વેન્ટિલેટર ચાર્જમાં 60%, ઓક્સિજનમાં 50%, સીટી સ્કેનમાં 15%નો નોંધપાત્ર ઘટાડો થતા દર્દીઓને થશે મોટી રાહત

વાસ્તવમાં આજના મોંઘવારીના  યુગમાં તબીબી સેવા રોજબરોજ મોંઘી થતી જોવા મળે છે પણ પંચનાથ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર અને કચ્છની જનતાનો પ્રચંડ પ્રતિસાદ મળતા જ તંત્ર દ્વારા ગરીબ પરિવારોને રાહત મળી શકે તે હેતુથી હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી અમુક સુવિધાઓ તથા સીટી સ્કેનના ચાર્જમા ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉલ્ટી ગંગા જેવા ઘાટથી અનેક લોકોના ચહેરા પર રાહત મળતાની સાથે સ્મિતની લહેર જોવા મળી રહી છે.

મૂળભૂત રીતે આ હોસ્પિટલની સ્થાપના શ્રી પંચનાથ નિદાન કેન્દ્ર તરીકે તા. 02/03/2003ના રોજ સાચા અર્થમાં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને રાહત દરે નિદાન અને સારવાર મળી રહે તે હેતુથી કરવામાં આવી હતી વાસ્તવમાં વર્તમાન સમયમાં 10મા વડાપાઉં પણ મળી શકતું નથી પણ શ્રી પંચનાથ હોસ્પિટલમાં છેલ્લા 18 માસમાં 8921થી વધુ દર્દીઓનુ ફક્ત રૂપિયા 10મા તાવ, શરદી, ઉધરસ, ટાઇફોઇડ, મેલેરિયા જેવા રોગોનુ નિદાન કરવામાં આવ્યું સાથોસાથ ત્રણ દિવસની દવા ટ્રસ્ટ તરફથી નિ:શુલ્ક આપવામાં આવી હોસ્પિટલના ટ્રસ્ટીઓ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારના સેવાકીય અભિગમ દાખવવામાં સફળ રહ્યા છે.

તદુપરાંત  વેન્ટિલેટરનો 24 કલાકનો  રૂપિયા 2500 ( બે હજાર પાંચસો ) ચાર્જ વસૂલવામાં આવતો તે તારીખ 11/07/2022થી રૂપિયા 1000 ( એક હજાર) કરવામાં આવેલ છે જે 60% જેટલી રાહત કરી આપવામાં આવેલ છે તેમજ 24 કલાકનો ઓક્સિજન આપવાનો ચાર્જ રૂ.1500 ( એક હજાર પાંચસો) હતો. તે રૂપિયા 750 (સાતસો પચાસ) કરવામાં આવ્યો જે 50% રાહત કરી આપવામાં આવેલ છે. વેન્ટિલેટર તથા મોનીટરના મશીન જર્મનીની  વિશ્ર્વ વિખ્યાત ડ્રેગરસેવીના કંપનીના મોડેલ દ્વારા સારવાર આપવામાં આવે છે.

સીટી સ્કેનના ચાર્જમા પણ ધટાડો કરવામાં આવ્યો છે જેમાં સીટી બ્રેઇન કોન્ટ્રાસ્ટ સીટી પી એન એસ કોન્ટ્રાસ્ટ સીટી એબડોમેન કોન્ટ્રાસ્ટ સીટી એબડોમેન+ પેલ્વિસ પ્લેઈન કોન્ટ્રાસ્ટ સીટી નેક. કોન્ટ્રાસ્ટ તથા  સીટી કેયુબી કોન્ટ્રાસ્ટ રૂપિયા 2300 માંથી 2000 સીટી એબડોમેન+ પેલ્વિસ કોન્ટ્રાસ્ટ 4500 માંથી 3750 સીટી પુલમોનરી એન્જીયોગ્રાફી  6000 માંથી 5000 તથા સીટી એચ આર સી ટી થોરેક્સ 1600 માંથી 1250 કરવામાં આવ્યો.શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત પ્રથમ એવી હોસ્પિટલ છે કે 12 બેડનો જનરલ વોર્ડ સંપૂર્ણપણે વાતાનુકૂલિત છે. આ વોર્ડમા સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર મેળવતા હોય છે તેનો ખ્યાલ રાખીને આપવામાં આવતી સુવિધાઓના ચાર્જમા 40 થી 50% જેટલી રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મેડિકલ ઓફિસરનો નો ચાર્જ રૂ.300 માંથી 150 નર્સિંગચાર્જ 200 માંથી 100 આર બી એસ 50 માંથી 25 મોનીટર તથા ઈન્ફયુઝન પંપનો ચાર્જ 150 માંથી 100 કરવામાં આવેલ છે.

શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ, મંત્રી મયુરભાઈ શાહ, કોષાધ્યક્ષ ડી વી મહેતા ટ્રસ્ટીઓ ડો. રવીરાજ ગુજરાતી, અનીલભાઈ દેસાઈ, વસંતભાઈ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નિરજભાઈ પાઠક, જૈમિનભાઈ જોષી, સંદીપભાઈ ડોડીયા, નિતીનભાઇ મણીયાર, નારણભાઈ લાલકીયા, મિતેષભાઇ વ્યાસ જેવા સેવાના ભેખધારીઓ ભવિષ્યમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને વધુ ને વધુ રાહત મળી શકે તે માટે સતત જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે પંકજ ચગ (9879570878) અથવા શ્રીમતી ધૃતિબેન ધડુકનો હોસ્પિટલ પર ( 3જા માળે) રૂબરૂમાં અન્યથા હોસ્પિટલના લેન્ડલાઇન નંબર 02812223249 2231215 પર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્રની અખબારી યાદીમા જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.