પાંચ રાજયમાં વિધાનસભાની ચૂંટણી પુરી થતા ટોચની પેનલ દ્વારા નિમણુંક અપાશે

દેશની મહત્વની ગણાતી એજન્સી સીવીસી અને સીબીઆઇની ટોચની પોષ્ટ લાંબા સમયથી ખાલી પડી છે તેમાં આગામી સપ્તાહમાં નિમણુંક માટે પેનલ મળનાર હોવાના નિર્દેશ મળી રહ્યા છે.

સીબીસી અને સીબીઆઇમાં ટોચની જગ્યા ગત તા.3 ફેબ્રુઆરીથી ખાલી પડી છે. પરંતુ દેશમાં પાંચ રાજયની વિધાનસભા ચૂંટણી હોવાના કારણે પેનલની બેઠક મળી ન હોવાથી નિમણુંક ખાલી રહી હતી અને ટોચની બેઠક પર ઇન્ચાર્જ સંભાળી રહ્યા છે.

સીવીસી અને સીબીઆઇમાં ટોચની જગ્યા માટે વડા પ્રધાન, સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ અને લોકસભાના વિરોધ પક્ષના નેતા દ્વારા બનેલી પેનલ દ્વારા નિમણુંક આપવામાં આવે છે. પરંતુ પાંચ રાજયમાં વિધાન સભાની ચૂંટણી હોવાના કારણે પેનલની બેઠક મળી ન હતી. પાંચેય રાજયમાં વિધાન સભાની ચૂંટણી સંપન્ન થતાં આગામી સપ્તાહમાં પેનલ મળનાર હોવાનું અને ત્યારે સીવીસી અને સીબીઆઇની મહત્વની જગ્યા પર નિમણુંક આપવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.