રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સરહદે આવેલા કેન્દ્ર શાસિત વિસ્તારમાંથી દારૂની સપ્લાય
ખાનગી લકઝરી બસમાં અને રેલવે માર્ગે પાર્સલના સ્વરૂપે, ટ્રક ચાલકો દારૂની બોટલના બદલે નવા પેકીંગમાં આવતા બે લિટરના જગ લાવવાનો સાઇડ બિઝનેસ
દારૂનો મોટો જથ્થો પકડી પોલીસ મુળ સપ્લાયર સુધી પહોચવામાં નિષ્ફળ રહેવાનો ફાયદો ઉઠાવતા બુટલેગરો
પછાત વિસ્તારમાં દેશી અને ભદ્ર વિસ્તારમાં વિદેશી દારૂની રેલમછેલ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાને અસરકારક બનાવવા અનેક વખત ચર્ચા થઇ છે. તેમજ કાયદાને વધુને વધુ કડક બનાવવા છતાં દારૂબંધીનો સંપૂર્ણ રીતે અમલ કરાવવા અશકય છે. દારૂબંધીના અમલ કરાવવામાં નિષ્ફળ રહેવા પાછળ પણ કેટલાક વિચિત્ર તો કેટલાક ચોકાવનારા કારણો સામે આવ્યા છે.
ગુજરાતની સરહદે આવેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેન્દ્ર સાશિત રાજય ઉપરાંત હરિયાણા અને પંજાબ સહિતના વિસ્તારમાંઓથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઘુસાડવામાં આવે છે. પોલીસથી બચવા માટે ટ્રક ચાલકો ઘુસાની નીચે અથવા પીઓપી નીચે છુપાવીને દારૂ સાથેનો ટ્રક તમામ ચેક પોસ્ટ પાસ કરી બુટલેગર સુધી દારૂ પહોચતો કરે છે.
તાજેતરમાં જ પોલીસ દ્વારા પકડવામાં આવેલા વિદેશી દારૂના જંગી જથ્થો એલપીજી ગેસના ટેન્કર,એમ્બ્યુલશન, દુધના ટેન્કર, અન્ય વાહનમાં ગુપ્ત (ચોર) ખાના બનાવી સપ્લાયરો દારૂ ઘુસાડી રહ્યા છે. આ ઉપરાંત ખાનગી લકઝરી બસ અને ટ્રક ચાલકો પણ દારૂ લાવી સાઇડ બીજનેશ કરી રહ્યા છે.
દારૂની મોટી કંપનીઓ દ્વારા એક અને બે લિટરના પ્લાસ્ટીકના જગના પેકીંગમાં દારૂનું વેચાણ શરૂ કર્યુ ત્યારથી લકઝરી બસ અને ટ્રક ચાલકો બે થી ત્રણ જેટલા દારૂના જગ પોતાની સાથે લાવી પ્યાસી પાસેથી મોટી રકમની કમાણી કરી રહ્યા છે. તે રીતે રેલવે અને એસટીમાં દવાના પાર્સલ ગણાવી દારૂની નાની બોટલ અને પાઉચ પ્યાસી સુધી પહોચતા કરવામાં આવતા હોવાથી દારૂબંધીનો સંપૂર્ણ રીતે અમલ કરાવવો પોલીસ માટે શકય નથી પોલીસ ઘણી વખત વિદેશી દારૂનો લાખોની કિંમતનો જથ્થો પકડે છે ત્યારે મુળ સપ્લાયર સુધી પહોચવામાં નિષ્ફળ રહે છે અથવા તો મુળ સપ્લાયર સુધી પહોચવાનું પોલીસ ટાળતી હોય છે. તેની પાછળ કારણ ગમે તે હોય પણ હજી સુધી પોલીસ ગુજરાત બહારના સપ્લાયરની દારૂબંધીના કાયદા હેઠળ ધરપકડ કરી હોય તેવા કિસ્સા ઘણા ઓછા છે.
રાજકોટમાં દારૂ કંઇ રીતે પીવામાં આવે છે અને કંઇ રીતે મેળવવામાં આવે છે તે અંગેની વિગતો જાણીએ તો શહેરના પછાત વિસ્તારમાં ઘરઘથુ રીતે બનાવવામાં આવતા દેશી દારૂનું ચલણ વધુ છે તે રીતે પોસ વિસ્તારના ભદ્ર સમાજની પ્યાસીઓ વિદેશી દારૂ પીવાનું પસંદ કરે છે. દારૂબંધી કાયદાને વધુ અસરકારક બનાવવા સરકાર દ્વારા વાઇન સોપમાં વેચાતા દારૂ પર ૨૫૦ ટકા જેટલો તોતીંગ ટેક નાખતા દારૂની પરમીટ ધારક પણ બારોબારથી વિદેશી દારૂ મેળવી આર્થિક ફાયદો મેળવી રહ્યા છે.
પરમીટ ધારક જ ખાનગી લકઝરી બસ ચાલક કે ટ્રક ચાલકનો સંપર્ક કરી વિદેશી દારૂ બહારના રાજયમાંથી મેળવી રહ્યા છે. તેમજ કેટલાક પરમીટ ધારક આર્મીનો સંપર્ક કરી વિદેશી દારૂ સરળતાથી મેળવી પોતાની પ્યાસ બુઝાવી રહ્યા છે.