લિસ્ટિંગ પ્રણાલીમાં કરાયેલા ફેરફાર અંગે તમામ ન્યાયાધીશોનો એકસુર : યુ.યુ. લલિત
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા યુયુ લલિતે કેસ લિસ્ટિંગની નવી સિસ્ટમ અંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વચ્ચે મતભેદ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન વતી સન્માન સમારોહને સંબોધતા ચીફ જસ્ટિસ લલિતે કહ્યું હતું કે, જે પણ કહેવામાં આવી રહ્યું છે તે તદ્દન ખોટું છે. બધા ન્યાયાધીશોનો એક જ અભિપ્રાય છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમે કેસ લિસ્ટિંગની નવી રીત શરૂ કરી છે. જ્યારે પણ નવું પગલું લેવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે કેટલીક સમસ્યાઓ આવતી જ હોય છે પરંતુ સમાચારમાં જે કહેવામાં આવ્યું છે તે સાચું નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજય કિશન કૌલે બુધવારે કહ્યું હતું કે કેસોની નવી લિસ્ટિંગ સિસ્ટમ સુનાવણી માટે પૂરતો સમય નથી આપી રહી. કારણ કે બપોરના લોન્ચ ટાઈમ પછીના સત્રમાં સુનાવણી માટે ઘણા કેસો સૂચિબદ્ધ છે.
ચીફ જસ્ટિસ લલિતે કહ્યું છે કે, કેસોની યાદીની નવી પ્રણાલી 29 ઓગસ્ટથી અમલમાં આવી અને તે પછી 14 સપ્ટેમ્બર સુધી નવા 1135 કેસ દાખલ કરવામાં આવ્યા છે પરંતુ તેની સામે 5200 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ બધું સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો અને વકીલોના પ્રયત્નોને કારણે શક્ય બન્યું છે. ઘણા મુકદ્દમા પેન્ડિંગ હતા અને અર્થહીન બની રહ્યા હતા. તેથી જ અમારે તેમની સાથે વ્યવહાર કરવો પડ્યો અને પરિણામ તમારી સામે છે.
ચીફ જસ્ટિસે કહ્યું કે, એ પણ સાચું છે કે આ બદલાવ બાદ કેટલાક એવા કિસ્સા સામે આવ્યા છે, જ્યારે છેલ્લી ઘડીએ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આનાથી ન્યાયાધીશો અને વકીલો પર કામનું ઘણું દબાણ પણ આવ્યું પરંતુ હું મારા તમામ ન્યાયાધીશ ભાઈઓ અને બહેનોનો આભાર માનું છું કે તેઓ હસતા હસતા કેસોની સુનાવણી કરે છે. આ જ કારણ છે કે અમે 5200 કેસોનો નિકાલ કરવામાં સફળ રહ્યા છીએ અને પેન્ડિંગ કેસોની સંખ્યા ઘટાડીને ચાર હજાર કરી દીધી છે. આ એક સારી શરૂઆત છે.
મુખ્ય ન્યાયાધીશ લલિતે હોદ્દો સંભાળ્યા પછી જે પ્રારંભિક ફેરફારો કર્યા હતા તેમાંથી એક કેસ લિસ્ટિંગ સિસ્ટમ સાથે સંબંધિત હતો. નવી સિસ્ટમના અમલ પછી મંગળવાર, બુધવાર અને ગુરુવારે ટોચની અદાલત સવારે 10:30 થી બપોરે 1 વાગ્યાની વચ્ચે નિયમિત કેસોની સુનાવણી કરે છે. લંચ બ્રેક પછી એટલે કે બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે નવા અથવા આવા કેસોની સુનાવણી કરી રહ્યું છે જેમાં નોટિસ જારી કરવામાં આવી છે.
અગાઉ વ્યવસ્થા એવી હતી કે નવા કેસોની સુનાવણી પહેલા થતી અને બપોર પછી નિયમિત સુનાવણી થતી. હવે સોમવાર અને શુક્રવારે કુલ 30 જજો કેસની સુનાવણી કરે છે. આ માટે માત્ર બે જજોની બેંચની રચના કરવામાં આવી છે. સરેરાશ દરેક બેન્ચ નવી પીઆઈએલ સહિત 60 થી વધુ કેસોની સુનાવણી કરે છે.
27 ઓગસ્ટે 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેનાર યુયુ લલિતે પણ કહ્યું હતું કે વકીલ બનવું સન્માનની વાત છે. હું આજે જે છું તે વકીલાતના વ્યવસાયના કારણે છું. હું આ વ્યવસાય સિવાય બીજું કંઈ બનવાનું વિચારી શકતો ન હતો. આ વખતે એસોસિએશનના સભ્ય બનવું એ પણ ગૌરવની વાત હતી. સુપ્રીમ કોર્ટના જજ બનવાનું હંમેશા સપનું હતું.
લિસ્ટિંગ સિસ્ટમમાં કયાં ફેરફારો કરવામાં આવ્યા હતા?
મુખ્ય ન્યાયાધીશ લલિતે હોદ્દો સંભાળ્યા પછી જે પ્રારંભિક ફેરફારો કર્યા હતા તેમાંથી એક કેસ લિસ્ટિંગ સિસ્ટમ સાથે સંબંધિત હતો. નવી સિસ્ટમના અમલ પછી મંગળવાર, બુધવાર અને ગુરુવારે ટોચની અદાલત સવારે 10:30 થી બપોરે 1 વાગ્યાની વચ્ચે નિયમિત કેસોની સુનાવણી કરે છે. લંચ બ્રેક પછી એટલે કે બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે નવા અથવા આવા કેસોની સુનાવણી કરી રહ્યું છે જેમાં નોટિસ જારી કરવામાં આવી છે.
નવી લિસ્ટિંગ પ્રણાલી કારગત નિવડી: ફક્ત 13 દિવસમાં 4 હજાર કેસનો નિકાલ કરાયો