કન્ટેન્ટ ઈઝ ધ કિંગ…

કોરોના તથા ત્યારબાદનો સમય પ્રિન્ટ, ડિજીટલ અને ઈલેકટ્રોનીકસ માધ્યમો માટે પડકાર સમાન છે. નવા કન્ટેન્ટ અને નવા વિચારો લાવવામાં નહી આવે તો આગામી સમય આ માધ્યમો માટે કપરો બની રહેવાનો છે. પડકાર રૂપ બનવાનો છે.

પ્રકૃતિનો નિયમ છે કે સતત બદલાતા રહેવું જો ન બદલાય તો તે ટકી શકતું નથી આવી જ રીતે સમાચાર મનોરંજન માધ્યમો પ્રિન્ટ, ટીવી અને ડિજીટલ ક્ષેત્રે પણ કોરોના તથા પછીના સમયમાં ટકી રહેવા માટે નવા નવા વિચારો સાથે નવા નવા મજબૂત કન્ટેન્ટ લાવવા પડશે. જો નવા નવા વિચારો કન્ટેન્ટ લાવવામાં નહી આવે તો આ માધ્યમોને મોટો પડકાર ઉભો થશે.

સમાચાર માધ્યમો અને મનોરંજન માધ્યમોની આવકમાં ચાલુ નાણાંકીય વર્ષમા ઘટાડો થવાની શકયતા છે. તેમ ક્રિસીલે જણાવ્યું હતુ.

ક્રિસીલે તાજેતરમાં ૭૮ મીડીયા અને મનોરંજન કંપનીઓનો સર્વે કર્યો હતો. આ સર્વેમાં જાણવા મળ્યું કે આ વર્ષ આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર ૧.૫૫ લાખ કરોડનું ૯ ટકા વિકાસ સાથે થવાની ધારણા છે. જે અગાઉના વર્ષમાં ૧.૪૨ લાખ કરોડ હતુ વિકાસ દર ૧૦ ટકા હતો.

આ વર્ષે કોરોનાનો રોગચાળો અને તેના લીધે દેશમાં બદલાયેલા લોકડાઉનના પગલે સમાચાર માધ્યમો અને મનોરંજન ક્ષેત્રને ૧૬ ટકાની ઘટ પડશે. એટલે કે ૨૫ હજાર કરોડની ઓછી આવક થશે. ઓછી આવકના કારણે કંપનીઓની સરેરાશ શાખમાં ઘટાડો કરશે. આવકમાં રૂા.૨૫ હજાર કરોડની ઘટ પડતા કંપનીઓ દ્વારા ખર્ચ ઘટાડવાના પ્રયત્નો છતા નફામાં મોટો ઘટાડો કરશે.

ચાલુ નાણાંકીય વર્ષમાં આ જાહેરાતની આવકમાં ૧૬ ટકાનો ઘટાડો થશે. જોકે આ ઘટાડો દરેક ક્ષેત્ર માટે અલગ અલગ છે. ટીવી, પ્રિન્ટ, રેડીયો, ઘર બારની જાહેરાત તથા ફિલ્મોની આવકમાં મોટો ઘટાડો થશે જોકે ડીજીટલ ક્ષેત્ર વિકાસ જાળવી રાખી શકશે. પણ વિકાસ દર ખૂબ નજીવો હશે તેમ ક્રિસીલના સિનીયર ડિરેકટર સચિન ગુપ્તાએ જણાવ્યું હતુ.

ટીવી પ્રીન્ટ અને ડીજીટલ એવા ક્ષેત્ર જેની આવકનો મુખ્ય સ્ત્રોત જાહેરાત છે. ડિજીટલ આવક સાધનો તથા એપ્લીકેશનનો ઉપયોગ વધે તો જ આવક વધે છે.

ઈન્ડિયન પ્રિમીયર લીગ જેવી રમત ગમતની ઘટના રદ થતા ટીવી તથશ ચેનલોની આવક પર મોટી અસર થશે તો બીજી તરફ લોકડાઉનના પગલે ઓટોમોબાઈલ બાંધકામ ક્ષેત્ર અને ઈકોમર્સ ક્ષેત્રને અસર થતા અખબારોની આવકમાં પણ ઘટાડો થશે.

ટીવી, પ્રિન્ટ અને સિનેમાના ગ્રાંહકો ઘટતા આવક ઘટશે જયારે ટીવીને લોકડાઉનમાં પણ દર્શકો ગ્રાહકો જળવાઈ રહેતા ટકી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.