લાઈટ વેઇટ અને રોઝ ગોલ્ડ જવેલરીનું યુવા વર્ગમાં અનેરું આકર્ષણ શોખ, બચત અને પેશનથી સોનાની ખરીદી પર યુવા વર્ગ આજે પણ ઓળઘોળ
કોરોનાના લાંબા ખરાબ સમય બાદ આ વર્ષે આવતી દિવાળી લોકો પુરજોશમાં ઉજવવાના મૂડમાં છે. લગ્નની સીઝન પણ આવતી હોવાથી મોટા ભાગના સોનીઓની દુકાનોમાં ખરીદી કરવા લોકો જોવા મળી રહ્યા છે. બીજી તરફ વેપારીઓને પણ આ વર્ષે દિવાળીની અને લગ્ન સીઝન ખુબજ સારી જવાની આશા છે.સમગ્ર ગુજરાતમાં કોરોનાની ભારે માઠી અસર અનેક વ્યવસાયો પર થવા પામી હતી. ત્યારે સૌથી ખરાબ અસર છેલ્લા બે વર્ષ જેટલા સમયથી સોનાનો વ્યવસાય કરતા નાના મોટા જવેલર્સ અને સોનાના દાગીનાના કામ કરતા નાના મોટા વેપારીઓ પર થવા પામેલ, ત્યારે હાલમાં રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ઘણા લાંબા સમય બાદ સોના ચાંદીના શોરૂમ, જ્વેલરીની દુકાનો, જવેલર્સને ખુબજ સારી ઘરાકી જોવા મળી રહી છે. લગ્નની સીઝન પણ આવતી હોવાથી મોટા ભાગના સોનીઓની દુકાનોમાં ખરીદી કરવા લોકો જોવા મળી રહ્યા છે. બીજી તરફ વેપારીઓને પણ આ વર્ષે દિવાળીની અને લગ્ન સીઝન ખુબજ સારી જવાની આશા છે.અબતક મીડિયાએ રાજકોટ શહેરના અનેક નાના મોટા જવેલર્સની મુલાકાત લીધી હતી જેમાં દરેક શો રૂમમાં લોકોનો જવેલરી ખરીદવામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે જ સોની વેપારીઓના ચહેરા પર રોનક પણ દેખાઈ હતી.
2 વર્ષ બાદ સોની બજારમાં રોનક જોવા મળી, લોકો ખુશખુશાલ
કોવિડને કારણે રાજકોટ શહેરમા સોના ચાંદીના દાગીનાના વેપાર કરતા વેપારીઓ ભારે મુશ્કેલીનો સમય પસાર કર્યો હતો, બીજી તરફ સોનાના ભાવમાં પણ બહુ મોટો વધારો થતાં લોકો ઘરેણા લેવાનું ટાળી રહ્યા હતા, જ્યારે બીજી તરફ કોરોનાને લઇને દિવાળી જેવા તહેવારો ઉજવણી થઇ રહી ન હતી. અને લગ્ન જેવા શુભ પ્રસંગો પણ રદ થઈ રહ્યા હતા. જેને લઇને લોકો સોનાના ઘરેણાં ખરીદી કરી રહ્યા નહતાં. અને જેની સીધી અસર સોની વેપારીઓ પર થઈ રહી હતી.
પરંતુ હાલમાં કોરોનાની ગતિ મંદ થતાં અને લોકો પણ માનસિક રીતે સ્વસ્થ થવા આ વખતે દિવાળીની ઉજવણી કરી લેવાના મૂડમાં છે. બીજી તરફ લગ્નની સીઝન પણ દિવાળી બાદ આવતી હોવાથી અને સોનાના ભાવ પણ સ્થિર થતાં લોકો સોના ચાંદીના ઘરેણા, જ્વેલરી ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ભાવનગરમાં મોટાભાગની સોના ચાંદી જવેલર્સની દુકાનોમાં ભારે ઘરાકી જોવા મળી રહી છે.લોકો પણ હોંશભેર સોના ચાંદીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.લોકો નાની મોટી સોનાની વસ્તુઓ ખરીદી રહ્યા છે. જેને લઇને સોની વેપારીઓના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે. રાજકોટના સોની વેપારીઓને પણ આ વર્ષે દિવાળી ખૂબ સારી જાય વેપારમાં તેવી અપેક્ષા સેવી રહ્યા છે. જ્યારે બીજી તરફ લગ્નો પણ ખુબજ મોટા પ્રમાણમાં આવનારા દિવસોમાં આવતા હોવાથી આવનારા દિવસોમાં સોનાના દાગીના માં સારું વેચાણ થવાની શક્યતાઓ છે. વેપારીના કહેવા પ્રમાણે શ્રાદ્ધ પછી સોનાના દાગીનાઓના વેચાણમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અને આ વખતે દિવાળી બાદ લગ્ન સીઝન સુધી લોકો સોનાની ખરીદી કરશે તેવું લાગી રહ્યું છે. અને આ ઘરાકી જોતા રાજકોટના જવેલર્સને આ દિવાળી ખૂબ સારી જશે તે વાત પાક્કી છે.
આજના યુગમાં “સોનું” શોખ કરતા ઈન્વેસ્ટની ભૂમિકામાં અહંમ!!
લોકોએ છેલ્લા 2 વર્ષમાં અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કર્યો છે ત્યારે લોકોને અડધી રાત્રે જ્યારે રૂપિયાની જરૂરિયાત હોઈ ત્યારે સોનું જ કામ લાગ્યું છે ત્યારે લોકો સોનાની ખરીદી માત્ર શોખ પૂરતી જ નહીં પરંતુ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ કરી રહયા છે.રાજકોટની સોની બજાર માંથી માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સોનુ એક્સપોર્ટ થાય છે ત્યારે સોનુ ખરીદવા માટેની પહેલી પસંદગી લોકો રાજકોટ શહેરને આપી રહ્યા છે.લાખો બંગાળી કારીગરો અવનવી ડિઝાઇન તૈયાર કરી ને જ્યારે માર્કેટમાં મૂકે છે ત્યારે વેપારીઓ પણ લોકોની પસંદ મુજબની ડિઝાઈનનું સોનુ ટૂંક સમયમાં બનાવી આપીને ગ્રાહકોને પૂરો સંતોષ આપી રહ્યા છે.
સોનું એ એક માભાનું અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે,લોકો સોનામાં રોકાણ કરે
“આજે કોરોનાના કપરા કાળ બાદ સોની બજારમાં દરેક જ્વેલર્સને ત્યાં જ્વેલરીની માંગ ઘણી વધી છે ત્યારે અમે ગ્રાહકો માટે વેડિંગ સીઝન માટે ઘરેણાંનું હેવી કલેક્શન ગ્રાહકોને આપી રહ્યા છીએ, આ સાથે સૌરાષ્ટ્રમાં લોકો બલોયા, કંદોરા જેવા ઘરેણાંઓ વધુ પસંદ કરી રહ્યા છે સોનુ એ એક માભાનું અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે, એ સાથે ખૂબ જ સારુ એવુ રોકાણ કરવા માટેનું અવકાશ છે તો હું લોકોને કહેવા માગીશ કે બને તેટલું વધું સોનામાં રોકાણ કરે જેથી ગ્રાહકોને પણ ફાયદો થશે.” દિલિપભાઈ – મેનેજર (ન્યૂ કમલેશ જ્વેલર્સ)
દિવાળીના તહેવારને અનુલક્ષીને અમે ડબલ ધમાકા ઓફર લાવ્યા છીએ
“અર્જુન જ્વેલર્સમાં દરેક તહેવારને અનુરૂપ અવનવી ડીઝાઇન ઉપલબ્ધ છે. યુવતીઓ રોઝ ગોલ્ડ જ્વેલરી વધુ પસંદ કરે છે. દિવાળીના તહેવારને અનુલક્ષીને અમે ડબલ ધમાકા ઓફર લાવ્યા છીએ કે જેમાં 50 હજારની ખરીદી પર 10% મેકિંગ ચાર્જ ડિસ્કાઉન્ટ તેમજ ગ્રાહકોને બુલેટ સહિતના ટુ વહીલર વાઉચર આપવામાં આવે છે.” આરતી પરમાર -મેનેજર (અર્જુન જ્વેલર્સ)
છેલ્લા 40 વર્ષથી ગ્રાહકોનો વિશ્વાસ રાધિકા જ્વેલર્સે ટકાવી રાખ્યો
“દરેક સમાજના રિવાજમાં તથા પ્રસંગમાં સૌપ્રથમ સોનાની ખરીદી કરવામાં આવે છે ત્યારે આંતરરષ્ટ્રીય બજાર મુજબ સોનાનાં ભાવ ઓછા હોવાથી સોનાની ખરીદી માટે આ એક અનુકૂળ સમય છે. છેલ્લા 40 વર્ષથી ગ્રાહકોનો વિશ્વાસ ટકાવી રાખ્યો છે તેમજ અવનવી વેરાઈટીઝ ગ્રાહકોને પીરસતા રહ્યા છીએ ત્યારે અમારા ગ્રાહકોએ નવરાત્રી સમયથી જ સોનાની ખરીદી કરવાની શરૂઆત કરી દીધી છે. અમારી પાસે દરેક પ્રકારની જવેલરીની વેરાયટી ઉપલબ્ઘ છે તથા નવા રૂપ રંગ સાથે બીજા શોરૂમનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ. અશોકભાઈ સોની – ઓનર(રાધિકા જ્વેલર્સ)
ગ્રાહકો માટે ખાસ ડીટેચેબલ જવેલરી ડીઝાઈન કરી છે
“સોનાનાં ભાવ વધવા છતા પણ અમને ગ્રાહકોનો પ્રેમ અવિરત મળતો રહ્યો છે. ગ્રાહકો ભારે દાગીનાઓ કરતા ડેઇલી વેર જ્વેલરી વધુ પસંદ કરે છે. અમે ખાસ ડીટેચેબલ જવેલરી ગ્રાહકો માટે લાવ્યા છીએ, જેમાં એક જ જ્વેલરી અલગ અલગ જવેલરીમાં રૂપાંતર કરીને પહેરી શકાય છે.” વિજયભાઈ (પીના જ્વેલર્સ)
આજકાલ લાઈટ વેઈટ જ્વેલરી તરફ લોકો વળી રહ્યા છે
“સોની બજારમાં 30 વર્ષ પહેલા પેઢીની શરૂઆત કરીને આજે અમે ભુપેન્દ્ર રોડ પર બીજો શોરૂમ છેલ્લા ચાર વર્ષથી ચલાવી રહ્યા છીએ. જેમાં ગ્રાહકોનો પ્રતિસાદ અમને ખૂબ જ સારો મળી રહ્યો છે. આજકાલ લોકો લાઈટ વેઇટ જ્વેલરી તરફ વળી રહ્યા છે ત્યારે અમે લાઈટ વેઈટ પેન્ડલ સેટ, નેકલેસ, ચેઇન વગેરે જેવી જ્વેલરી નું કલેક્શન ગ્રાહકોને આપી રહ્યા છીએ.” હસમુખભાઈ સોની -ઓનર (પંકજ જ્વેલર્સ)
બે વર્ષ પછી ગ્રાહકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો
“કોરોના કાળના બે વર્ષ બાદ છૂટછાટ મળતા સોનાના ઘરેણા ની ખરીદીમાં અમને ગ્રાહકોનો ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે, આ સાથે આ વર્ષે અમે હેવી બ્રાઈડલ કલેક્શનમાં તેમજ બિકાનેરી અને મીના તેમજ રીયલ ડાયમંડ , પોલકી તેમજ કુંદનના આભૂષણોની અવનવી રેન્જ ગ્રાહકો માટે લઈને આવ્યા છીએ જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે “(જે. પી. જ્વેલર્સ)
રીયલ ડાયમંડ જ્વેલરીમાં સંપૂર્ણ પણે ગ્રાહકોને બાય-બેક સુવિધા આપીએ છીએ
અમારું એમ જે આર જ્વેલર્સ નું મુખ્ય કાર્ય ડાયમંડ તેમજ પોલકી ડાયમંડનું છે કે જેમાં અમે 10,000ની વીંટીથી શરૂઆત કરીને 20 લાખના નેકલેસ સુધીની વિશાળ રેન્જ ધરાવીએ છીએ, આ જ્વેલરીમાં સંપૂર્ણ પણે ગ્રાહકોને બાય-બેક ની સુવિધા મળે છે જે વિશેષ વસ્તુ છે. અમારું ડિઝાઇનર કલેક્શન બધાથી અલગ તરી આવે છે એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. (એમ.જે.આર જ્વેલર્સ)
કારિગરો દ્વારા બનાવડાવેલું ખાસ “ફ્યુઝન” કલેક્શન લાવ્યાં છીએ
અમે ફ્યુઝન જ્વેલરી કારીગરો દ્વારા ખાસ બનાવડાવીએ છીએ, રાજકોટમાં સૌ પ્રથમ વખત આવું કલેક્શન લઈને આવ્યા છીએ. જેમાં નેકલેશમાં લોંગ સેટ તેમજ ચોકરની અવનવી રેન્જ લાવ્યાં છીએ. અમે ટેમ્પલ જ્વેલરીમાં સ્પેશિયાલિટી ધરાવીએ છે. આ સિવાય બ્રાઇડલ, રોઝ ગોલ્ડ અને ઇટાલિયન જ્વેલરીની વિશાળ રેન્જ અમારે ત્યાં ઉપલબ્ધ છે. મનોજભાઈ આડેસરા (પોપ્યુલર જ્વેલ્સ)
સોનામાં ફ્કત ડીઝાઈન જ નહીં પરંતુ આફ્ટર સેલ્સ સર્વિસ પણ એટલી જ મહત્વની
કોરોના પછીની આ પહેલી દિવાળીમાં 70% થી વધુ લોકોએ સોનાની ખરીદીની શરૂઆત કરી છે.અમે ખાસ કરીને આ ધનતેરસ પર ઇટાલિયન જ્વેલરીનું નવું કલેક્શન લઈને આવ્યા છીએ. વેડિંગ સિઝન માટે મોનાલીસા સ્ટોન તેમજ હેરિટેજ કલેક્શન પણ રારા જ્વેલર્સમાં ઉપલબ્ધ છે. સોનામાં ફ્કત ડીઝાઈન જ નહીં પરંતુ આફ્ટર સેલ્સ સર્વિસ પણ એટલી જ મહત્વની છે જેને કારણે લોકો અમને પસંદ કરે છે અને ગ્રાહકોનો અવિરત પ્રેમ રારા જ્વેલર્સને મળતો રહે છે. મહર્ષિભાઈ વેકરીયા – રારા જ્વેલર્સ
અમારા ગ્રાહકોએ ઘરેણાંનું પ્રિબુકિંગ કરી લગ્નનની તૈયારીઓ શરૂ કરી દીધી
અમારાં ગ્રાહકોએ નવરાત્રીથી જ સોનાની ખરીદી શરૂ કરી છે જેમાં ખાસ કરીને અમે અમારા ગ્રાહકોને દિવાળી પહેલા ડિસ્કાઉન્ટ આપતા હોઈએ ત્યારે લગ્નનાં ઘરેણાંનું પ્રિબુકિંગ શરૂ કરી દીધી છે. આજે રોઝ ગોલ્ડમા હેવી લુક પણ લાઈટ વેઈટ જ્વેલરી તેમજ ડેલિકેટ મંગલસૂત્રમાં પણ સારું કલેક્શન લાવ્યાં છીએ. અમે ગ્રાહકોને સારી ડીઝાઈન અને સેવા આપી સંપુર્ણ સંતોષ આપી શકીએ એ જ મુખ્ય હેતુ છે. અંકિતભાઈ બાટવિયા – વિતરાગ જ્વેલર્સ
સિગ્નેટ જવેલર્સ પર વિશ્વાસ નું એકજ કારણ, અમે ગ્રાહકો નહીં પારિવારિક સભ્ય તમામને ગણીએ
ધનતેરસ ઉપર ખીરિદેલું ઘરેણું ચાર ગણું થઈને આવે એવી માન્યતા પ્રમાણે ધનતેરસ તહેવાર માટે અમે ગ્રાહકો માટે વિશાળ રેન્જ લાવ્યાં છીએ. આ માટે ખાસ કરીને રિયલ ડાયમંડ જ્વેલરી પર અમે ગ્રાહકોને 0% મેકિંગ ચાર્જ ઓફર આપીએ છીએ તથા 10ગ્રામથી ઊપરની ખરીદી ઉપર 1250 ડિસ્કાઉન્ટ આપીએ છીએ. અમારે ત્યાં ડેઇલી વેરથી શરૂઆત કરીને બ્રાઇડલ જ્વેલરી મળી રહેશે. દરેક પ્રસંગને અનુરૂપ આનંદ શાહની ડિઝાઈનર જ્વેલરીનું કલેક્શન અમારું મુખ્ય આકર્ષણ છે. આ સિવાય ક્રિસ્ટલ જ્વેલરી પણ ઉપલબ્ઘ છે. લોકોનો અમારા ઉપરનો વિશ્વાસનું મુખ્ય કારણ અમે ફ્કત ગ્રાહકો બનાવવા કરતાં, પારિવારિક સંબંધો બાંધવામાં માનીએ છીએ. યશ્વી માંડલિયા – ઓનર (સિગ્નેટ જ્વેલર્સ)
શિલ્પા જવેલર્સની એક પણ ડિઝાઈન ક્યારેય પુનરાવર્તિત થતી નથી
અમે છેલ્લા 35 થી 40 વર્ષથી અમે પેઢી ચલાવીએ છીએ અને પેઢી દર પેઢી અમારે ત્યાંથી જ ખરીદી કરતાં હોય છે. હંમેશાની જેમ અમને અમારાં ગ્રાહકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લાં એક મહિનાથી તહેવારોની શરુઆત થઈ ગઈ છે ત્યારે મોટાં પ્રમાણમાં લોકો સહપરિવાર લગ્નના આભૂષણોની ખરીદી માટે આવતા હોય છે. અમે બ્રાઇડલ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ડિઝાઇનર કલેક્શન લાવ્યા છીએ. શિલ્પા જ્વેલર્સની એ ખાસિયત છે કે અમે અવિરત જ્વેલરી ડીઝાઈનનું કલેશન ધરાવીએ છીએ જેમાં ક્યારેય પણ એક પણ ડિઝાઇન ફરી વખત પુનરાવર્તન કરવામાં આવતી નથી. શિવમભાઈ પારેખ (શિલ્પા જ્વેલર્સ)
આર્ટિફિશિયલ, સિલ્વર અને ગોલ્ડમાં મોડર્ન જ્વેલરીની વિશાળ રેન્જ
અમે છેલ્લા 15 વર્ષથી અમીનમાર્ગ પર શોરૂમ ચલાવી રહ્યા છીએ. આર્ટિફિશિયલ જ્વેલરી હોય કે સિલ્વર કે ગોલ્ડ દરેક પીસ ને મોડર્ન ટચ આપીને તેમજ ગ્રાહકો ની માંગ ને ધ્યાનમાં રાખીને ડિઝાઇનર જ્વેલરી બનાવીએ છીએ. આ સાથે આજના સમયમાં પસંદ આવે તેવી ટ્રેડિશનલ તેમજ એથનિક્ બ્રાઈડલ જવેલરી નું કલેક્શન અમારી પાસે છે. દિવાળીને અનુરૂપ ગ્રાહકો માટે ફેસ્ટિવલ ઓફર્સ પણ લઈને આવ્યાં છીએ. ડિમ્પલ સોની (કોપર આર્ટ જ્વેલરી)