૧૬૦૦ થી વધુ પાર્ટસના ફેરફારો કરી ફોર્ડ ઇન્ડિયાએ ૭.૩૧ લાખમાં રજુ કરી નવી ઇકોસ્પોર્ટ
ફોર્ડ ઇન્ડિયાએ તેની સ્ટાઇલીશ, પાવરફુલ અને કનેકટેડ નવી ઇકોસ્પોર્ટ રૂ ૭,૩૧,૨૦૦ ની કિંમતે રજુ કરીછે. નવી ઇકોસ્પોર્ટ ૧૬૦૦ થી વધુ નવા પાર્ટસ સાથે વ્યાપક રીતે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં મજબુત ન્યુ લૂકસ, સ્લીક ઇન્ટીરીયર કાયાકલ્પ, ઘરઆંગણાની ટેકનોલોજીનું રાફટ અને નવું એન્જીનનો સમાવેશ થાય છે. જે બધું મળીને વધુ પાવર અને કાર્યસાધકતા પ્રદાન કરે છે. ઇકોસ્પોર્ટ અંગેની વિગતો આપવા ફોર્ડના જનરલ મેનેજર સૌરભ મખીચા, પંકજ દેશમુખ, રાજુભાઇ પટેલ અને અશોકભાઇ પટેલે પત્રકાર પરીષદ યોજી હતી.નવી ફોર્ડ ઇકોસ્પોર્ટ ફન, સ્ટાઇલ અને ટેકનોલોજીનું બેજોડ સંયોજન છે. કક્ષામાં ઉત્તમ પાવર, સુરક્ષા સુવિધા અને મૂલ્ય પરિણામ સાથે તે નોંધનીય રીતે તે જ કિંમતમાં વધુ આપે છે. ફોર્ડની આ વધુ એક પરિવર્તન પ્રોડકટ છે. જે તેની પુરોગામીનીજેમ કોમ્પેક માં નવી ઉંચાઇ સર કરે છે.નવી ઇકોસ્પોર્ટમાં ફોર્ડની ફન-ટુ ડ્રાઇવ ડીએનકે પ્રદાન કરતાં સંપૂર્ણ નવું થ્રી સિલિડર ૧.૫ લીટર ટીઆઇ. વીસીટી પેટ્રોલ એન્જીન છે જે નાનું હલકું અને કાર્યક્ષમ છે. નવું પેટ્રોલ એન્જીન સેગમેન્ટમાં ઉત્તમ ૧૨૩ પીએસ પાવર અને ૧૫૦ એન.એમ. પ્રદાન કરે છે. જે સીઓ ર એમિશન્સમાં ૭ ટકા ઘટાડો કરે છે અને ૧૭ કીમી. લી.ની અનન્ય ઇંધણ કાર્યક્ષમતા આપે છે.ફાઇવ- સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમીશન ઉપરાંત ફોર્ડ સંપૂર્ણ નવા સિકસ સ્પીડ ઓટોમેટીક ટ્રાન્સમીશન સાથે પેટ્રોલ એન્જીન ઓફર કરે છે. જે બધા પાવર ટ્રેન વિકલ્પોમાં સ્મૂધ, અચૂક શિફટસ ઓફર કરે છે. નવા, સ્પોટિયર સ્ટીયરીંગ વ્હીલમાં સેગમેન્ટમાં પ્રથમ પેડલ શિફટર્સ છે.ડીઝલ પ્રેમીઓ માટે નવી ઇકોસ્પોર્ટ ફોર્ડના વિશ્ર્વસનીય અને ભરોસાપાત્ર૧.૫ લી. ટીડીસીઆઇ ડીઝલ સાથે પણ ઓફર કરાશે. જે કક્ષામાં અવ્વલ ૧૦૦ પી.એસ. પાવર અને ર૩ કીમી.લી. નીઇંધણ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. ડીઝલ મોટર ફાઇવ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે સ્ટેષ્ઠ આવે છે.ફોર્ડની વૈશ્ર્વિક નામાંકિત ઇન-કાર કનેકિટવીટી સિસ્ટમની આ નવી આવૃતિ એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટોકોમ્પેટિબલ છે. આથી ડ્રાઇવરો માર્ગ પર ઘ્યાન કેન્દ્રીત રાખીને ફોન કોલ્સ કરી શકે તેમનું સંગીત સાંભળી શકે, મેસેજીસ સેન્ડ અને રિસીવ કરી શકે નિર્દેશો મેળવી શકે અને ઘણું બધું કરી શકે છે.