ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગેર કાનૂની અથવા વાંધાજનક કન્ટેન્ટ પર કન્ટ્રોલ કરવા માટે સરકારે નવા આઇટી નિયમો જાહેર કર્યા છે. નવા નિયમ મુજબ, સરકારના આદેશ બાદ કન્ટેન્ટને તેના પ્લેટફોર્મ પરથી જલ્દીથી દૂર કરવી પડશે. 25મી ફેબ્રુઆરીએ પસાર થયેલા નવા ઇન્ફર્મેશન ટેકનોલોજીના નિયમો અનુસાર, સોશિયલ પ્લેટફોર્મ દ્વારા સરકારના આદેશના મહત્તમ 36 કલાકની અંદર, સરકાર જે કન્ટેન્ટ સામે વાંધો ઉઠાવશે તેને દૂર કરવા પડશે. અગાઉ આ સમયમર્યાદા 72 કલાકની હતી. નવા નિયમ અનુસાર, ઇન્ફર્મેશન ટેકનોલોજી (ગાઈડેન્સ ફોર ઈન્ટરમીડિયારીઝ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ)ના નિયમો, 2021 હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓએ સત્તાના આદેશ પર 72 કલાકની અંદર તપાસ શરૂ કરવાની રહેશે.
સાથે કંનીઓને આ મામલે દરેક જરૂરી મદદ આપવામાં આવશે. નવા નિયમો અનુસાર, ફરિયાદ મળતાના 24 કલાકની અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સેક્સુઅલ એન્ટ તથા કન્ડક્ટ વાળા કન્ટેન્ટને હટાવવા પડશે.નવા નિયમ અનુસાર, આ નવા નિયમની સાથે ભારત પણ એવા દેશોની ગણતરીમાં આવી જેશે જે ફેસબુક,ટ્વિટર જેવી મોટી ટેક કંપનીઓના રેગ્લેશન કરી રહ્યું છે. સરકારે સોશિયલ મીડિયા પર ગેર કાનૂની તથા વાંધાજનક પોસ્ટને કન્ટ્રેલ કરવા માટે આઈટી નિયમોમાં બદલાવ કર્યા છે. આ નિયમ હેઠળ ટ્વિટર,ફેસબુક,ઈન્સ્ટાગ્રામ,વ્હોટ્સએપ અને ગૂગલ જેવા ઈન્ટરમીડિયારિઝનું સંચાલન થાય છે.
આંતરાષ્ટ્રીય સ્તર પર પણ ઘણા દેશોમાં 36 કલાકની અંદર ગેર કાનૂની કન્ટેન્ટને હટાવવાનો કાયદો છે. ઘણા પશ્ચિમી દેશોમાં એવા નિયમ પહેલાથી જ લાગુ છે.આટી એક્ટના સેક્શનને 79 હેઠળ ઈન્ટરમીડિયારીઝ ગાઈડલાઈન્સને એવા સમયે સુધારો કરવામાં આવી રહ્યો છે,જ્યારે સરકાર અંદર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગેરકાયદેસર સામગ્રી વધવાની ચિંતા છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ટરમીડિયારિઝ ગાઈડલાઈન્સ નિયમ 2011 હેઠળ સરકાર ઈચ્છ છે કે,સોશિયલ મીડિયા કંપનીઓ ગેર કાનૂની કન્ટેન્ટને પોતાના પ્લેટફોર્મમાંથી હટાવવા માટે વધુ જવાબદાર બને.
સરકારે OTT પ્લેટફોર્મ્સ પર કેન્ટેન્ટને લગતી નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. કેન્દ્રીય મંત્રી પ્રકેશ જાવડેકરે કહ્યું છે કે, OTT અને ડિજિટલ ન્યૂઝ મીડિયાએ તેમની વિગતો જાહેર કરવી પડશે. તેઓ માહિતી માંગવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવતા નથી. તેમણે કહ્યું કે OTT માટેની સામગ્રીને પોતાને વર્ગીકૃત કરવી પડશે – 13+, 16+ અને A કેટેગરીઝ. તેમણે કહ્યું કે પેરેંટલ લોકની વ્યવસ્થા ગોઠવવું પડશે અને ખાતરી કરવી પડશે કે, બાળકો તેને જોઈ રહ્યો તો નથી.
ટ્વિટર સાથે થયો હતો વિવાદ
જોકે ટ્વિટરની સાથે થયેલા વિદાથી નારાજ ભારત સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને નિયંત્રણમાં રાખવા માટે નવા નિયમો લાગુ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ભારતમાં પણ ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન કેટલાક ટ્વીટ કરવુંને સરકાર અશાંતિનું કારણ માની ટ્વિટરને તેમને હટાવવા અને એવા ટ્વિટર હેન્ડલ પ્રતિબંધત મુકવા આદેશ આપ્યો હતો. ટ્વિટરે વિભિન્ન નિયમોનો હવાલો આપી સરકારના આદેશને માનવાનો ઈનકાર કરી દીધો હતો.
શક્તિશાળી ટેક કંપનીઓને નિયંત્રિત કરવાના પ્રયત્નો દુનિયાભરમાં વિભિન્ન દેશો તરફથી કરવામાં આવી રહ્યો છે. ફેસબુકે ઓસ્ટ્રેલિયાના તમામ યુઝર્સ અને મીડિયા, પબ્લિશર્સ માટે ન્યૂઝ કન્ટેન્ટ શેર રિંગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ફેસબુકને તેના પ્લેટફોર્મ પર ઓસ્ટ્રેલિયામાં સમાચારો પર પ્રતિબંધ લગાવવા બદલ આખી દુનિયામાં ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
વેબ સિરીઝના કન્ટેન્ટ પર પણ નિયંત્રણ
સરકારે ઇન્ટરમીડિએટરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ તૈયાર કર્યા છે. આ નિયમોમાં ફેસબૂક-ટ્વીટર જેવી સોશિયલ મીડિયા કંપનીોની સાથે જ નેટફ્લિક્સ અને અમેઝોન પ્રાઇમ જેવા વેબ એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મની મનમાની પર પણ અંકુશ લગાવી શકાશે. નવા નિયમોમાં વેબ સીરિઝ કન્ટેન્ટની સાથે ઉંમર સંબંધી રેટિંગ અને સલાહ આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.