કાયદા મંત્રી, ચીફ જસ્ટીસ અને હાઇકોર્ટના જજ કાર્યક્રમમાં ઉ૫સ્થિત રહેશે
ગોંડલના ગુંદાળા ગ્રાઉન્ડ પાસે ૪૦ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ ન્યાય મંદીરનું ૧૧ ઓગષ્ટ, શનિવારના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ચીફ જસ્ટીસ આર.સુભાષ રેડી, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પરેશ ઉપાઘ્યાય તેમજ રાજયના કાનુન મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાોર્પણ કરવામાં આવશે.ભારતની આઝાદી પહેલા ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી દ્વારા ભારતના ન્યાય પ્રાણીલીની સ્થાપના થઇ હતી. આ ન્યાયાલય ૧૦૦ વર્ષ પૂરા કરી ચુકયું હોય અને જર્જરીત થઇ જતાં ૩ માળનું ૧પ કોર્ટના સમાવેશ ધરાવતું કોમ્પ્યુટરાઇઝડ ૪૦ કરોડના ખર્ચે ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી છે.
જેમાં હાલ બે સેસન્સ કોર્ટ: બે સીનીયર કોર્ટ તેમજ ત્રણ ફોજદારી કોર્ટ બેસશે. નવનિર્માણ ન્યાય મંદીર સીધા જ જેલ કનેકટ કરવામાં આવશે.
જેથી કેદીઓને કોર્ટે આવવા લઇ જવાની તકલીફ દુર થશે. અનેક સુવિધાઓ સાથે નવનિર્માણ કરેલા આ ન્યાય મંદીરમાં પ્રોકસો કોર્ટનો પણ સમાવેશ કરવામાં આવશે.