શાળા સંચાલકોને સુપ્રીમનો વધુ એક જટકો
વર્ષ ૨૦૧૮-૧૯ની સાથે વર્ષ ૧૭-૧૮ના ફી માળખાના પ્રપોઝલ આપવા પડશે
ખાનગી શાળાઓની ફીને લઈ છેલ્લા ઘણા સમયથી શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ભારે ગજાગ્રહ ઉભો થયો છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી જ નવું ફી માળખું અમલમાં મુકવા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો છે. જેથી શાળા સંચાલકોને સુપ્રીમ કોર્ટનો વધુ એક ઝટકો લાગ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, ખાનગી શાળાઓએ વર્ષ ૨૦૧૮-૧૯ની સાથે સાથે વર્ષ ૨૦૧૭-૧૮ માટેના ફી માળખાના પ્રપોઝલ આપવા પડશે. રાજય સરકારે સુપ્રીમમાં કહ્યું હતું કે, શાળા સંચાલકો આગામી શૈક્ષણિક વર્ષથી નવું ફી માળખું અમલી કરવા ઈચ્છે છે.
ફી ફીકસેશન કમિટીની પુન:રચનાને લઈ રાજય સરકારની મુંઝવણને પણ સુપ્રીમે દુર કરી હતી અને કહ્યું કે, આ કમિટીમાં હાઈકોર્ટના અથવા ડિસ્ટ્રીક કોર્ટના રીટાયર્ડ જજ રહેશે.
જયારે રીવીઝન ઓથોરીટી કમિટી સ્ટેચ્યુટરી કમિટી રહેશે. જેમાં નિષ્ણાંતોની નિમણુક કરાશે. હાઈકોર્ટના રીટાયર્ડ જજ આ કમીટીના ચેરમેન બનશે તો બીજા રીટાયર્ડ જજ ડેપ્યુટી ચેરમેન રહેશે.
સુપ્રીમે કહ્યું છે કે, શાળા સંચાલકોએ મર્યાદિત સમયમાં (મે માસ સુધીમાં) પ્રપોઝલ આપી દેવાના રહેશે અને આ પ્રપોઝલને આધારે ફી રેગ્યુલેશન કમીટી નિર્ણય લેશે.