રૂા. 20 હજાર કરોડની મૂડી રોકાણની સંભાવના: 1.20 લાખ નવી રોજગારી ઉભી થશે
અબતક, રાજકોટ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવ ગુજરાત બાયોટેકનોલોજી પોલીસી જાહેર કરી છે. આ નવી પોલીસી આગામી પાંચ વર્ષ એટલે કે 2022-2027 સુધી અમલમાં રહેશે.
ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતે પોલીસી ડ્રીવન સ્ટેટ અને ઉઘોગ સાહસિકતા માટે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.
એટલું જ નહિ, બાયોટેકનોલોજી જયારે વૈશ્ર્વિક હરણફાળ ભરી રહી છે. ત્યારે બાયોટેક આધારીત ઉઘોગોનું વધુ પ્રોત્સાહન આપવા રાજય સરકારે આ નવી બાયોટેકનોલોજી પોલીસી જાહેર કરી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બાયોટેકનોલોજીના વિજ્ઞાનનું વૈશ્ર્વિકસ્તરે વિવિધ ક્ષેત્રોમાં ખાસ કરીને આરોગ્ય અને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓના સમાધાન માટે નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
મુખ્યમંત્રીએ આ પોલીસીની વિસ્તૃત વિગતો આપણા ઉમેર્યુ કે, બાયોટેકનોલોજી પોલીસીમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે વધુ રોકાણો આકર્ષવા માટે વિવિધ સ્ટોક હોલ્ડર્સ જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉઘોગ સાહસિકો સાથે પરામર્થ કરવામાં આવ્યો હતો અને તેમના રચનાત્મક સૂચનોને પણ બાયોટેકનોલોજી પોલીસી 2022-27 માં આવરી લેવાયા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, બાયોટેકનોલોજી પોલીસી 2022-27, નેશનલ પોલીસી એન્ડ સ્ટ્રેટેજીસને ઘ્યાને રાખી ઘડવામાં આવેલી છે. આમાં વિવિધ સ્ટેક હોલ્ડર્સ જેવી કે બિન-સરકારી સંસ્થાઓ, વૈજ્ઞાનિક પ્રતિષ્ઠાનો અને ઉઘોગો વચ્ચેની ભાગીદારીને પ્રોત્સાહન અપાશે. બાયોટેકનોલોજી પોલીસી (2022-27) માં ગુજરાતના બાયોટેકનોલોજી ઉઘોગોને વૈશ્ર્વિક સ્તરના બનાવવા માટે ટેકનોલોજી એકિવઝીશન માટે સહાય, સ્કિલ ડેવોપમેનટ સહાય, વૈકલ્પિક ઉર્જા ઉત્પાદન, કવોલિટી સર્ટિફીકેશન અને બેન્ડવિડથ લીઝિંગ માટેની વિવિધ આર્થિક સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉની પોલીસીમાં આવી સહાય સમાવિષ્ટ ન હતી એમ તેમણે જણાવ્યુઁ હતું.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ પોલીસી રાજયમાં બાયોપ્લાસ્ટિકસથી લઇને જિન સ્પ્લાઇસીંગ અને સ્ટેમ સેલ થેરાપી જેવા ક્ષેત્રો માટે પ્રોત્સાહન બનશે.
આ ઉપરાંત પ્રિ-કલીનીકલ ટેસ્ટીંગ, ખાનગી સેકટરમાં જિનોમ સિકવસીંગ, પ્લગ એન્ડ પ્લે ફેસેલીટીઝ, પ્રાયવેટ સેકટર ઇજક-3 લેબ,
લેબ, વેકિસન ડેવલપમેન્ટ એન્ડ મેન્યુફેકચરીંગ, ટેસ્ટીંગ અને સર્ટિફીકેશન લેબોરેટરીઝ જેવા સ્પેશ્યલ પ્રોજેકટને સહાય-સપોર્ટથી આ નવી બાયોટેકનોલોજી પોલીસી ઇકોસિસ્ટમને વધુ સુગ્રથિત કરશે.
રૂ. ર00 કરોડથી ઓછી મૂડી રોકાણ વાળા ખજખઊ ઉઘોગોને રૂ. 40 કરોડની મહત્તમ મર્યાદામાં અને રૂ. 200 કરોડથી વધુ મૂડી રોકાણ વાળા મેગા-લાર્જ પ્રોજેકટસને, તેમજ ઇકોસીસ્ટમ સશકિતકરણ, ઇમજીંગ ટેકનોલોજીસ ઇન ચેલેન્જીંગ એરિયાઝ અને સ્ટ્રેટજીક મહત્વતા ધરાવતા સ્પેશ્યલ પ્રોજેકટને રૂ. ર00 કરોડની મહત્તમ મર્યાદામાં કૂલ મૂડી ખર્ચના રપ ટકા સહાય કુલ પ વર્ષમાં ર0 ત્રિમાસિક હપ્તાના સ્વરુપમાં અપાશે.
રૂ. ર00 કરોડથી ઓછી મૂડી રોકાણ વાળા ખજખઊ ઉઘોગોને પ્રતિવર્ષ રૂ. પ કરોડ પ્રતિવર્ષની મહત્તમ મર્યાદામાં અને રૂ. ર00 કરોડથી વધુ મૂડી રોકાણ વાળા મેગા-લાર્જ પ્રોજેકટસને, તેમજ ઇકોસીસ્ટમ સશકિતકરણ જેવા સ્પેશ્યલ પ્રોજેકટસને રૂ. રપ કરોડ પ્રતિવર્ષની મહત્તમ મર્યાદામાં કુલ ઓપરેટીંગ ખર્ચના 1પ ટકા સહાય આપવામાં આવશે. આ સહાયમાં પાવર ટેરિફ, પેટન્ટ સહાય, માકેટીંગ ડેવલપમેન્ટ સહાય લીઝ રેન્ટલ સબસીડી બેન્ડવિડથ લીઝિંગ અને કવોલીટી સર્ટીફીકેશન માટેના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે.
એક વર્ષથી વધારે સમય સુધી અરજકતા કંપની સાથે જોડાયેલ હોય તેવા પ્રત્યેક સ્થાનિક પુરૂષ અને મહિલાને અનુક્રમે રૂ. 50,000 અને રૂ. 60,000 ની સહાય અપાશે.
પ્રત્યેક મહિલા અને પુરુષ કર્મચારી માટે અરજકર્તા કંપનીએ ભરેલ એમ્પલોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઉપર અનુક્રમે 100 ટકા અને 75 ટકા વળતર
રૂ. 100 કરોડ સુધીની ટર્મ લોન ઉપર ભરેલ વ્યાજ સામે વાર્ષિક રૂ. 7 કરોડની ટોચ મર્યાદામાં 7 ટકા ના દરે ત્રિમાસિક વળતર, ઉપરાંત રૂ. 100 કરોડથી વધુની ટર્મ લોન ઉપર વાર્ષિક રૂ. ર0 કરોડની મહત્તમ મર્યાદામાં ભરેલ વ્યાજ સામે 3 ટકા ના દરે ત્રિમાસિક વળતર
પાંચ વર્ષ માટે ભરેલ ઇલેકટ્રીસીટી ડયુટી ઉપર 100 ટકા વળતર
દેશમાં ઉત્પાદન ન થતી હોય તેવી પ્રોડકટસનું ઉત્પાદન કરતા ઉઘોગોને આત્મનિર્ભર ભારત વિઝનને સાકાર કરવાના ઉદેશ્યથી સ્ટ્રેટેજીક મહત્વના પ્રોજેકટસ હેઠળ સમાવેશ કરી ઇકોસીસ્ટમ સશકિતકરણ તથા મેગા અને લાર્જ પ્રોજેકટસને મળતા સ્પેશીયલ પેકેજ દ્વારા વધારાની સહાય આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે.
સ્પેશીયલ પેકેજ હેઠળ મંજુરી મળેલા પ્રોજેકટને રાજય સરકારના આંતર-વિભાગીય સંકલન અને સિંગલ પોઇન્ટ ઓફ કોન્ટેટકથી જમીન ફાળવણી તથા અન્ય પાયાની ઇન્ફ્રાસ્ટ્રકચર સંબંધીત જરુરીયાતો જેમ અપ્રોચ રોડ, પાણી-પુરવઠા ઇલેકટ્રોસીટી ગટર વગેરે માટે સર્વાગી સુવિધા પુરી પાડવામાં આવશે.