રાજયમાં ઉનાળાની મોસમની સાથોસાથ પરીક્ષાનો મોસમનો પણ પ્રારંભ થઈ ગયો છે. સીબીએસઈની પરીક્ષા સોમવારથી શ‚ થઈ છે જયારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આગામી ૧૨મી માર્ચથી શ‚ થનાર છે. રાજકોટ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨માં કુલ ૯૫,૮૯૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. તેમજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૦,૫૩૪ અને સામાન્ય પ્રવાહમાં ૨૮,૫૮૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષાને હવે પાંચ દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે બાળકો દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને બાળકો પણ હાલ વધુને વધુ વાંચન તરફ વળ્યા છે.
આગામી બોર્ડની પરીક્ષાને લઈને ‘અબતક’ દ્વારા ન્યુએરા સ્કૂલ અને શુભમ્ સ્કુલના પ્રિન્સીપાલ અને બાળકો સાથે ખાસ વાતચીત કરી હતી. ન્યુએરા સ્કૂલના પ્રિન્સીપાલ અજયભાઈ પટેલે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ વર્ષે ન્યુએરા સ્કૂલના ૨૦૦ વિદ્યાર્થીઓ ધો.૧૦ની પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા સતત જુન-૨૦૧૭થી આ પ્રકારની તૈયારી કરાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને રેગ્યુલર રીવીઝન અને વિકલી ટેસ્ટ તેમજ દર બીજા મહિને વિકલી ટેસ્ટની માસ્ટર ટેસ્ટ લેવાઈ છે. જેના કારણે વિદ્યાર્થીઓને તણાવ આવતો નથી અને પરીક્ષામાં સારું પ્રદર્શન કરી શકે છે.
કલાસમાં પ્રાથમિક સુવિધા માટે અડધી કલાકે પાણી મળતું રહે, ગરમીની સીઝન ચાલુ છે તો એના માટે લીંબુ સરબતની પણ તૈયારી કરવામાં આવી છે. તેમજ રોજ વિદ્યાર્થીને અસાઈમેન્ટ આપવામાં આવે છે. હવે છેલ્લા સમયમાં લગભગ ૬ દિવસ બાકી છે તો એવું માનું છું કે, એના ઉપર કોઈ માનસિક અસર ના પડે અને હળવા રહે જણાવ્યું છે. વાલીએ વિદ્યાર્થીઓને સમયસર જમે અને સુવે સતત એમની સાથે રહો અને હળવા રહે એવી વાતો કરવાનું જણાવ્યું હતું.
શુભમ્ સ્કૂલના પ્રિન્સીપાલ અવબેશભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આ વખતે ધો.૧૦ અને ધો.૧૨ કોમર્સ અને સાયન્સના બધા થઈને ૫૦૦ જેટલા વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે સારી રીતે તૈયારી થઈ ગઈ છે. યોગ્ય સમયે કોર્ષ પુરો થઈ ગયો છે. સ્કૂલ દ્વારા રિવીઝન અને અસાયમેન્ટની તૈયારી કરાવવામાં આવી છે. વિદ્યાર્થીને સારા વાતાવરણમાં પરીક્ષા આપે અને સીસીટીવીની અંદર મોનીટરીંગ પણ કરવામાં આવશે. સ્કૂલમાં જ એમને રીડીંગ માટે કલાસ આપીએ છીએ તેમજ એકસ્ટ્રા રીડીંગ માટે અને જે પણા ડિફીકલટી હોય એમના માટે શુભમ સ્કૂલના સંચાલકો પ્રયત્ન કરી રહ્યા છે.
દરેક શિક્ષકોનું માર્ગદર્શન મળે છે. વિદ્યાર્થી મહેનત કરી પરીક્ષા તરફ જઈ રહ્યા છે. વિદ્યાર્થીને તણાવ રાખવાની જ‚ર નથી સ્કૂલ પરીક્ષા હોય એવી જ રીતે લેવાની છે. એક સુચન જયારે પરીક્ષા આપવા જાવ ત્યારે એમનું પેપર કયારેય પણ સોલ્વ ઘરે જાયને કરવું નહીં. કારણકે તેની અસર એમના બીજા પેપરમાં થાય છે. પરીક્ષા દરમિયાન અત્યારથી હળવો ખોરાક જ ખાવો બહારનું ફુડ ન ખાવા, પુરતી ઉંઘ લેવી, સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, વાલીઓ માટે બાળકનો જે કયાંય સેન્ટરમાં નંબર આવ્યો હોય એમાં લેવા મુકવાની ફરજ ખાસ કરવી. દરેક વાલીઓ લેવા મુકવા જશે તો ઈજાથી પણ ખાસ બચી શકશે.