ન્યુ એરા સ્કુલનાં પ્રિન્સીપાલ અજયભાઇ પટેલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું ગુજરાતી માઘ્યમનું રિઝલ્ટ ૯૦ ટકા અને અંગ્રેજી માઘ્યમનુ ૮૦ ટકા આવ્યું છે. પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિઘાર્થીની ૯૯.૬૨ પીઆર આવેલ છે. ઉપરાંત ફિઝિકસને બાદ કરતાં તમામ વિષયો સંતોષ છે માત્ર ફીઝીકસમાં ધારણા મુજબ રિઝલ્ટ ન મળવામાં થોડો ડાઉટ છે ખાસ તો વિઘાર્થીઓની મહેનત પ્રમાણે માર્કસ પ્રાપ્ત કર્યા છે.
ઓવર ઓલ પરિણામ સારુ આવ્યું. તેમ જણાવ્યું સ્કુલમાં પ્રથમ સ્થાન મેળવનાર અવિનાશ પીઠલેશ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે તેઓને તેમની મહેનત અનુસાર રિઝલ્ટ મળ્યું છે. ઉપરાંત હાયેસ્ટ માર્કસ તેમને ફિઝિકલ માં ૯૮ મળેલા છે. સાથો સાથ તેઓએ નિટની પણ પરીક્ષા આપેલ છે. અને તે પરીક્ષાના પરિણામ અંગે પણ સારી આશા છે. કે વધુને વધુ માર્કસ તેમને મળશે.
સ્કુલમાં દ્વિતીય સ્થાન મેળવનાર હર્ષિત ખોખાણી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓએ ૯૮.૦૮ પીઆર મેળવેલા છે. અને તેઓ ને તેમના માર્કસ અને મહેનતથી સંતુષ્ઠ છે. અને જી. મેઇન્સ કલીઅર કરેલ છે. હવે તે જી એડવાન્સ માટેની તૈયારી કરવાના છે.
પરિવારજનોનો સહકાર ખુબ જ સારો રહ્યો હતો અને હવે પરિવારજનોની આશા છે કે તેઓ મીકેનીકલ એન્જીનીયર બને.માર્ગી જાની કે જેઓએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.તેઓએ જણાવ્યું હતું કે તેમના રસ વિષય બાયોલોજી છે ઉપરાંત તેમનો કુલ ૮૪.૦૬ પીઆર છે.હવે આગળ તેઓ એમ.બી.બી.એસ. કરવા ઇચ્છે છે સાથો સાથ તેઓએ નીટની પણ પરિક્ષા આપેલી છે. જેમાં ૪૧૫ માર્કની ઉપર માર્કસ આવે તેવી આશા પણ વ્યકત કરી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,