સૌ કોઇ હીપહોપ, પોપીંગ લીરીકલ સહિતના ડાન્સ ફોર્મ શીખી શકશસૌ કોઇ હીપહોપ, પોપીંગ લીરીકલ સહિતના ડાન્સ ફોર્મ શીખી શકશસૌ કોઇ હીપહોપ, પોપીંગ લીરીકલ સહિતના ડાન્સ ફોર્મ શીખી શકશ
હાલના સમય લોકો પોતાના બાળકને ભણતર સિવાય ઇત્તર પ્રવૃતિઓ જેવી કે ડાન્સ, સંગીત સહીત અનેક વસ્તુઓ કરાવતા હોય છે. ઘણા વષોથી કીએટીવ ડાન્સ એકેડમી દ્વારા બાળકોને ડાન્સ શિખવાડવામાં આવે છે. ત્યારે ફીઝીકા ડાન્સ એકેડમી તથા ક્રિએટીવ ડાન્સ એકેડમી ના સંયુકત ઉપક્રમે પેલેસ રોડ પર ડાન્સ શરુ કરવામાં આવી છે. જેમાં નાના તથા મોટા બાળકોને અનેક ડાન્સ ફોર્મ શિખવાડવામાં આવશે.
આ એકેડમીમાં બાળકો સહિત સૌ કોઇ ડાન્સ શીખી શકશે: કુલદીપસિંહ રાઠોડ
અબતક સાથેની વાતચીત દરમિયાન ક્રિએટીવ ડાન્સ એકેડમીના કુલદીપસિંહ રાઠોડએ જણાવ્યું હતું કે ૧૮ વર્ષથી અમારી ડાન્સ એકેડમી ચાલે છે. ઓર્ગનાઇઝડ વેથી કોમ્પ્યુટરાઇસડ આર.એફ.આર.ડી. સિસ્ટમ થી ચાલે છે. અમારે ત્યાં ડાન્સ શિખવા ઘણા લોકો ખુબ જ દુરથી આવતા ત્યારે અમારી ઓળખાણ શિલ્પાબેન વસા સાથે થઇ અને તેમને પેસન હતું. અને પોતે એટલા એકટીવ હતા તેથી ફીઝીકા ડાન્સ એકેડમી તથા ક્રિએટીવ ડાન્સ એકેડમીના સંયુકત ઉપક્રમે અમે પેલેસ રોડ નવી બેચ શરુ કરી છે. આ એકેડમીમાં નાના બાળકો સહીત જે કોઇને ડાન્સ શિખવો હોય તે આવી શકે છે. રાજકોટના દરેક વિસ્તારમાં ડાન્સની સારામાં સારી ટ્રેનીંગ આપવામાં આવે તથા બાળકને કઇ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. તે જોઇને અમે તેમને શિખવાડશું બાળકોને બોલીવુડ તથા બાળકો જે ફીલ્ડમાં રસ ધરાવતા હોય તો તે પ્રમાણે અમે ડાન્સ ફોમ શિખવાડીએ છીએ જેમાં અતયારે અર્બન હીપહોપ, પોપીંગ લોકીંગ લીરીકલ સહીત અનેક ડાન્સ ફોમ શિખવાડીએ છીએ.
મારો ફેવરીટ ડાન્સ ફોર્મ બોલીવુડ: રોશની
અબતક સાથેની વાતચીત દરમિયાન રોશનીએ જણાવ્યું હતું કે હું ઘણા સમયથી ક્રિએટીવ ડાન્સ એકેડમી માંથી ડાન્સ શીખી રહી છું. ત્યારે હવે પેલેસ રોડ પર ફિઝીકા ડાન્સ એકેડમી સાથે ક્રિએટીવ ડાન્સ એકેડમીએ જોઇનવેન્ચર કર્યુ છે. ત્યારે હવેથી હું અહિ શિખવા આવીશ. ત્યારે હવેથી હું અહિ શિખવા આવીશ. અને આ કલાસકમાં પણ કુલદીપભાઇ ડાન્સ શિખવાડશે મારો ફેવરીટ ડાન્સ ફોમ બોલીવુડ છે. હું દરરોજ બે કલાક ડાન્સની પ્રેકટીસ કરું છું. કુલદીપભાઇ ખુબ જ સારો ડાન્સ શીખવે છે તો હું જે લોકો ડાન્સ શીખે છે તેમને જણાવ્યું છું કે તમે અહીં આવી ડાન્સ શિખો.
પેલેસ રોડ પર નવી બ્રાન્ચ શરુ થતાં અનેક લોકોને લાભ મળશે: ઋષિ બોપલીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન ઋષિ બોપલીયા એ જણાવ્યું હતું કે પહેલા અમે મોરબી રહેતા ત્યારે ત્યાં એક ડાન્સ કલાસમાં ડાન્સીંગ શીખતો મને નાનપણથી જ ડાન્સ શિખવાનો શોખ હતો. અમે રાજકોટ આવ્યા ત્યારે મેં ક્રિએટીવ ડાન્સ એકેડમી જોઇન્ટ કર્યુ. હું ઘણા સમયથી ડાન્સ શિખી રહ્યો છું. મને લીરીકલ હીપોપ, ડાન્સ ફીમ ખુબ જ ગમે છે. મને ગર્વ થાય છે હવે કિએટીવ એકેડમીની બ્રાન્ચ પેલેસ રોડ પર શરુ થઇ છે. જે લોકો આ વિસ્તારમાં રહે છે તેને પણ ડાન્સ શિખવાનો મોકો મળશે.
અહીં બાળકો ખુબ જ ઉત્સાહથી ડાન્સ શીખે છે: શિલ્પાબેન વસા
અબતક સાથેની વાતચીત દરમિયાન શિલ્પાબેન વસાએ જણાવ્યું હતું કે મને એકટીવ રહેવું ગમે તેથી એકટીવ રહેવા માટે ડાન્સ એકેડમી શરુ કરવી હતી. ત્યારે મેં રાજકોટમાં કોલા સારા ડાન્સ શિખવે છે. ત્યારે મારા ઘ્યાન પર ક્રિએટીવ ડાન્સ એકેડમી આવી. કુલદીપભાઇ અને વિપુલભાઇના સાથ સહકારથી ફિઝીકા ડાન્સ એકેડમી તથા ક્રિએટીવ ડાન્સ એકેડમીના સંયુકત ઉપક્રમે પેલેસ રોડ પર ડાન્સ એકેડમી શરુ કરવામાં આવી છે. અહિ બાળકો ખુબ જ ઉત્સાહથી ડાન્સ શીખે છે. પેલેસ રોડ પર રહેતા બાળકો જેને ડાન્સનો શોખ ધરાવે છે તેઓને સારો ડાન્સ શિખવા મળી શકશે.