વાંકાનેરમાં વર્તમાન એસ.ટી.ડેપોની જગ્યાએ અધ્યતન સુવિધા સભરનું નવું બસ સ્ટેશન ડેપો રાજય સરકાર દ્વારા રૂ.422.76 લાખના ખર્ચે બનાવવામા આવી રહ્યું છે. આ નવા બસ સ્ટેશનનું ઈ-ખાત મૂર્હત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવેલ.
જયારે ખાતમૂહૂર્ત રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરવામાં આવેલ વાંકાનેર એસ.ટી.બસ સ્ટેશન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રથમ ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા શહેરોમાં નવા બનનાર એસ.ટી.ડેપો અને ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા મુસાફરોની સુખાકારી માટે અપાતી સુવિધાઓ જેવી કે વિદ્યાર્થી પાસ, વેપારીઓમાટે 50% રાહતના પાસ યોજના વિવિધ યોજનાની માહિતી રાજયના મુખ્યમંત્રી એ પોતાના પ્રવચનમાં વર્ણી એસ.ટી. નિગમને અભીનંદન આપ્યા હતા. સાથે કોરોના કાળમાં પણ રાજય સરકાર પ્રજાના કાર્યો માટે કટીબધ્ધ હોવાનું જણાવેલ અને આજે એકી સાથે અનેક શહેરોમાં નવ બસ સ્ટેશનના ઈ-ખાતમૂર્હત કરી પ્રજાને મુસાફરી માટેના એસ.ટી. ડેપોમાં અધ્યતન સુવિધાઓ આપવા જુદા જુદા મંત્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમો થઈ રહ્યા છે.
વાંકાનેર ખાતે 422.76 લાખના ખર્ચ નવા બનનાર એસ.ટી.બસ સ્ટેશનમાં આઠ પ્લેટફોમ, વેટીંગહોલ, કેન્ટીંગ, એડમીન રૂમ, વોટરરૂમ, ચાર સ્ટોલકમ શોપ, પાર્સલરૂમ ઈલેકટ્રીક રૂમ, સ્ટેન્ડ ઈન્ચાર્જ રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, બેબી ફીડીંગ રૂમ, લેડીઝ જેન્સટ માટેના શૌચાલયો તેમજ ઉપરના પ્રથમ માળે કેસ અને બુકીંગ રૂમ, ટ્રે રૂમ, સ્ટોરરૂમ ડ્રાઈવર કંડકટર રેસ્ટરૂમ, વિગેરે સુવિધા સભરનું બસ સ્ટેશન આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર વાળુ બનવા જઈ રહ્યું છે. તેના ખાતમૂર્હત કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહ ઝાલા, તાલુકા પંચાયતના પ્રમુખનાપતી ધર્મેન્દ્રસિંહ ઝાલા, મહિલા અગ્રણી અને તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેર હીરાભાઈ માલધારી સહિતના મંચસ્થ મહેમાનોના હસ્તે પ્રથમ દિપ પ્રાગટય બાદ એસ.ટી. ડેપો ખાતે કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ખાતમૂર્હત કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં વાંકાનેર એસટી ડેપોના મેનેજર કવિતાબેન ભટ્ટ, ભાજપના અગ્રણીઓ પત્રકારો, આમંત્રીત મહેમાનો ઉપરાંત વિભાગીય નિયામક ઈન્ચાર્જ જૂનાગઢના જી.ઓ.શાહ ડી.એમ.એ. સોની, ડી.ડબલ્યુ.એસ. ઠુમર, એસ.ટી.કર્મચારી મહામંડળના પ્રમુખ જયુભા જાડેજા, બાંધકામ અધિકારી વનરાજસિંહ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સુંદર આયોજન કરનાર વાંકાનેર એસ.ટી.ડેપોના કર્મચારીઓને અને અગ્રણીઓને મંચસ્થ અગ્રણીઓ અને અધિકારીઓએ ધન્યવાદ આપ્યા હતા.