શ્રાવણમાસના પ્રથમ સોમવારે શહેરના મહાદેવ મંદિરો ખાતે શિવજીને અનેરો શરગાર કરવામાં આવ્યો હતો અને મહાઆરતી પણ કરાઈ હતી હજારો શિવભકતોએ ભોળાનાથની આરતી આરાધના કરી ધન્યતા અનુભવી હતી.
નિલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસના પહેલા સોમવારે મહાદેવને કઠોડનો સળગાર જેમાં અડદ, ચણાદાળ, ચોખા, મગ, મઠ, વાલ, ચણા, સહિતના કઠોળનો શણગાર કરવામાં આવ્યો હતો.
સાંજે મહાઆરતી, દીપમાળામાં મોટી સંખ્યામાં શિવભકતોએ મહા આરતીનો લાભ લીધો હતો.
શ્રાવણ માસના દર સોમવારે અલગ અલગ પ્રકારના શણગાર જેવા કે બરફના શીવલીંગ, અનાજનો શણગાર તથા શુકો મેવો, વસ્ત્રોનો શરગાર વગેરે કરવામાં આવશે.
પંચનાથ મહાદેવ મંદિરે ગઈકાલે ઘી ના મહાદેવ બનાવવામાં આવ્યા હતા. તેમજ મંદિર પરીશર તથા નીજ મંદિરમાં ફૂલોના શણગાર કરવામાં આવ્યો હતો. જેનો ભકતોએ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
ધારેશ્ર્વર મહાદેવ ખાતે શિવજીને પુષ્પનો શરગાર કરવામાં આવતા હતો તેમજ દિવસ દરમ્યાન અલગ અલગ ચાલતો અને પુજા કરી મહાદેવની આરાધના કરવામાં આવી હતી. ધારેશ્ર્વર મહાદેવ ખાતે ઢોલ નગાર, સાથે વિશિષ્ટ આરતી કરવામા આવી હતી. જેમાં હજારો ભકતો જોડાયા હતા.