વિપશ્યના સાધના કોઇ ધર્મને સંબંધીત નથી, મનની શુઘ્ધિ માટે છે : રમેશભાઇ ઠકકર
અનેકવિધ સુવિધા સાથે રંગપર કેન્દ્ર જુલાઇ માસથી શરૂ થશે: અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
આગામી તા. ૧૭ ને રવિવારે સવારે ૮ થી ૧ર વાગ્યા સુધી નવા ધમકોટ સેન્ટર, મુ. રંગપર જામનગર રોડ ખાતે નવા વર્ષ નિમિતે જુના વિપશ્યી સાધકો માટે સ્નેહ મિલનનું આયોજન કરેલ છે.
વિપશ્યનાએ ભારતની પુરાતન સાધના વિધિ છે. રપ૦૦ વર્ષ પહેલા ગૌતમ બુઘ્ધે તેની શોધ કરી હતી અને સામાન્ય લોકો માટે સુલભ બનાવી હતી. વિ-(વિશેષ રીતે જોવું) + પશ્યના (જોવું) કોઇપણ ઘટના, વસ્તુ, સ્થિતિ ને તેના યથાર્થ સ્વભાવમાં જાણવું એટલે વિપશ્યના તે મન અને શરીરને અનુભૂતિના સ્તર જાણવાની એક વૈજ્ઞિનીક વિધી છે.
આ સંસારમાં પ્રત્યેક વ્યકિત દુ:ખ થી મુકિત ઇચ્છે છે. જીવનભર સુખ થવા માટે તનતોડ મહેનત કરતો રહે છે. પરંતુ દુ:ખમાં કારણોની વાસ્તવિક કારણ સમજ ન હોવાથી તેને દુર કરવાના અનેક પ્રયત્નો કરવા છતાં સફળતા મળતી નથી. વ્યકિત પોતે પોતાની ભૂલ સ્વીકારવા ને બદલે બીજા પર દોષારોપણ કરે છે. સંસારનો દરેક ક્ષેત્રને દરેક પરંપરાનો દરેક સંપ્રદાય દરેક સમાજનો વ્યકિત માણસમાં કોઇ ને કોઇ ને કોઇ કારણસર વિકારો જેવા કે ક્રોધ, ભય, ચિંતા, ઇર્ષા, અહંકાર લોભ, રાગ દ્રેષ જગાવ્યો જ રાખે છે. પરિણામ સ્વરુપે બેચેન-વ્યાકુળ રહે છે. પોતે પણ અશાંત રહે છે. આસપાસના વાતાવરણમાં પણ અશાંતિ જ ફેલાવે છે.જો વિકાર ન જગાવીએ તો મનમાં સદભાવના- મૈત્રી કરુણા જાગે છે. જેથી સ્વભાવત: જ મનુષ્ય સુખ શાંતિનો અનુભવ કરે છે. અને આસપાસના વાતાવરણમાં પણ સુખ શાંતિ ફેલાવે છે. આ કુદરતનો સનાતન- સાર્વજનીક નિયમો છે. આ ઉપદેશ સમાજની બધી જ ધાર્મક પરંપરાઓ, બધા જ ધર્મગુરુઓ બધા જ ધર્મગ્રંથ આપે છે. બુઘ્ધિનું સ્તરે પણ આપણે આ બધું ખુબ જ સમજે છે. પરંતુ જયારે અપ્રિય ઘટના, અપ્રિય સ્થિતિ, અપ્રિય વ્યકિતનો સંપર્ક થાય છે. પ્રિય સ્થિતિ, પ્રિય વ્યકિત નો વિયોગ થાય છે. તો મનમાં વિકાર જાગી જ જાય છે. જીવનભર આ ક્રમ ચાલ્યા જ કરે છે. પ્રતિકુળ ધટનાઓ ઘટવા છતાં મનોનુકુળ ઘટનાઓ ન ઘટવા છતાં મનમાં વિકાર ન જાગે એ શું સંભવ છે? આ સમસ્યાનો ઉપાય વિપશ્યના સાધનામાં રહેલો છે.
રંગપર ખાતે જુના સાધકોને સ્નેહ મિલનમાં પધારવા અનુરોધ કરાયો છે.
૧૯ મે ૨૦૧૯ ના રોજ અનેકોની સંખ્યામાં જુના સાધકોએ રંગપર નિર્માણ પામી રહેલ તપોભૂમિના ભૂમિપુજન કાર્યક્રમમાં ભાગ લઇને પોતાની કૃતજ્ઞતા વ્યકત કરી, દરેક સાધકોની સેવાની અને કૃતજ્ઞતાની ભાવનાને ઘ્યાનમાં રાખીને આ વર્ષનું સ્નેહ મિલન આપણે નવા ધમ્મકોટ કેન્દ્ર રંગપરની જગ્યા પર રાખેલ છે.
હાલમાં નવા ધમ્મકોટ કેન્દ્રનું નિર્માણ કાર્ય તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ કાર્યને ઝડપથી પુરુ કરવામાં સૌ કોઇ યથાશકિત યોગદાન આપી સહયોગી બની શકે છે. આ સમયે કરેલું યોગદાન, આવનાર સમયમાં જુના કેન્દ્રની જગ્યાના વેચાણમાંથી પ્રાપ્ત થનાર રાશિ દ્વારા આ નવા કેન્દ્રની અન્ય આવશ્યકતાઓની પૂર્તિ કરવા ઉપરાંત સૌરાષ્ટ્રના બીજા કેન્દ્રોના નિર્માણમાં નિમિત બની શકશે. આમ, અત્યારે આપેલું યોગદાન અનેક કેન્દ્રોના નિર્માણ નિમિત બનશે.
સ્નેહમીલન કાર્યક્રમમાં સવારે ૮ થી ૮.૪૫ અલ્પાહાર, સવારે ૯ થી ૧૨ ઘ્યાન ધર્મચર્ચા બપોરે ૧૨ ભોજન બાદ પ્રસ્થાન, ભોજન વ્યવસ્થા, વાહન વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થાના ભાગરુપે સમયસર મો. ૭૮૭૮૭ ૨૭૨૨૩ પર રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.
સ્નેહમિલન તા. ૧૭-૧૧ રવિવાર સમય સવારે ૮ થી ૧૨ નવું ધુમ્મકોટ કેન્દ્ર, રંગપર, રાજકોટ-જામનગર હાઇવે ખાતે યોજાશે.
રાજકોટથી રંગપર કેન્દ્ર પર જવા માટે નિ:શુલ્ક બસ વ્યવસ્થા કરેલ છે. રજીસ્ટ્રેશન અને પિકઅપ પોઇન્ટ માટે મો. ૭૮૭૮૭ ૨૭૨૨૩ પર સંપર્ક ધરવો.
રુટ નં-૧ ગોંડલ ચોકડીથી રંગપર મો. ૯૪૨૮૨ ૦૩૫૬૧, રુટ નં.ર ભકિતનગર સર્કલથી રંગપર મો. ૯૩૭૫૯ ૭૭૧૬૦, રુટ નં.૩ સીટી ઓફીસ ભાભા હોટેલથી રંગપર મો. નં. ૭૮૭૮૭ ૨૭૨૨૩, મોરબીથી મો. ૯૯૦૯૭ ૪૪૩૪૪, જામનગર મો.નં. ૯૩૨૮૯ ૩૪૫૧૮, સુરેન્દ્રનગર મો. નં. ૯૩૭૪૬ ૦૩૧૦૭ પર સંપર્ક કરવો. સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા આગેવાનો રમેશભાઇ ઠકકર, કિશોરભાઇ શિયાણી, પ્રજ્ઞેશભાઇ માંડવીયા અને જીજ્ઞેશભાઇ કિપાડા ‘અબતક ’ની મુલાકાતે આવ્યા હતા.
આગેવાનોએ ‘અબતક’સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે લોકોને વધુ સુવિધાઓ મળી રહે તે માટે વિશાળ જગ્યામાં રંગપર ખાતે આગામી જુલાઇ માસમાં વિપશ્યના કેન્દ્રની શરુઆત થશે. અહીં બે એકરમાં ચેકડેમ તેમજ આશરે ૩૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું છે. વધુમાં જણાવ્યું હતું કે ૧૦૦ દેશોમાં ૧૭૦ કેન્દ્રો વિપશ્યના ઘ્યાન માટે કાર્યરત છે. વિપશ્યના સાધના કોઇ ધર્મને સંબંધીત નથી પરંતુ મનની શુઘ્ધિ માટે છે. વિપશ્યના સાધનાથી માણસમાં વિવેકભાન આવે છે.
અત્યારે લોકો વિપશ્યના શિબિરથી જાગૃત થયાં છે તેથી દરેક કેન્દ્ર સ્વયંભૂ ચાલી રહ્યા છે. અને દાતાઓનો પણ સારો સહયોગ મળી રહે છે.
વિપશ્યના ઘ્યાન અંગે રમેશભાઇ ઠકકરે જણાવ્યું હતું કે વિચારોની શુઘ્ધિ માટે વિપશ્યના શ્રેષ્ઠ છે વ્યકિત પ્રગતિના પંથે વળે છે. અહીં સમાજના દરેક ક્ષેત્રના મહાનુભાવો આવે છે કારણ કે વિપશ્યનાથી વ્યાપાર, પરિવાર, સમાજ દરેક જગ્યાએ વૃઘ્ધિ થાય છે.
મોટી સંખ્યમાં સગર્ભા બહેનો પણ અહીં આવી સાધનાનો લાભ લે છે. અંતમાં જુના તમામ સાધકોને સ્નેહમિલનમાં પધારવા અનુરોધ કર્યો હતો.