કેન્દ્ર સરકાર ગોલ્ડ કાઉન્સીલની રચના કરવા પ્રયત્નશીલ
સોનાને ચમકતુ રાખવા માટે કેન્દ્ર સરકાર નવી ગોલ્ડ પોલીસી લાવવા ઉપર વિચાર કરી રહી છે. હાલની સ્થિતિની વાત કરીએ તો સોનું પોતાની ચમક ગુમાવી રહ્યું છે અને ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેનું કારણ એ પણ છે કે સોના પર લગાવવામાં આવતી ઈમ્પોર્ટ ડયુટી ખુબ જ વધુ છે. ત્યારે કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે કે એક નવી ગોલ્ડ પોલીસી બહાર પાડવામાં આવે જેમાં ડોમેસ્ટીક ગોલ્ડ કાઉન્સીલની રચના કરાશે. જેથી સોના બજારને પ્રમોટ કરવામાં આવે અને તેના વિકાસમાં વૃદ્ધિ કરવામાં આવે તેમ કોમર્સ મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સરકાર સોના પરની ઈમ્પોર્ટ ડયુટી ૪ ટકા ઘટાડવાનું પણ વિચારી રહી છે. જે હાલ ૧૦ ટકા છે અને આ મહત્વનો મુદો છે. જે કંપનીઓ નિકાસ કરે છે તેમના માટે એમનું માનવું છે કે જેટલી વધુ ઈમ્પોર્ટ ડયુટી હોય તેટલું વર્કિંગ કેપીટલ બ્લોક થઈ જતું હોય છે. જેને લઈ ડયુટી ઘટાડવાનો વિચાર કેન્દ્ર સરકાર કરી રહી છે. કરન્ટ એકાઉન્ટ ડેફિસીટને ઘટાડવા પણ વિત મંત્રાલય વિચાર કરી રહ્યું છે. જેના કારણે આયાત ઉપર કંટ્રોલ કરી શકાય જે એક મહત્વપૂર્ણ બાબત છે. જેને કેન્દ્ર સરકાર ધ્યાને લઈ રહી છે. આ તમામ મુદાઓ ઉપર સુરેશ પ્રભુએ ઈન્ડિયા ગોલ્ડ જવેલરી સમીટમાં પ્રકાશ પાડયો હતો.ભારત આયાત કરનાર દેશોમાં અવવલ ક્રમે છે. જેને યેલ્લો મેટલ છેલ્લા ફિસ્કલ વર્ષમાં ૩૩.૬૫ મિલીયન ડોલરનું આયાત કર્યું હતું. જેથી દેશની કરન્ટ એકાઉન્ટ ડેફિસીટ ૨.૪ ટકા જીડીપીની રહી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જેમ્સ અને જવેલરી ક્ષેત્રને મહતમ રૂપિયા મળી શકે જેથી તેઓ વિકાસ કરવા સક્ષમ બને જેના માટે વિત મંત્રાલય સાથે વાતચીત ચાલી રહી છે. જેમ્સ અને જવેલરી ક્ષેત્ર ક્રેડિટને લઈ ઘણી અછત ભોગવી રહી છે. જેનું કારણ બેંક ડિફોલ્ટરો છે. જેમાં નિરવ મોદી અને મેહુલ ચોકસી મુખ્ય ભૂમિકા ભજવી જેઓએ ૧૪ હજાર કરોડનો ફ્રોડ કર્યો છે. કોમર્સ સેક્રેટરી અનુપ વઢવાણે જણાવ્યું હતું કે, ઘણા સ્ટોક હોલ્ડરોનાં સુચનો લેવામાં આવે છે. ગોલ્ડ પોલીસીના નિર્માણ માટે અને કાઉન્સીલની રચના કરવા માટે આ મામલે વિત મંત્રી અરૂણ જેટલીએ પણ જણાવ્યું હતું કે સોનાને એસેટ કલાસમાં વિકસીત કરવા માટે ગોલ્ડ પોલીસીનું નિર્માણ કરવામાં આવશે.