પોલીસે દરોડો પાડી રૂા.6.71 લાખના મુદ્ામાલ સાથે 4280 વિદેશી દારૂની બોટલ ઝડપાઇ: બેની અટકાયત
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ સંતાડવાના નવા નવા ક્રિમિયાઓ બુટલેગરો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વસ્તડી ગામના ભોગાવો નદી કાંઠે બુટલેગરો દ્વારા દારૂ જમીનમાં દાટી અને સંતાડવામાં આવ્યો હતો અને વેચાણ કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે ત્યારે જોરાવરનગર પોલીસ દ્વારા આ મામલે તપાસ કામગીરી હાથ ધરી વસ્તડી ગામે ભોગાવા નદીના કાંઠે સરકારી ખરાબામાંથી નાની મોટી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-4280 મળી કુલ કિ.રૂ.6,71,000/- નો મુદ્દામાલ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સર્કલ પો.ઇન્સશ્રી સુરેન્દ્રનગર ટીમ તથા જોરાવરનગર પોલીસે ઝડપી લીધો છે.
પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝન એચ.પી.દોશીનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ પ્રોહી-જુગારની પ્રવૃતિ સંદતર નેસ્ત નાબુદ કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે વી.વી.ત્રિવેદી ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સને મળેલ હકીકત આધારે સર્કલ પો.ઇન્સ સુરેન્દ્રનગર નાઓની ટીમ તથા જોરાવરનગર પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યા વસ્તડી ગામથી પશ્ચિમ આથમણી બાજુ ભોગાવા નદીના કાંઠે સરકારી ખરાબામાં રેઇડ કરતા નદીના પટ્ટમાં રેતીના જુના ખાડામાંથી રેતી હટાવી જોતા ભારતીય બનાવટની બોટકોમાં તેમજ પ્લાની ઘેલીમાંથી સુપીરીયર વ્હીસ્કી 750 એમએલની બોટલ નંગ-780 કિ.33,12,000/- તથા મેકડોલ નં.1 સુપીરીયર વ્હીસ્કી 180 એમ એલના ચપલા નંગ 3500 કિ.23,50,000/- નો મુદ્દામાલ મળી આવેલ તેમજ સદર હુ જગ્યાએ હાજર મળી આવેલ આરોપીઓ (1) ભવાનીસિંહ ઉર્ફે કાનો હેમુભાઇ ગોફીલ, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજમા ભરતસિહ ગોહીલના ઝડપી પાડી તેમજ મજકુર બન્ને ઇસમોની અંગઝડતી કરી કુલ કિ.રૂ.6,71,000/- નો મુદ્દામાલ ઝડપી પાડી પકડાયેલા ઇસમોની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો પોતે તથા જુવાનસિંહ મોબુભાઇ રાજપુત પાર્ટનરશીપમાં લાવેલા તેમજ સદરહુ ઇંગ્લીશ દારૂનો જથ્થો લાલો મહારાજ રહે. લીબડી વાળો આપી ગયેલ હોવાની હકીકત જણાવતા મજકુર તમામ ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.