કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રોદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર મેડિકલ હોલ, વઢવાણ ખાતે ‘સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ ઇવેન્ટ’ માં ઉપસ્થિત રહી ‘ન્યુ ઈન્ડિયા ફોર યંગ ઈન્ડિયા: ડીકેડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ’ વિષય પર સી.યુ.શાહ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના મારફતે ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા બદલાવ અને સરકારની કામગીરી વિશે જાણકારી આપી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ચંદ્રશેખરે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા 1 જુલાઈ, 2015ના રોજ ડિજિટલ ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે આજે દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે. આગામી એક જ વર્ષમાં ભારતની ડિજિટલ ઇકોનોમી એક ટ્રિલિયન ડોલરને આંબી જશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિજિટલ ઇકોનોમીનો હિસ્સો 25 ટકા જેટલો હશે.
આ કાર્યક્રમમાં વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, સી.યુ.શાહ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડો.જે.જી. સંઘવી, વર્ધમાન ભારતી ટ્રસ્ટના ટ્રસ્ટી કિરણભાઈ મહેતા, વઢવાણ પ્રાંત અધિકારી સરવૈયા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.