સવારે 7થી રાત્રિના 10:30 વાગ્યા સુધી સ્વાદપ્રેમીઓ ચા-પાણી, નાસ્તો, લંચ અને ડિનરની મોજ માણી શકશે: જીમ અને યોગા સેન્ટર પણ ઉપલબ્ધ: ચિલ્ડ્રન્સ પ્લે, કલબ, ફેમીલી સીટીંગ, ડિસ્કો થેક, ઓપન ટેરેસ વ્યુ, બર્થ પાર્ટી ઝોનની સુંદર વ્યવસ્થા
રાજકોટની જનતા માટે ફૂડ એન્ડ ફન સીટી (આરએફસી)નો ભવ્ય શુભારંભ થયો છે. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત શહેરના રાજહંસ પાર્ટી પ્લોટ, ભારત પંટ્રોલપંપ પાછળ, નાના મવા રોડ ખાતે ફૂડ એન્ડ ફન સીટી ખુલ્યુ મુકાયુ છે. જે શહેરની જનતા માટે નવલું નજરાણુ બની રહેશે શરીરની જાળવવા અહીં જીમ અને યોગા સેન્ટર પણ ઉપલબ્ધ છે.
ફૂડ એન્ડ ફન સીટી અંગે નિખીલભાઇ નિમાવત જણાવે છે કે રાજકોટની સ્વાદપ્રિય અને શોખીન જનતા માટે ફૂડ એન્ડ ફનસીટી (આઇએફસી)નવલુ નજરાણુ બની જશે.
અહીં શહેરીજનો બર્થ ડે પાર્ટી અથવા અન્ય કોઇ ફંકશન પણ ઉજવી શકાશે. ફૂડ એન્ડ ફન સીટીમાં લોકોને વિધ ખાણીપીણીની આઇટમ એક જ સ્થળે મળી રહેશે. પાણીપુરીથી માંડીને પંજાબી, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, કાઠિયાવાડી, ચાઇનીઝ, ચા થી માંડી ગાઠિયા સહિતનો નાસ્તો મળી રહેશે.
વધુમાં નિખીલભાઇ નિમાવત જણાવે છે કે શરીરની ફિટનેશ માટે સવારે 6 વાગ્યાથી ન્રમ સેન્ટર અને યોગા સેન્ટર પણ શરૂ થઇ જશે.
અહીં સવારે 7 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી ચા-પાણી, નાસ્તો, લંબ-ડિનર મળી રહેશે.
અહીં બધી રાઇડ્સની મોજ માણી શકાશે તો સાઉન્ડ સીસ્ટમ પણ ખૂબ સારી છે. રાજકોટની જનતાને જે જોઇએ તે બધુ જ અહીં એક જગ્યાએ મળી રહેશે. અહીં ચિલ્ડ્રન પ્લે, કલબ, ફેમીલી સીટીંગ, ડિસ્કો થેક, ઓપન ટેરેસની પણ સુંદર વ્યવસ્થા છે.
ઉદ્દઘાટન પ્રસંગે બહોળી સંખ્યામા લોકો ઉમટી પડયા હતા. અને પ્રથમ દિવસથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે. બુકિંગ માટે નિખીલભાઇ નિમાવત (મો. નં.97249 09009)નો સંપર્ક સાધવા જણાવાયું છે.