નવા નીતિ નિયમોને આધારે સ્કુલોને મંજુરી આપવાની પ્રક્રિયા આ સત્રથી જ શરૂ કરાશે
સરકારે સીબીએસઈ સંચાલિત સ્કૂલોને માન્યતા આપવાની પ્રક્રિયામાં એક મોટો બદલાવ કર્યો છે. હવે સ્કૂલોની માન્યતા આપવાની પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી છે. શિક્ષણનું યુનિફોર્માલિટી કરવા નવી ૮ હજાર સ્કુલોને મંજુરી અપાશે. આ પ્રક્રિયા આ સત્રમાં જ શ કરી દેવામાં આવી છે.
સરકારનો દાવો છે કે આ સાથે જોડાયેલી ૮ હજારથી પણ વધારે અરજીઓને આ વર્ષે ઓનલાઈન કરી દેવામાં આવી છે. સીબીએસઈ પાસે માન્યતા માટે જે પણ આવેદન હવે આવી રહ્યા છે તેનું નિરીક્ષણ માત્ર ગુણવતાના આધારે જે કરવામાં આવશે સ્કુલોની આધારભૂત ભૂમિકા શું છે ? સુરક્ષા કેવી છે ? અને અન્ય પાસાઓનું નિરીક્ષણ સ્થાનિક પ્રશાસન કરશે.
નવા નિયમો માટે પહેલા સ્કુલ સંચાલકો સ્થાનિક પ્રશાસન તેમજ સીબીએસઈ પાસે એક જ કામ માટે વારંવાર જવુ પડતું હતું. નવા નિયમો આવ્યા બાદ હવે સ્થાનિય એજન્સી અને સીબીએસઈ પાસે અરજદારને માત્ર એક જ વખત જવુ પડશે. સરકારનો દાવો છે કે નવા નિયમોથી તેમણે એ પણ સુનિશ્ચીત કરી લીધું છે કે હાલની પરિસ્થિતિમાં સીબીએસઈ સંચાલિત સ્કુલ નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટસ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને સુપ્રીમ કોર્ટ તરફથી બનાવવામાં આવેલા દિશા-નિર્દેશમાં બાળકોની સુરક્ષા તેમના અધિકાર અને તેમની ફી પર ખાસ ધ્યાન અપાશે. સરકારે ૨૦૧૨ બાદ આ નિયમમાં પહેલીવાર બદલાવ કર્યો છે.
મહત્વનું છે કે સીબીએસઈની માન્યતા પ્રાપ્ત સ્કુલોની મનમાની પર લગામ લગાવવા સરકારે નવા નિયમોની જાહેરાત કરી જેનાથી સમગ્ર દેશમાં સીબીએસઈ દ્વારા સંચાલિત ૨૦,૭૦૦ સ્કુલને અસર થશે. નવા નિયમો પ્રમાણે સીબીએસઈ સ્કુલોમાં ભણતા બાળકો માટે યુનિફોર્મ, સ્ટેશનરી આઈટમ અને પુસ્તકો કોઈપણ જગ્યાએથી લઈ શકાશે.
હવે સ્કુલ દ્વારા કોઈ વિશેષ દુકાનેથી જ લેવાની ફરજ નહીં પાડી શકાય. આ સાથે સ્કુલોએ ફીના ધારાધોરણમાં પણ પારદર્શિતા લાવવી પડશે જે મુજબ સ્કુલ વેબસાઈટ અને ફોર્મ પર જે ફી બતાવવામાં આવે છે તે જ ફી વાલી પાસેથી લેવી પડશે અને કોઈપણ પ્રકારનો એકસ્ટ્રા ચાર્જ કે છુપો ચાર્જ ઉઘરાવી શકાશે નહીં.
નવા નીતિ નિયમોને આધારે સીબીએસઈ સ્કુલની મંજુરી મેળવવા માંગતા આવેદનકર્તાઓને સ્કુલની માળખાકીય સુવિધાઓ તેમજ સ્પોર્ટસ, આર્ટ અને સાયન્સ જેવા વિષયોમાં વિકાસશીલ તેમજ ઠોસ પ્રયત્નો કરવા પડશે.