ન્યુ એરા સ્કુલના ચાર વિદ્યાર્થીઓએ 95 થી વધુ પી.આર. મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યુ
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10 ની પરિક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 નું રેકોર્ડ બ્રેક 82.56 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ 2023કરતં 17.94 ટકા પરિણામ વઘ્યું છે. આ વર્ષે એટલે કે 2024માં વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે. ત્યારે ન્યુ એરા સ્કુલના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટી સાથે વાતચીત કરવામાં આવી હતી.
ન્યુ એરા સ્કુલનું ઝળહળતાં ઉત્કષ્ટ પરિણામ આવ્યું છે. અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં પણ ખુશીના માહોલ જોવા મળ્યો છે.
સ્કુલમાં સમયાંતરે પરીક્ષા લેવાતી જેથી બોર્ડના પેપર સહેલા લાગ્યા: જાનવી સેદાણી
અબતક સાથેની વાતચીતમાં ન્યુ એરા સ્કુલની વિદ્યાર્થીની જાનવી સેદાનીએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષાનો ડર હતો. પરંતુ શરુઆતના દિવસોમાં સ્કુલ તરફથી માર્ગદર્શન, મેરીવેશન આપવામાં આવેલ જેના કારણે ધો.10 નો ડર મારો દુર થયો. અને શરુઆતથી જ મહેનત કરવા લાગી હતી. મારા મેડમ, સર મારા ડાઉટ સોલ્વીંગ માં ખુબ જ સહકાર આપતા હતા. મને મારા માતા-પિતાએ ખુબ પ્રોત્સાહીત કરી હતી. તેના કારણે અને મારી મહેનતથી મને 97.63 પીઆર આવ્યાં છે. આગળ મને કોમર્સ સ્ટ્રીમ લેવી છે. અમારે ત્યાં સમયાંતરે પરીક્ષા લેવામાં આવતી જેથી વારંવાર રીવીઝન થતું હતું. એટલે બોર્ડના પેપર વખતે અધરું કાંઇ લાગ્યું નહતું.
શાળા પરિવારના સહકારથી 98.65 પીઆર. મેળવવામાં સફળતા મળી: કાવ્યા અજાગીયા
અબતક સાથેની વાતચીતમાં ન્યુએરા સ્કુલની વિદ્યાર્થીની કાવ્યા અજાગીયાએ જણાવ્યું હતું કે, મને ધો. 10 બોર્ડમાં 98.65 પી.આર. આવ્યા છે મને સ્કુલ તરફથી ખુબ જ સહકાર આપવામાં આવ્યો હતો. અને મારા માતા-પિતાના હકારાત્મક અભિગમથી સારું પરિણામ લાવી શકી છું. હું હવે કોમર્સ સ્ટ્રીમ લેવા માંગું છું. મેં શરુઆતથી જ એક ગોલ બનાવ્યો હતો. દરરોજ બે-ત્રણ કલાકનું વાંચન રીવીઝન કરતી હતી. સ્કુલમાં સમયાંતરે પરીક્ષા લેવામાં આવતી હતી. જેના કારણે મને મારી ભૂલ સમજાતી અને જે તે વિષયમાં માર્કસ ઓછા આવ્યાં હોય તો તેમાં મહેનત કરવા પ્રેરાતી હતી.
એ-1 ગ્રેડ સાથે ર0 વિદ્યાર્થીઓએ મેળવી સફળતા: ટ્રસ્ટી અજય પટેલ
અબતક સાથેની વાતચીત દરમિયાન ન્યુ એરા સ્કુલના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, સ્કુલનું 98 ટકા પરિણામ આવ્યું છે.
એ-1 ગ્રેડમાં લગભગ 20 કરતાં વધારે વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. તથા દરેક વિદ્યાર્થીઓએ કારકીર્દી ઉજજવળ બને એવી શુભેચ્છા પાઠવી હતી. અમારી શાળામાં ધો. 10 ના વિદ્યાર્થીઓને શરુઆતથી જ પ્રેકટીસ, રીવીઝન પરીક્ષા લેવડાવવામાં આવતી હતી. જેથી વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવ્યું છે.