દેશભરમાં પીએમ આવાસ યોજના લાગૂ છે. આ સ્કીમ અંતર્ગત અરજી કરનારા લોકોના નામ પસંદ કરીને નવી યાદીમાં નાખી દેવામાં આવે છે. ત્યારે આજ રોજ પીએમ આવાસ યોજનાનું શહેરીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો તમે પણ પીએમ આવાસ યોજના 2020 માટે અરજી કરી છે તો જલદીથી કરો ચેક આપનું નામ આ યોજનામાં છે કે નહીં !!

આ યોજના હેઠળ મેદાની વિસ્તાર માટે 1 લાખ 20 હજાર રૂપિયા અને પહાડી વિસ્તાર માટે 1 લાખ 30 હજાર રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે. દેશના લાખો લોકોએ અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ લીધો છે.

આ રીતે ચેક કરો પીએમ આવાસ યોજનાનું લીસ્ટ

સૌથી પહેલા પીએમ આવાસ યોજનાની વેબસાઈટ પર જાઓ.

આ પછી હોમ પેજ પર મેનુ સેક્શન પર જાઓ

આ પછી શોધ લાભાર્થી હેઠળ નામ દ્વારા શોધ પસંદ કરો
તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે

આમાં તમે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને Show ના બટન પર ક્લિક કરો.

આ પછી તમારી સ્ક્રીન પર લાભાર્થીઓની યાદી દેખાશે.
જો તમારી અરજી સ્વીકારવામાં આવે તો તમે તમારું નામ ચકાસી શકો છો

જો તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની નવી યાદી જોવા માંગતા હો, તો તમે આ લિંક પર https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx ક્લિક કરીને જોઈ શકો છો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.