સોશિયલ મીડિયાનું પોપ્યુલર પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પોતાના અવનવા ફિચર્સ દ્વારા યૂઝર્સને પોતાના તરફ આકર્ષી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ દ્વારા આપણે મનોરંજન મેળવી શકીએ છીએ.વિશ્વમા સામાન્ય વ્યક્તિથી લઈને પોપ્યુલર સેલિબ્રિટીઝ પણ ઈન્સ્ટાગ્રામ યુઝ કરે છે.ભારતમાં ટિક ટોક બંધ થયા બાદ ઇન્સ્ટાગ્રામે પોતાના રિલ્સનાં ફિચર્ને કારણે તેના યુઝરોની સંખ્યામાં વધારો કર્યો છે, ઈન્સ્ટાગ્રામ પોતાના યૂઝરોને વધુ એક ભેટ આપી છે.
ડિલીટ થયેલી પોસ્ટ ફરીથી રી – સ્ટોર કરી શકાશે:
અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ યૂઝર ફકત આર્કાઇવ કરેલી પોસ્ટ જ ફરીથી રી પોસ્ટ કરી શકાતી પરંતુ હવે, ઇન્સ્ટાગ્રામના અપડેટ કર્યા બાદ તમે ડિલીટ કરેલી પોસ્ટ્સ પણ ફરીથી રી- સ્ટોર કરી શકશો . આ સુવિધાની માહિતી કંપનીએ પોતાના બ્લોગ દ્વારા આપી છે.
ઇન્સ્ટાગ્રામનો આ ફીચર આવ્યા બાદ, તમે 30 દિવસ જૂની ડિલીટ કરેલી પોસ્ટ્સને ફરીથી રી – સ્ટોર કરી શકો છો. ડિલીટ કરેલી પોસ્ટ્સને ફરીથી પોસ્ટ કરવાનો વિકલ્પ ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનની સેટિંગ્સમાં મળશે. આ ફીચર ફોટો, વિડિઓ, રીલ્સ અને આઇજીટીવી વિડિઓ દરેક માટે કામ કરશે.