મળવાપાત્ર છે પણ તેનું મૂલ્ય ચૂકવવું પણ આવશ્યક છે. જ્યારે આ ટોલ પ્લાઝાની 20 કિ.મી.ની ત્રિજ્યામાં આવતા ગામોના વાહન ચાલકોને નેશનલ હાઇવે ઓથોરિટી મુજબ મળતા લાભો પણ આપવામાં આવશે ત્યારે હાલ ભારત દેશ વિશ્વની મહાસત્તા બનવા જઇ રહ્યો છે ત્યારે આપે પણ તેમાં સહયોગ બની કોઇપણ જાતના વાદ-વિવાદ વગર ટોલ પ્લાઝાનું ફાસ્ટેંગ મેળવી તેમાંથી ટોલ ટેક્ષ ભરી સહભાગી બની શકશે.
ઘણી વખત ખોટી સમજ-ખોટી ઉશ્કેરાટથી ટોલ પ્લાઝાની ઓફિસોને નુકશાન પહોંચાડવામાં આવે છે અને તે સરકારને નુકશાન થાય છે ત્યારે સરકાર નિયમો મુજબ ટોલ પ્લાઝા ઉપર કાયદો હાથમાં લેવો કે ખોટા વિવાદ ઉભા કરી ટોલ ટેક્ષ ન ભરવો તે કાયદામાં ગુનાને પાત્ર છે. આમ છતાં જો કોઇ નાગરીક કાયદો હાથમાં લઇ ટોલ પ્લાઝા પર ગેરરિતી કે તોડફોડ કરશે તો તેની સામે પોલીસ અને પ્રશાસન પર વિશ્વાસ રાખી આવા નાગરિકો ઉપર યોગ્ય કાર્યવાહી કરવાની ફરજ પડશે.