• અબતક, રાજકોટ : રાજકોટ કલેકટર અને પ્રાંત કચેરીઓમાં ફાયર સેફટીના બાટલા આઉટડેટેડ થઈ ગયા હોવાનો મુદ્દો ગાજતા તાબડતોબ ફાયર સેફટીના નવા બાટલા મુકવામાં આવ્યા છે.
  • આઉટડેટેડ બાટલાનો મુદ્દો ગાજતા જનરલ વિભાગ દોડયું, જુના બાટલા રિફીલિંગ થાય તેની રાહ જોવાને બદલે બીજા બાટલા જ મૂકી દેવાયા

રાજકોટના નાના મવા રોડ ઉપર આવેલ ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડથી તંત્ર સફાળું જાગ્યું છે. ગાંધીનગરથી તપાસના આદેશો છુટતા ફાયર એનઓસી મુદ્દે ચેકિંગનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. તેવામાં જિલ્લા કલેકટર કચેરીમાં જ ફાયર સેફટીના બાટલા આઉટડેટેડ હોવાનું સામે આવ્યું હતું. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં અંદાજે 20 જેટલા ફાયરના બાટલા છે. આ ઉપરાંત પ્રાંત કચેરીઓમાં પણ આ ફાયરના બાટલા મુકવામાં આવ્યા છે.બધા બાટલાની એક્સપાઈરી ડેટ 25/5/2024 હતી. એટલે કે બધા બાટલા આઉટડેટેડ હતા. ગત તા.25ના રોજ ગેમઝોન દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે તા.26એ રવિવાર હોય એટલે તા. 27ના રોજ જનરલ શાખાએ બાટલાની એક્સપાઈરી ડેટ પૂર્ણ થયાની જાણ આરએન્ડબી વિભાગને કરી હતી.

ફાયર સેફટીના આઉટડેટેડ બાટલાનો મુદ્દો ગાજતા જનરલ શાખા હરકતમાં આવી હતી. જુના બાટલા રિફીલિંગ કરાવવામાં સમય લાગે તેમ હોય, તાત્કાલિક રિફીલિંગ થયેલા બાટલા જ મૂકી દેવામાં આવ્યા હતા. આવું જ પ્રાંત કચેરીઓમાં કરવામાં આવ્યું હતું. આમ જનરલ શાખા આજે ફાયરના બાટલા બદલવામાં સતત દોડતી રહી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.