રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી જીસીસી (ગર્વમેન્ટ કોમશિયલ સર્ટીફીકેટ) કોમ્પ્યુટર સ્ટેનોગ્રાફીની પરીક્ષાઓ ૧૯૬૦ની સાલથી એટલે કે આજથી ૬૦ વરસ પહેલા ટાઇપરાઇટર ઉપર અલગ અલગ ઝડપ મુજબ સ્પીડટેસ્ટ, લેટર સ્ટેટમેન્ટ, એડવાઇઝમેન્ટ, બેલેન્સશીટ વિ. બે કલાકના પ્રશ્ર્નોપત્રો મુજબ લેવામાં આવતી હતી. પરીક્ષાઓ ટાઇપરાઇટરના બદલે કોમ્પ્ટુટર ઉપર લેવાનું શરુ ૨૦૦૯થી થયું, પરંતુ જુની ટાઇપરાઇટરની પઘ્ધતિ પ્રમાણે જ ૯ થી ૧૦ વરસ પરીક્ષાઓ કોમ્પ્યુટર ઉપર લેવાયેલ.
રાજય પરીક્ષા બોર્ડની હવે પરીક્ષા પઘ્ધતિમાં સુધારો જરુરી લાગતા નવી પરીક્ષા સમીતીની નિમણુંક કરી, અનુવી અભિપ્રાય મુજબ પરીક્ષા પઘ્ધતિનું નવું માળખું તૈયાર કરી રહેલ છે.
નવી જીસીસી પરીક્ષા પઘ્ધતિથી ગુજરાતના યુવક-યુવતિઓને નોકરીની વિશાળ તક મળશે તેમજ સફળ ઉમેદવારો માટે પરીક્ષા પાસ કરવી સહેલી પડશે, તેમ નવી પરીક્ષા પઘ્ધતિના ક્ધવીનર મહેશભાઇ મહેતા વધુમાં જણાવાયું હતું કે નવી પરીક્ષા અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કોમ્પ્યુટરની એક કલાકની એક જ પરીક્ષા લેવામાં આવશે. જેમાં વિઘાર્થીની ઝડપી (સ્પીડ) ની લાયકાત મુજબ બોર્ડ તરફથી જે તે સ્પલીડનું પ્રમાણપત્ર આપવામાં આવશે.
જીસીસી ઓગષ્ટ ૨૦૧૯ ની પરીક્ષા ના ર્ફોમ તા.ર૩ જુલાઇ સુધી કોઇપણ માન્ય સંસ્થા અથવા તો ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. સ્ટેનોગ્રાફીની પરીક્ષા ગાંધીનગર મુકામે તા. ૧૦-૧૧ ઓગષ્ટના રોજ તેમજ કોમ્પ્યુટરની પરીક્ષાઓ દરેક જીલ્લામાં ૧૭-૧૮ ઓગષ્ટના રોજ લેવાશે. જેની હોલ ટીકીટ તા. ૫-૮-૨૦૧૯ થી મળી શકશે. વધુ માહીતી માટે પરીક્ષા સમીતીના સદસ્ય મહેશાઇ મહેતા, મહેતા ઇન્સ્ટીટયુટ,સર લાખાજીરાજ રોડ, રાજકોટ મુકામે સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.