અત્યાર સુધીમાં ૩.૪ કરોડ લોકો સ્વાસ્થ્યની આ ક્રાંતિમાં જોડાયા છે તમે પણ ૨૪ કલાકમાંથી માત્ર ૧૫ મિનિટથી ૩૦ મિનિટ ફાળવીને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટમાં જોડાઈ શકો છો
નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી સચિન પાલ સાથે ‘અબતક ચાય પે ચર્ચા’
આજે મહામારીના કારણે લોકો પોતાની તંદુરસ્તી પ્રત્યે લોકો ખૂબજ જાગૃત થયા છે. આજે લોકો ખૂબજ ઓછી ફિઝીકલ એકટીવીટી કરે છે. જેના કારણે લોકો લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર અને વિવિધ રોગોનો ભોગ બને છે. ભારત સરકાર દ્વારા એક વર્ષ પહેલા ફિટ ઈન્ડીયા મુવમેન્ટ શરૂ કરવામાં આવ્યું હતુ. જેના કારણે લોકો પોતાની ફીટનેસ માટે જાગૃત થાય અને આપણો દેશ સ્વસ્થ બને અને વિશ્ર્વના બીજા દેશોને પ્રેરણા આપે ત્યારે આ વિષય પર સચીન પાલ સાથે ચર્ચા થઈ હતી.
પ્રશ્ન: ફીટ ઈન્ડીયા મુવમેન્ટની શરૂઆત કઈ રીતે થઈ?
જવાબ: એક વર્ષ પહેલા ૨૯ ઓગષ્ટ ૨૦૧૯માં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ફીટ ઈન્ડીયા મુવમેન્ટ લોંચ કરવામાં આવ્યું હતુ તમને ખબર હશે કે ૨૯ ઓગષ્ટનો દિવસ નેશનલ સ્પોર્ટસ ડે તરીકે ઉજવવામાં આવે છે. જે હોકીના વિખ્યાત ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતીના ઉપક્રમે ઉજવવામાં આવે છે. અત્યારે ફીટ ઈન્ડીયા મુવમેન્ટને પણ એક વર્ષ થયું છે.
પ્રશ્ન: ફીટ ઈન્ડીયા મુવમેન્ટ કેટલા ભાગોમાં વેચાયેલું છે?
જવાબ: ફીટ ઈન્ડીયા મુવમેન્ટ બે ભાગોમાં સંકળાયેલું છે. જેમાનો એક ભાગ છે. ઈન્ડોર એકટીવીટી અને બીજો ભાગ છે. આઉટડોર એકટીવીટી ઈન્ડોર એકટીવીટીઝ એટલે કે જે કોરોનાનો સમય છે. તેના કારણે તેને સાંકળવામાં આવ્યો છે. ઈન્ડોર એકટીવીટીમા કોઈપણ વ્યકિત ઘરમાં એકસરસાઈઝ કરી શકે છે. તમે ઘરમાં યોગા પણ કરી કો છો. બીજી હળવી બોડી સ્ટ્રેપીંગ જેવી એકસરસાઈઝ કરી શકો છો. એવી રીતે આઉટડોર એકટીવીટીઝમાં રનીંગ, સાઈકલીંગ, વોકીંગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ઘણી ટ્રેડીશનલ રમતોનાં પણ આની અંદર સમાવેશ થાય છે. ફીટ ઈન્ડીયા મુવમેન્ટના મોટાભાગે બે જ કમ્પોનેન્ટ છે. ઈન્ડોર એકટીવીટી અને આઉટડોર એકટીવીટી બેમાંથી એક પસંદ કરીને લોકો ફીટ ઈન્ડીયા મુવમેન્ટને આગળ વધારી શકે છે.
પ્રશ્ન: આ મુવમેન્ટથી શું ઈમ્પેકટ આવ્યા છે.
જવાબ: ૨૯ ઓગષ્ટ ૨૦૧૯થી અત્યાર સુધીમાં આ મુવમેન્ટ સાથે ટોટલ ૩.૫ કરોડ લોકો સંકળાયેલા છે. ૩.૫ કરોડ લોકોએ પોતાના વિડિયો સોશિયલ મીડીયા મારફતે અપલોડ કર્યા છે. અને એકટીવીટી આ લોકોએ ફીટ ઈન્ડીયા મુવમેન્ટનો અંગિકાર કર્યો છે. હજાુ પણ લોકો આ ફીટ ઈન્ડીયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે. લોકામાં પહેલાની કમ્પેરીઝનમાં જાગૃતતા વધી છે. આજે આપણે ટેકનોલોજીકલ એટલા એડવાન્સ છીએ કે એના કારણે લોકોની ફીઝીકલ એકટીવીટી છે તે ઘટી ગઈ છે. આજે બધા લોકો પાસે ટુ વ્હીલર આવ્યા છે. આજે હેર કટ કરવા હેર સલુનમાં જવાનું હોય ત્યારે સલુન નજીક હોવા છતા આપણે સાઈકલની જગ્યાએ બાઈકનો ઉપયોગ કરીએ છીએ ફીટ ઈન્ડીયા મુવમેન્ટમાં લોકોને એ સંદેશ આપવામાં આવ્યો છે કે તમે લોકો ૧.૨ કી.મી.નાં અંતરમાં જ જવાનું હોય તો સાઈકલીંગ અથવા વોકીંગ કરો. જેથી કરીને આપણી ફીઝીકલ એકટીવીટી થઈ શકે ફીટ ઈન્ડીયા મુવમેન્ટ પાછળ એજ ઉદેશ્ય છે કે એક ફીટ વ્યકિત ફીટ ફેમીલી, ફીટ સોસાયટી હવે ત્યારે જ આપણુ રાષ્ટ્ર છે. એ ફીટ થઈ શકે છે.
પ્રશ્ન: કોરોના મહામારીમાં ફીટ ઈન્ડીયા કઈ રીતે મદદરૂપ બન્યું છે
જવાબ: કોરોના આપણી રોગપ્રતિકારક શકિતને ડાઉન કરે છે. ફીટ ઈન્ડીયા મુવમેન્ટના માધ્યમથી જો આપણે આપણે માત્ર દસ મીનીટ પણ જો કસરત કરે અને પોતાની ઈમ્યુન સીસ્ટમને વધારીએ તો આ કોરોના જેની બિમારીથી છૂટકારો મેળવી શકાય છે. જીવનશૈલીના કારણે બે મોટા રોગો થાય છે. હાયપરટેન્શન અને ડાયાબીટીસ એને પણ જો દરેક વ્યકિત ૨૪ કલાકમાંથી ૧૦ થી ૧૫ મીનીટ ફાળવે તો રોગોમાંથી બચી શકાય છે. અત્યારે કોરોનાને લીધે આપણે સજાગ થયા છીએ લોકોને એક વર્ષ પહેલા જ સંદેશ આપવામાં આવ્યો હતો કે ફીટ ઈન્ડીયા મુવમેન્ટના માધ્યમથી રોગ પ્રતિકારક શકિત વધારવી જોઈએ.
પ્રશ્ન: ફીટ ઈન્ડીયા પોર્ટલ શું છે?
જવાબ: ભારત સરકારનું મીનીસ્ટરી ઓફ યુથ એન્ડ સ્પોર્ટસ અંતર્ગત આ પોર્ટલની શરૂઆત કરવામાં આવી આ પોર્ટલ પાછળ જે ઉદેશ્ય છે એવો છે કે કોઈ વ્યકિત કે સંસ્થા ફીટ ઈડીયા પોર્ટલ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન ફીટ ઈન્ડીયા યુથ કલબ તરીકે કરી શકે છે. તેના બેથી ત્રણ ક્રાઈટેરીયા છે ફાઈટેરીયા એવા છે કે જો તમે એક સંસ્થા દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો એ સંસ્થાનું રજીસ્ટ્રેશન સોસાયટી રજીસ્ટ્રેશન એકટ મુજબ થવું જોઈએ અથવા એ સંસ્થા નહેરૂ યુવા સંગઠન સાથષ સંકળાયેલી હોવી જોઈએ એ ઉપરાંત તમામ સભ્યોએ ઓછામાં ઓછી ત્રીસ મીનીટનો સમય ફીટ ઈન્ડીયામાં ફાળવવો પડશે. આ સર્ટીફીકેટથી સરકારની બીજી યોજનાનો ફાયદો લઈ શકો છો. દર ત્રણ મહિને એક એવી ઈવેન્ટ કરવી પડશે જેમાં ફીઝીકલ એકટીવીટીનો સમાવેશ થતો હોય. ફીટ ઈન્ડીયા મુવમેન્ટને સપોર્ટ કરવા માગંતા હોય તેવા લોકો માટે આ પોર્ટલ ચાવીરૂપ છે.