હાલ પ્રી વેડિંગનો ક્રેઝ ચાલી રહ્યો છે. અત્યારની પેઢી સગાઈ-લગ્નની અલગ-અલગ રીતે ઉજવણી કરતી હોય છે. આ ઉજવણીમાં કેક કાપવાથી લઈને મોંઘી કંકોત્રી વહેચવી, મોંઘા ઘરેણા આપવા વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે. ત્યારે ગુજરાતના એક ગામમાં આવી વેડિંગ ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે.
આ ઘટના દક્ષિણ ગુજરાતના મહુવાના કાછલ ગામની છે. જ્યાં ચૌધરી આદિવાસી સમાજે જૂના કુરિવાજો નાબૂદ કરીને 33 જેટલા સામાજિક સુધારાઓ સાથેનું પોતાનું અલગ બંધારણ રચ્યું છે. આ બંધારણમાં કેટલાક અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાંના એક નિયમમાં પ્રી-વેડિંગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કાછલા ગામના લોકોએ ભેગા મળીને આ બંધારણ તૈયાર કર્યું છે જેમાં ચૌધરી બોલીને પણ આગવું મહત્વ આપવામાં આવ્યું છે. આ બંધારણમાં ખુબ જ કડક નિર્ણયો કરવામાં આવ્યા છે જે આ મુજબ છે: બિનજરૂરી ખર્ચાઓ પર કાપ, પોતાની ભાષાને મહત્વ, આદિવાસી ચૌધરી સમાજના સામાજિક ખર્ચ ઘટાડવા અને આદિવાસી રીતિ-રિવાજો પ્રમાણે વિધિઓ થાય તેવા નિર્ણયો લેવાયા હતા.
કાછલ દૂધ મંડળીના પ્રમુખ રવીન્દ્રભાઈ ચૌધરી, નરેનભાઇ ચૌધરીની આગેવાની હેઠળ ચૌધરી સમાજનું બંધારણ સભાનું આયોજન કરાયું હતું જેમાં તેમણે 33 પ્રકારના સામાજિક સુધારા સાથેનું બંધારણ બનાવવામાં આવ્યું હતું.
ગામના નિયમોમાં કરવામાં આવેલ સુધારા:
1.) લગ્ન પ્રસંગે ગામમાં કંકોત્રી વહેંચવી નહિ, ફક્ત નોતરું જ નાખવું
2.) સગાઈમાં જમણવાર રાખવો નહિ, સાકર-પડોની પ્રથા બંધ કરવી
3.) સગાઈમાં સોનાની વીંટી પહેરાવવાની અને સગાઈમાં કેક કાપવાની પ્રથા નાબૂદ
4.) લગ્ન પ્રસંગે ગામમાં કંકોત્રી વહેંચવી નહિ, ફક્ત નોતરું જ નાખવું
5.) લગ્નવિધિ દરમિયાન ફરજિયાત ચાંદીનું જ મંગળસૂત્ર પહેરાવવું
6.) મરણ પ્રસંગે જમણવાર રાખવો નહીં.