કર્ણાટક સરકારે નવી ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી ૨૦૨૦-૨૫ જાહેર કરી છે જે મુજબ આગામી પાંચ વર્ષમાં દેશમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કુલ ૬૦ લાખ રોજગારી ઉભી કરવામાં આવશે. તેની સાથે સાથે અનેકવિધ પ્રકારના ફેરફારો પણ અમલમાં મૂકીને વિદેશી રોકાણકારોને પણ લઈ આવવામાં આ નીતિ મહત્વપૂર્ણ ફાળો આપે તેવી શક્યતાઓ દર્શવવામાં આવી છે.
ગત લાંબા સમયથી ચાઈના સસ્તી પ્રોડક્ટ્સ માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે જેનું કારણ એ છે કે પ્રથમથી જ ચાઈના ઇન્ડસ્ટ્રીયલ પેટર્ન અને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ પર બહાર મુકતું આવ્યું છે. ચાઈનાએ અસંખ્ય પ્રોડક્ટ્સની મોનોપોલી પોતાના નામે કરી છે જેના કારણે તે સસ્તી પ્રોડક્સ્ટ વૈશ્વિક બજારમાં મુકવામાં સફળ રહ્યું છે. સાથે સાથે સતત રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરને મજબૂત બનાવતું આવ્યું છે. જેના કારણે સતત નવી નવી પ્રોડક્સ્ટનું સંશોધન થતું આવ્યું હોય નવીનતમ ટેકનોલોજીયુક્ત પ્રોડકશન કરવામાં ચાઈના ઉત્તરોતર સફળ રહ્યું છે.
કોરોનાને કારણે ચાઈનાએ સમગ્ર વિશ્વમાંથી વિશ્વસનીયતા ગુમાવી છે. જેના કારણે ભારતને ચાઈનાનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ બનીને બહાર આવવાની તક સાંપડી છે. પરંતુ ફક્ત વાત કરીને રાજીપો વ્યક્ત કરવાથી કામ નહીં બને તે વાતથી ભારતનું સૌથી મોટું આઇટી ક્લસ્ટર ધરાવતું કર્ણાટક રાજ્ય સમજી ગયું છે. કર્ણાટકે આઇટી ક્ષેત્રમાં નવી પોલિસી જાહેર કરી છે જેમાં આઈપી ક્રિએશન અને રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરને વધુ મજબૂત બનાવવું તેમજ દેશમાં ૬૦ લાખ રોજગારી ઉભી કરવી સહિતની બાબતોનો સમાવેશ કરાયો છે.
કર્ણાટકના મંત્રીમંડળે ગત ગુરુવારે ૨૦૨૦-૨૫ માટે નવી આઇટી (ઇન્ફર્મેશન ટેકનોલોજી) નીતિને મંજૂરી આપી છે, જેનો હેતુ રાજ્યમાં ૬૦ લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓ ઉભી કરવાનો છે. નીતિ આઇટી ઉદ્યોગને ટ્રિલિયન ડોલર ડિજિટલ અર્થવ્યવસ્થાના નિર્માણના દેશના લક્ષ્યમાં આશરે ૩૦ ટકા ફાળો આપી શકશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સરકારના મતે, નીતિ સુનિશ્ચિત કરશે કે નવીનતા અને તકનીકીમાં રાજ્ય પોતાનું નેતૃત્વ સ્થાન જાળવી રાખે. સરકારે જણાવ્યું હતું કે નીતિ સર્વગ્રાહી આર્થિક વિકાસ તરફ ગતિ ટકાવી રાખવામાં મદદ કરશે. સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને બેંગલુરુથી આગળ રોકાણ અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે માળખાગત સુવિધામાં વધારો સૂચવે છે. તે નવીનતાને પ્રોત્સાહન આપવા અને રોકાણ, વૈશ્વિક જોડાણ, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરને વિકસિત કરવું અને આઈપી બનાવટને પ્રોત્સાહન આપીને આગામી ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવાની હાકલ કરવામાં આવી છે. હાલની પહેલને મજબૂત કરીને અને ઉભરતી તકનીકીઓ માટે વ્યૂહાત્મક કૌશલ્ય દરમિયાનગીરી રજૂ કરીને કૌશલ્ય વૃદ્ધિને વેગ આપવા અને પ્રતિભાઓને બહાર લાવવામાં પણ આ નીતિ ખૂબ ઉપયોગી નીવડશે. ઉલ્લેખનીય ચેહ ક કર્ણાટક એ દેશનું આઈટી હબ છે અને તેની રાજધાની બેંગાલુરુ વિશ્વનો ચોથો સૌથી મોટો ટેકનોલોજી ક્લસ્ટર છે. કર્ણાટક વર્ષ ૧૯૯૭ માં આઇટી નીતિ ઘડનાર દેશનું તે પ્રથમ રાજ્ય પણ છે, જેણે ઉદ્યોગના વિકાસને વેગ આપ્યો. કર્ણાટકનો આઈટી ઉદ્યોગ સૌથી મોટો રોજગાર ઉત્પન્ન કરનારા ઉદ્યોગોમાંથી એક તરીકે ઉભરી આવ્યો છે.