પત્રકારત્વ ભવનની કાર્યશાળામાં બે દિવસની તાલીમ પછી ૧૬ ફિલ્મોનું નિર્માણ
તાજેતરમાં એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન દ્વારા બે દિવસની એડ ફિલ્મ મેકીંગ વર્કશોપમાં પત્રકારત્વ ઉપરાંત વિવિધ વિષયોના વિઘાર્થીઓ તથા અઘ્યાપકોએ એડ ફિલ્મોના નિર્માણથી માંડીને તેના માર્કેટીંગ અને તેની સફળતા વિશે વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું. ઇસરોના ભૂતપૂર્વ કાર્યક્રમ નિર્માતા અને ફિલ્મ મેકર કમલેશ ઉદાણીએઆ બે જ દિવસ દરયિમાન વિઘાર્થીઓને ફિલ્મ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપીને ૧૮ જેટલી એડ ફિલ્મોનું નિર્માણ કરાવ્યું હતું.
કાર્યક્રમના ઉદધાટન પ્રસંગે કમલેશ ઉદાસીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન દ્વારા ફિલ્મના માઘ્યમ સાથે સંબંધીત કાર્યશાળાનું આયોજન કવરામાં આવે છે. પ્રથમ વર્ષે ફિલ્મ એપ્રિશિયેશન, બીજા વર્ષે સ્ક્રીપ્ટ રાઇટીગ, ત્રીજા વર્ષે ડોકયુમેન્ટરી ફિલ્મ મેકીંગ વર્કશોપ, ચોથા વર્ષે શોર્ટ ફિલ્મ મેકીંગ વર્કશોપ અને આ વર્ષે એડ ફિલ્મ મેકીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ વર્ષો દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવસીટીના વિઘાર્થીઓ તથા અન્ય રસ ધરાવતા યુવાનોએ આ વર્કશોપમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.
આ પ્રસંગે મુખ્ય વકતા તરીકે ઉ૫સ્થિત મનન સોનીઅ એડવર્ટાઇઝીંગ માટેની ફિલ્મ તૈયાર થયા બાદ ઉત્પાદનને માર્કેટમાં કઇ રીતે મૂકવું, વેચાણ અને વિતરણ કઇ રીતે કરવું, નફો કઇ રીતે મેળવવો તેની વ્યુહ રચના વિશે માહીતી આપીને એડ ફિલ્મમાં સર્જનાત્મકતા પર ભાર મુકયો હતો. કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે એપેક્ષ એડવર્ટાઝીંગના માલિક તુષારભાઇ ઝવેરીએ જાહેરાતના ક્ષેત્રમાં એડ એજન્સીની ભુમિકા સમજાવીને વિઘાર્થીઓને અસરકારક એડ ફિલ્મો બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું.
કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે પ્રાસંગીક ઉદબોધન આપ્યું હતું.
આ કાર્યશાળા વિશે પ્રતિભાવ આપતા વિવિધ વિઘાર્થીઓએ જણાવ્યું હતું કે અહીં મળેલી તાલીમ પછી ફિલ્મો જોવાની અને ફિલ્મ વિશેની અમારી દ્રષ્ટિ બદલાઇ ગઇ છે. આ બે દિવસમાં ખુબ જ ઉપયોગી માર્ગદર્શન મળ્યું છે.
એડ ફિલ્મ કોમ્પીટીશનનું પ્રથમ ઇનામ થમ્સ અપ ફિલ્મ માટે દવે નિકુંજ, શાહરુખ પઠાણ, રણજીત ગઢવી અને અમિત વાઘેલાની ટીમને દ્રિતીય ઇનામ સ્માર્ટ ન્યુઝ માટે ચંદ્રેશ ચાવડા અને વિશાલને તૃતીય ઇનામ મોબાઇલ મૂકો માટે ભાર્ગવ પરમારને બે પ્રોત્સાહન ઇનામો ભૂણ માટે ઉદયક્રિષ્ના ત્રિવેદી, નિરજ કુંડલીયા, મયુરઘ્વજ વરુ, કાલાણી નિરાલી તથા રુચિ સતિકુંવરને અને પાવર શેમ્પુ માટે શુભમ અંબાણી, સેજલ સોનછત્રા, રાધિકા વ્યાસ, શાહરુખ પઠાણ અને વાઘેલા ધવલને આપવામાં આવ્યા હતા.
સ્ટોરી બોર્ડ સ્પર્ધાનું પ્રથમ ઇનામ શુભમ અને તેની ટીમને બીજું ઇનામ રિયા રાવલને ત્રીજું ઇનામ શુભમ અંબાણીને તથા બે પ્રોત્સાહક ઇનામો પ્રિતેશ વૈશ્ય અને નિકુંજ દવેને એનાયત કરવામાં આવ્યા હતા.