નાગરિકતા કાયદા અંગે ગેરસમજણ ફેલાવીને વિદ્યાર્થીઓને તોફાન કરવા ગેરમાર્ગે દોરવામાં આવતો હોવાનો અમિત શાહનો આરોપ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે જણાવ્યું હતું કે નાગરીક સુધારા ધારો ૨૦૧૯ને લોકસભામાં કાયદાનુરુપ અપાયું છે. આ કાયદો ભારતમાં આવીને વસેલા શરણાર્થીઓને નાગરીકતા અપાશે. ધર્મના આધારે ત્રણેય પાડોશી દેશોમાંથી આવેલા નાગરીકોને પોતાના દેશમાં સતામણીનો ભોગ બનવું પડતું હતું. આવા શરણાર્થીઓને ભારતીય નાગરિકતત્વ મળશે. કોઇપણ ભારતીય નાગરીકને આ કાયદાથી નાગરકિત્વ છીનવાશે નહિ.
અમિત શાહે જણાવ્યું હતું કે વિઘાર્થીઓએ આ નવા કાયદાની સમજણ કેળવવી પડે આ મુદ્દે રાજકીય પક્ષોના હાથો ન બનવું જોઇએ.
કેટલાંક રાજકીય પક્ષો પોતાના રાજકિય લાભ માટે હિંસા ફેલાવવા માટે અફવાઓ ફેલાવે છે. હું વિઘાર્થીઓને વિનંતી કરું છું કે તે નાગરીક અધિકાર સુધારા ખરડાને જાણે અને કોઇની ભ્રમ જાળમાં ન ફસાય.
દેશભરમાં વિવિધ વિસ્તારોમાં આ કાયદા સામે વિઘાર્થીઓની અન્ય લોકો દ્વારા વ્યાપક પ્રમાણમાં દેખાવો અને વિરોધ થઇ રહ્યા છે. તેવા સમયે અમિત શાહના નિવેદનમાં જણાવાયું છે કે આ કાયદો ૩૧ ડીસે. ૨૦૧૪ સુધીમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી ભારતમાં આવીને વસેલા હિન્દુ, ખ્રિસ્તી, પારસી, જૈન, બોઘ્ધ અને શીખ કે જેઓ પોતાના દેશમાં ધાર્મિક ભેદભાવોનો ભોગય બનતા હતા અને ભારતમાં તેમને વિદેશી ગણવામાં આવતા હતા. તેવા તમામ શરણાર્થીઓને ભારતનું નાગરીકત્વ આપવામાં આવશે.
આ નવો કાયદો સંસદના બન્ને સદનોમાં બહુમતિથી પસાર થયા બાદ ગયા અઠવાડીયે રાષ્ટ્રપતિ દ્વારા મંજુર કરવામાં આવ્યો હતો. દેશમાં શરણાર્થીઓને અગાઉ ૧૧ વર્ષની જગ્યાએ પ વર્ષથી જે શરણાર્થીએ ભારતમાં વસતા હોય તેમને ભારતીય નાગરીકત્વ આપવાનું ઠરાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ દેશભરમાં નાગરીક દ્વારા સામે થયેલા હિંસક દેખાવોને કમનસીબ અને દુ:ખદાયી ગણાવ્યો હતો. અને લોકોને અફવા અને હિંસાથી દુર રહી સમાજના ભાગલા પાડવા ઇચ્છતા હિત સાધકોને ટેકો ન આપવા જણાવ્યું હતું.
મોદીએ તેના ટવીટ સંદેશમાં વધુમાં જણાવ્યું હતું કે આ કાયદો કોઇપણ ધર્મ કે ભારતીયોને નુકશાન નહિ કરે ગૃહમંત્રાલય જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં હિન્દુ સહિતના પાંચ સમુદાયના પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનથી આવેલા એકપણ નાગરીકો વંચીત નહી રહે અને તેમને નવો કાયદાથી નાગરીકતા મળશે તે માટે તેઓને માત્ર જરુરી ઔપચારિકતા પુરી કરવાની રહેશે.
આ કાયદાનો મતલબ એવો નથી કે તેના હિજરતીઓને ગેરકાયદેસ રીતે આવીને વસેલા તમામ લોકોને આપો આપ ભારતની નાગરીકતા મળી રહેશે. જે લોકોને કાયમી નાગરીકતા જોતી હશે તેમને નાગરિકતા માટે અરજી કરવાની રહેશે અને જરુરી પ્રક્રિયા બાદ તંત્ર દ્વારા નાગરીકતા અપાશે જરુરી માપદંડોએ શરતો પુરી કરનારા અરજદારને જ ભારતીય નાગરીકત્વ આપવામાં આવશે.