સ્વિસ બેંકોની તર્જ પર કેશ વોલ્ટસ હવે બે નંબરી સંપત્તિ સંઘરવા માટે નવું ‘સ્વર્ગ’
અત્યારે બીયકોઈન નહી બલ્કે કેશવોલ્ટસ ભારતીયોમાં નવું આકર્ષણ છે. પરંતુ સવાલ એ છે કે સ્વિસ બેંકોની તર્જ પર કેશવોલ્ટસ બે નંબરી સંપતિ સંઘરવા માટેનું નવું ‘સરનામું’ બની જશે?
કેશ વોલ્ટસ એક વિશાળ ‘બેંક લોકર’ જેવું છે જેમાં માત્ર કેશ એટલેકે રોકડ ચલણ જ નહી રાખી શકાય બલ્કે સોનું, મોંઘાદાટ પેન્ટિંગ્સ અને મૂર્તિ (શિલ્પ) દસ્તાવેજો વિગેરે પણ રાખી શકાશે.
આશ્ર્ચર્યની વાત તો એ છે કે આવા કેશ વોલ્ટસ સ્વિસમાં ઉંડે બરફના થર નીચે ઘણા બધા સ્ટ્રોંગ સિકયુરીટી લેવર નીચે છે. મતલબ કે વહા પરીંદા ભી પર નહી માર શકતા એટલે જ હવે કેશવોલ્ટસને ભારતીય ધનાઢ્યો માટે નાણાં રાખવાનું ‘નવું સ્વર્ગ’ કહેવામાં આવે છે.
હજુ હમણા સુધી બીટકોઈન ભારતીય ધનાઢયો અને રોકાણકારોને આકર્ષિત કરતું હતુ પરંતુ હવે કેશવોલ્ટસ તેમને પોતાની ઔર ખેંચશે તેમાં બે મત નથી.
અગાઉ ભારતીય ધનાઢયોએ સ્વિસ બેંકોમાં પોતાના નાણાંનો સંગ્રહ કર્યો હતો. પરંતુ હવે તેની જ તર્જ પર કેશવોલ્ટસ આવ્યું છે. કેમકે તેમાં માત્ર વિદેશી ચલણ જ નહીં પરંતુ કિંમતી ચીજ વસ્તુઓ, સોનું-ડાયમંડ, દસ્તાવેજો વિગેરે પણ રાખી શકાય છે. કેમકે આ એક વિશાળ બેંક લોકર પ્રકારનું અથવાતો કહી શકાય કે તેનાથી પણ એક ડગલું આગળ એવું સેફ વોલ્ટ છે.